<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

શરદી-તાવ- ઉધરસ- ઝાડા- ઉલ્‍ટીના કેસમાં એકાએક ઘટાડો : ૧૧૯૨ દર્દી

શહેરમાં ડેન્‍ગ્‍યુનો એક જ દર્દી તંત્રના ચોપડે નોંધાયો : મનપા દ્વારા ૨૧૫૬૯ ઘરોમાં પોરાનાશક કામગીરી તથા ૭૫૬ રહેણાંકોમાં ફોગીંગ કરાયાનો દાવોઃ મચ્‍છર ઉત્‍પતિ સબબ ૧૬૨ને નોટીસ

 

રાજકોટ, તા. ૮: શહેરમાં શરદી, તાવ, ઉધરસ સહિતના કેસમાં એકાએક ઘટાડો જોવા પામ્‍યો છે. કેમ કે, સામાન્‍ય રીતે સપ્તાહમાં ૧૫૦૦થી વધુ કેસ નોંધાતા હોય છે. જયારે છેલ્લા અઠવાડિયામાં ૧૨૦૦ જેટલા દર્દી નોંધાયા છે તેમજ ડેન્‍ગ્‍યુનો ૧ કેસ જોવા મળ્‍યો છે.  આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા.૧ જુન થી ૭ જુન સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.

શરદી તાવના ૧૧૫૦ થી વધુ કેસ

શહેરમાં શરદી-ઉધરસના કેસ૪૪૬ તેમજ સામાન્‍ય તાવના ૫૨૪ અને ઝાડા ઉલ્‍ટીના કેસ ૨૧૯ તથા  ટાઇફોઇડના ૧ તથા કમળાના ૨ સહિત કુલ ૧૧૯૬ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૧૭૪૨૫ તેમજ સામાન્‍ય તાવના ૧૫૯૧૨ અને ઝાડા ઉલ્‍ટીના કેસ ૫૯૦૩ તથા ટાઇફોઇડના ૧૮ તેમજ કમળાના ૨૯ કેસ નોંધાયા છે.

મચ્‍છરજન્‍યનો ૧ કેસ

શહેમાં છેલ્લા સપ્તાહમાં મચ્‍છરજન્‍ય એટલે કે ડેન્‍ગ્‍યુનો ૧ કેસ નોંધાયા છે. જયારે સીઝનમા ડેનગ્‍યુના ૧૭, મેલેરીયાના ૪ તથા ચિકનગુનિયાના ૧ કેસ નોંધાયા છે.

મચ્‍છર ઉત્‍પતિ સબબ

૪૯૭ને નોટીસ

રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોંચી વળવા માટે  મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ઘનીષ્‍ટ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૨૫,૦૭૦ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ  છે તથા ૧૪૫  ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્‍ય ૭૦૯ થી વધુ સ્‍થળોએ મચ્‍છર ઉત્‍પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૪૯૭  લોકોને નોટીસ આપવામાં આવી હતી.

(2:33 PM IST)