<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

રાજકોટમાં વિધાનસભા વિસ્‍તાર વાર મેગા સફાઇ અભિયાન યોજાયું

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના સુશાસનના ૧ર વર્ષ પુર્ણ થવાના અવસરે શહેરના ચારેય વિધાનસભા વિસ્‍તારોમાં જનપ્રતિનિધિઓ, અધિકારીઓ અને નાગરીકોની ભાગીદારી સાથે વિશેષ સફાઇ અભિયાન : પ્‍લાસ્‍ટીક કચરાના વૈજ્ઞાનીક નિકાલ સાથે સ્‍વચ્‍છતા અંગે જનજાગૃતિનો સંદેશ

રાજકોટ, તા., ૧૦ : વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના સુશાસનના ૧૨ વર્ષ પૂર્ણ થતાં સ્‍વચ્‍છ ભારત વિકસિત ભારતના સંકલ્‍પને સાકાર કરવા માટે રાજ્‍યભરમાં સ્‍વચ્‍છતા પ્રત્‍યે જનજાગળતિ લાવવાના હેતુથી સ્‍વચ્‍છ ભારત મિશન-અર્બન ગુજરાત દ્વારા સ્‍વચ્‍છ ગુજરાત, પ્‍લાસ્‍ટિક ફ્રી ગુજરાત ઝુંબેશનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ ઝુંબેશ અંતર્ગત રાજ્‍યની તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં તા.૮ જુન થી તા.૧૪ દરમિયાન પ્‍લાસ્‍ટિક વેસ્‍ટ કલેક્‍શન માટે સાઇન ઝુંબેશ સહિત વિવિધ સ્‍વચ્‍છતા આધારિત કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ રાજ્‍યવ્‍યાપી અભિયાનના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે તા.૧૦ ના રોજ શહેરના વિવિધ વિધાનસભા વિસ્‍તારોમાં વિધાનસભા વાઇઝ મેગા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્‍યું હતું.

શહેરને વધુ સ્‍વચ્‍છ, સુંદર અને પ્‍લાસ્‍ટિક મુક્‍ત બનાવવા માટે મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ, જનપ્રતિનિધિશ્રીઓ, વિવિધ સંસ્‍થાઓના પ્રતિનિધિઓ તથા નાગરિકોના સહયોગથી આ અભિયાન ઉત્‍સાહભેર સંપન્ન થયું હતું.

વિધાનસભા ૬૮ - રાજકોટ પૂર્વ વિસ્‍તારમાં પારેવડી ચોક ખાતે યોજાયેલ મેગા સફાઇ અભિયાન ઝુંબેશમાં ધારાસભ્‍ય  ઉદયભાઈ કાનગડ, સ્‍થાનિક કોર્પોરેટરો, સંગઠનના હોદ્દેદારો, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્‍થિત રહી સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

વિધાનસભા ૬૯ - રાજકોટ પヘમિ વિસ્‍તારમાં આવેલ ગાંધીજીની પ્રતિમા પાસે, જ્‍યુબિલી ગાર્ડન ખાતે યોજાયેલ મેગા સફાઇ અભિયાનમાં સંસદ સભ્‍ય પરસોત્તમભાઈ રૂપાલા, ધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખશ્રી ડો. માધવભાઈ દવે, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, સ્‍થાનિક કોર્પોરેટરો, સંગઠનના હોદ્દેદારો, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ અને નગરજનો ઉપસ્‍થિત રહી સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

વિધાનસભા ૭૦ - રાજકોટ દક્ષિણમાં આવેલ સોરઠિયા વાડી સર્કલ પાસેના ગાર્ડનમાં યોજાયેલ મેગા સફાઇ અભિયાનમાં ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળા, મ્‍યુનિસિપલ કમિશ્રર તુષાર સુમેરા, સ્‍થાનિક કોર્પોરેટરો, સંગઠનના હોદ્દેદારશ્રીઓ, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ અને નગરજનો ઉપસ્‍થિત રહી સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

વિધાનસભા ૭૧ - રાજકોટમાં આવેલ સાગર ચોક, બાલાજી હોલ વાડી શેરી, ધોળકિયા સ્‍કૂલ પાસેના વિસ્‍તારમાં યોજાયેલ મેગા સફાઇ અભિયાનમાં ધારાસભ્‍ય ભાનુબેન બાબરિયા, સ્‍થાનિક કોર્પોરેટરો, સંગઠનના હોદ્દેદારો, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ અને નગરજનો ઉપસ્‍થિત રહી સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી હતી. 

(3:41 PM IST)