<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

પડધરી પોલીસે કોપર વાયર ચોરીનો ભેદ ઉકેલ્‍યોઃ રાજકોટના દંપતીની ધરપકડ

નાની અમરેલી કેન્‍સર હોસ્‍પીટલની સાઇડ ઉપરથી કોપર વાયરની ચોરી થઇ'તી

તસ્‍વીરમાં પકડાયેલ શખ્‍સ (નીચે બેઠેલ) સાથે પડધરી પોલીસનો સ્‍ટાફ નજરે પડે છે. 

રાજકોટ તા.૧૧: પડધરીના નાની અમરેલી ગામ પાસે કેન્‍સર હોસ્‍પિટલની સાઇટ ઉપરથી કોપરવાયરની ચોરી કરનાર રાજકોટના દંપતિને પોલીસે ઝડપી લઇ ચોરાઉ મુદામાલ કબ્‍જે કર્યો હતો.

પડધરી પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં નાની અમરેલી ખાતે ખોડલધામ ટ્રસ્‍ટ દ્વારા નિર્માણધીન કેન્‍સર હોસ્‍પીટલ એન્‍ડ રીસર્ચ ઇન્‍સ્‍ટટયુટનો પ્રોજેકટનું કામ ચાલુ હોય સાઇટ ઉપરથી ૧૦૦ મીટર સુધીનો ફોર કોર કેબલ કોપર વાયર કાપીને કોઇ અજાણ્‍યા શખ્‍સ ચોરી કરીને લઇ ગયાની ફરીયાદ કરતા આ બના અંગે રૂરલ એસ.પી. વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ પડધરી પોલીસે તપાસ કરતા અજાણ્‍યો ચોર ઈસમ અને તેની સાથે આવેલ એક અજાણી સ્‍ત્રી બન્ને એક મો.સા.મા ચોરી કરવા આવેલનુ જણાય આવેલ તેમજ રાજકોટ કંટ્રોલ નૈત્રમમાથી આવો કોઇ અજાણ્‍યો પુરૂષ તથા અજાણી સ્‍ત્રી સાથે મો.સા.મા ભેગા આવેલ તેની માહિતી મેળવી આરોપી નં (૧) વિપુલભાઇ વિનુભાઇ પરમાર ઉ.વ.૨૧ ધંધો મજુરી તથા તેની પત્‍ની આરોપી નં (૨) જોશનાબેન રહે.રાજકોટ કાલાવડ રોડ, કણકોટના પાટીયે, બુધ્‍ધ વિહાર સામે, ઝુંપડામાંને ઝડપી લઇ ચોરાઉ કોપર વાયર કિ.૩૦,૦૦૦ તથા બાઇક મળી ૪૦,૦૦૦ના મુદામાલ સાથે બન્નેની ધરપકડ કરી હતી.

આ કાર્યવાહી પડધરી પોલીસ સ્‍ટેશનના પી.આઇ.એમ.જી.ચૌહાણ, પી.એસ.આઇ. એ.એસ.અગ્રાવત, એચસી અમરભાઈ ગોલતર, એચસી કુલદિપસિહ ઝાલા, પીસી નિંકુજભાઇ વૈષ્‍ણવ, નિકુલસિહ ઝાલા, સાગરભાઇ ખટાણા, વસંતભાઇ ભુડીયા તથા કંમાન્‍ડ એન્‍ડ કંન્‍ટ્રોલ રાજકોટ ગ્રામ્‍ય દ્વારા કરવામાં આવી હતી.

(1:31 PM IST)