<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

‘જય ભીમ'નો નાદ ગુંજયો : ડો. બાબા સાહેબ આંબેડકરજીને ભાવભેર પુષ્‍પાંજલી : ઠેરઠેર રેલી-ભીમ વંદનાના કાર્યક્રમો : જુઓ વિડિયો

 

રાજકોટ : ભારતીય બંધારણના ઘડવૈયા અને દલિતોના મસિહા ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીની આજે જન્‍મ જયંતિ છે. સુધારાવાદી આ મહામાનવને આજે વિવિધ સંસ્‍થા મંડળો અને દલિત સમાજ દ્વારા ફુલહાર કરી ભાવવંદના કરવામાં આવી હતી. આજે ઠેર ઠેર રેલી, ભીમ વંદના, ભીમ ભજન, બટુક ભોજન, સંતવાણીના કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્‍યા છે. શહેરના હોસ્‍પિટલ ચોકમાં આવેલ ડો. બાબા સાહેબ આંબેડકરની પુરા કદની પ્રતિમા પાસે આજે સવારે મેળાવી માહોલ જામ્‍યો હતો. દલિત સમાજના આગેવાનો અને કાર્યકરોએ બાબા સાહેબને ફુલહાર કર્યા હતા. આ પ્રસંગે મ્‍યુ. કમિશ્‍નર શ્રી તુષાર સુમેરા, સાંસદ શ્રી પુરૂષોતમભાઇ રૂપાલા, શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નિતિન ભારદ્વાજ, ધારાસભ્‍ય ભાનુબેન બાબરીયા તેમજ અન્‍ય આગેવાનોએ ઉપસ્‍થિત રહી ફુલહાર કર્યા હતા. તે સમયની જુદી જુદી તસ્‍વીરો નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(12:37 PM IST)