News of Saturday, 6th June 2026
જિલ્લા પંચાયતમાં અધિકારીઓની ખાલી જગ્યા અંગે સરકારમાં પ્રમુખની રજુઆત
પશુપાલન નિયામક, કાર્યક્રમ અધિકારી, કાર્યપાલક ઇજનેર વગેરે જગ્યાઓ પર નિમણૂક કરાવવા પત્ર

રાજકોટ, તા. ૬: જિલ્લા પંચાયતમાં બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેર, પશુપાલન નિયામક, બાળ કલ્યાણ ીભવાગમાં પ્રોગ્રામ ઓફીસર, હિસાબી વિભાગમાં આંકડા અધિકારી, શિક્ષણ વિભાગમાં નાયબ જિલ્લા શિક્ષણાધિકારી વગેરે જગ્યાએ લાંબા સમયથી ખાલી છે. આ જગ્યાઓ પર નિમણૂક કરાવવા પંચાયતના નવા પ્રમુખ શ્રી સંજય પીપળિયાએ જે તે વિભાગના મંત્રીને લેખિત રજુઆત કરી છે.
પંચાયત પ્રમુખે પશુપાલન મંત્રી જીતુ વાઘાણીને પત્ર પાઠવ્યો છે કે, રાજકોટ જિલ્લો વિસ્તારની દ્રષ્ટીએ ખુબ જ મોટો હોય અને આ પશુપાલનનુ પ્રમાણ ઘણા મોટો પ્રમાણમા છે. જિલ્લા પંચાયત હસ્તકની પશુપાલન શાખામા નાયબ પશુપાલન અધીકારી (વર્ગ-૧) ની જ્ગ્યા હાલ ખાલી છે તથા વિવિધ તાલુકામા પશુ ચિકિત્સા અધીકારીની રાજકોટ જિલ્લામા કુલ ૪૫ જગ્યાઓ પૈકી ૩૦ જગ્યા હાલ ખાલી છે.પશુપાલનનુ પ્રમાણ રાજ્કોટ જિલ્લામા વધુ હોવાના કારણે વિવિધ યોજનાઓની કામગીરીનુ ભારણ આ જિલ્લામા વધુ રહેતુ હોય તથા ઘણા લાંબા સમયથી આ જગ્યાઓ ખાલી હોય આ જગ્યા પર રેગ્યુલર અધીંકારીની નિમણુક કરવા રજુઆત છે.
શ્રી સંજય પીપળિયાએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી જણાવ્યુ છે કે રાજકોટ જીલ્લો સૌરાષ્ટ્રનાં સૌથી મોટા જિલ્લા પૈકીનો એક છે. રાજકોટ જિલ્લા પંચાયત હેઠળ ગ્રામ્ય વિસ્તાર ખુબ મોટા પ્રમાણમાં છે અને લોકોના ગ્રામ્ય કક્ષા તથા તાલુકા કક્ષાની વહીવટી બાબતોની દેખરેખ તથા નિયંત્રણ જિલ્લા પંચાયત કચેરી પાસે રહેલ છે. હાલ રાજકોટ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ ના રેગ્યુલર કાર્યપાલક ઇજનેર ગત જુન માસમા વયનિવૃત થયેલ હોય તેમની જગ્યા હાલ ખાલી છે.રાજકોટ જિલ્લાનો વિસ્તાર ખુબ જ મોટો હોય તથા હાલ નવા બની રહેલ જિલ્લા પંચાયત ભવનનુ કાર્ય પણ શરૂ હોય, આવી મહત્વની કામગીરી પર ઇન્ચાર્જ અધીકારીને લીધે મુશ્કેલી પડી રહી છે. વધુમા આ ઈન્ચાર્જ અધીકારી પાસે સ્ટેટ તથા રુડા હસ્તક ની કામગીરી પણ રહેલ છે જેથી રાજકોટ જેવા મોટો વિસ્તાર ધરાવતા જિલ્લામા જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગમા રેગ્યુલર કાર્યપાલક ઇજનેરની નિમણૂક કરવા માટે વિનંતી છે.
(3:32 PM IST)










