News of Thursday, 11th June 2026
નરેન્દ્રભાઇના શાસન કાળના ૧ર વર્ષઃ ૧૩મીએ પ્રભારી મંત્રી રાજકોટમાં: સાંજે જીતુભાઇની પત્રકાર પરિષદ
જીલ્લા આયોજનની બેઠકઃ ૧પમીએ પ્રગતિ પથ યાત્રાઃ સાંજે વિકસિત ભારત સંકલ્પ સંમેલન...

રાજકોટ તા. ૧૧: વડાપ્રધાનના ૧૨ વર્ષના શાસનકાળ પૂર્ણ થવાના ઉપલક્ષમાં રાજકોટ જિલ્લામાં વિવિધ ‘‘પ્રગતિ પથ'' સંમેલન અને ‘‘વિકાસ યાત્રા'' નું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાની દરેક ગ્રામ પંચાયત, નગરપાલિકા અને કોર્પોરેશન લેવલે આ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે.
આ વિશેષ કાર્યક્રમોના ભાગરૂપે પ્રભારી મંત્રી જીતુભાઇ વાઘાણી આગામી ૧૩ જૂને રાજકોટ ખાતે ઉપસ્થિત રહેશે. આ દિવસે સાંજે જિલ્લા આયોજનની એક બેઠક પણ યોજાશે, જેમાં તાલુકા અને જિલ્લા આયોજનના જે કામો મંજૂર થયા છે, તેને બહાલી આપવામાં આવશે. આ ઉપરાંત, મંત્રી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે.આગામી તારીખ ૧૫ ના રોજ ‘‘પ્રગતિ પથ યાત્રા'' નું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં, સાંજે ૬ થી ૭ વાગ્યા દરમિયાન ‘‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન'' અથવા ‘‘પ્રબુદ્ધ નાગરિક સંમેલન'' યોજવામાં આવશે
(3:53 PM IST)










