News of Thursday, 11th June 2026
રાજકોટ જીલ્લામાં તાલૂકા કક્ષાએ નવી ૧૬ IALR કચેરી બનશે : કલેકટરની જાહેરાત
જમીન-મિલકત સંબંધી સરકારી વહીવટને વધુ પારદર્શક બનાવવા કલેકટર દ્વારા એક ઓટો વહીવટી ફેરફારઃ મ્હેકમ એક થઇ જશે જીલ્લા કક્ષાએ DILR તમામ કચેરીનું સુપરવીઝન કરશે : તમામ લેન્ડ રેકર્ડ ડિજીટાઇઝ શરૂઃ જમીનના તમામ રેકર્ડ હવે ઓનલાઇન

રાજકોટ, તા.૧૧: જિલ્લામાં જમીન અને મિલકત સંબંધી સરકારી વહીવટને વધુ પારદર્શક, સરળ અને ઝડપી બનાવવા માટે કલેક્ટર તંત્ર દ્વારા એક મોટો વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જમીન મહેસૂલ અને મિલકત નોંધણીના નિયમિત નિરીક્ષણ દરમિયાન નાની-મોટી વહીવટી ક્ષતિઓ સામે આવતી હોય છે, જેને દૂર કરવા અને ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારના લોકોની સમસ્યાઓનું કાયમી નિવારણ લાવવા માટે નવું માળખું અમલી બનાવવામાં આવી રહ્યું છે.
તાલુકા કક્ષાએ નવી IALRની ૧૬ કચેરીઓ
કલેક્ટર ડૉ.ઓમપ્રકાશે એક મહત્વપૂર્ણ વહીવટી બદલાવની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ‘અગાઉ સિટી સર્વેની કચેરીઓ તાલુકા વાઈઝ અલગ કાર્યરત હતી અને જિલ્લા કક્ષાએ DILR (ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ) સંસ્થા કામ કરતી હતી. પરંતુ હવે આ વ્યવસ્થામાં મોટો ફેરફાર કરીને તાલુકા લેવલે IALR (ઇન્સ્પેક્ટર આસિસ્ટન્ટ લેન્ડ રેકોર્ડ) ની નવી પોસ્ટ અને કચેરીઓ ભી કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે.' રાજકોટ જિલ્લામાં આવી કુલ ૧૬ આઈ.એ.એલ.આર. (IALR) કચેરીઓ ટૂંક સમયમાં જ વિધિવત રીતે કાર્યરત થઈ જશે.
આ નવા વહીવટી માળખાથી તાલુકા કક્ષાએ સિટી સર્વે અને જમીન માપણી (DILR) બંનેનું મહેકમ હવે એક થઈ જશે, જેનું હેડિંગ જે-તે આઈ.એ.એલ.આર. કરશે. જ્યારે જિલ્લા કક્ષાએ ડેપ્યુટી ડાયરેક્ટર લેન્ડ રેકોર્ડ આ તમામ કચેરીઓનું સુપરવિઝન અને કંટ્રોલ રાખશે. આ વ્યવસ્થાથી વર્ષોથી ચાલતા સિટી સર્વે અને DILR વચ્ચેના કોર્ડિનેશન (સંકલન)ના પ્રશ્નો અને વિવાદોનો કાયમી અંત આવશે. તમામ કચેરીઓમાં ફર્નિચર, નેટ કનેક્ટિવિટી અને દસ્તાવેજોના સુરક્ષિત સ્ટોરેજ માટેની સુવિધાઓ ભી કરવાનું મૂલ્યાંકન હાલ ચાલુ છે.
જમીનના તમામ રેકોર્ડ થશે ઓનલાઈન
જિલ્લા કલેક્ટરે વધુમાં ઉમેર્યું હતું કે, સરકારી રેકોર્ડ ગુમ થવા અથવા સમયસર ન મળવા પાછળના પ્રશ્નોને નાબૂદ કરવા માટે જિલ્લાના તમામ સંકલિત લેન્ડ રેકોર્ડને ડિજિટાઈઝ (Digitize) કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લાના બે તાલુકાઓની ઓનલાઈન કામગીરી સંપૂર્ણપણે પૂરી થઈ ચૂકી છે અને આગામી દિવસોમાં બાકીના તમામ તાલુકાઓનો ડેટા પણ ઓનલાઈન અપડેટ કરી દેવામાં આવશે. આ સુધારાથી ગ્રામીણ વિસ્તારોમાં જમીન માપણી અને શહેરોમાં મિલકતોના હકચોકસી (ટાઈટલ ક્લિયરન્સ) તેમજ પ્રોપર્ટી કાર્ડ (Property Cards) આપવાની કામગીરી ખૂબ જ ઝડપી બનશે.
તાજેતરમાં કરાયેલા સરપ્રાઈઝ ચેકિંગ અને મુલાકાતોનો ઉલ્લેખ કરતા કલેક્ટરે જણાવ્યું કે, ગામડાઓમાં મિલકત રજિસ્ટર તરીકે ઓળખાતા ‘ગામ નમૂના નંબર ૨' માં તમામ મિલકતો સમયસર અને વિગતવાર અધ્યતન (શ્ષ્ટફર્ુીદ્દફૂ) થાય તે માટે સંબંધિત અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, ગ્રામજનો તરફથી મળતી વિવિધ સ્થાનિક વહીવટી રજૂઆતો અંગે કલેક્ટર કચેરી દ્વારા ત્વરિત પત્રો લખીને યોગ્ય વહીવટી પગલાં લેવામાં આવી રહ્યા હોવાની ખાતરી પણ તેમણે આપી હતી
(3:39 PM IST)










