News of Thursday, 11th June 2026
શહેરના રાજમાર્ગો પર મંજુરી વિનાના હોર્ડિંગ બોર્ડ દૂર કરાયા : ૧૧ સંસ્થાને નોટીસ
સર્કલો, રોડ પર અનધિકૃત રીતે જાહેરાત માટે લગાવેલ એકેડેમી, હોસ્પિટલ, સ્કુલ, ઓપ્ટિકલ સહિતની સંસ્થા સામે દબાણ શાખાની લાલઆંખ

રાજકોટ, તા. ૧૧ : શહેરના રોડ સર્કલો પર અનધિકૃત રીતે પોતાની જાહેરાતના બોર્ડ, બેનર, પોસ્ટર, લગાડવા બદલ ૧ર સંસ્થાઓને મનાપા દ્વારા નોટીસ આપવામાં આવી છે.
આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ દબાણ શાખા દ્વારા શહેરના મુખ્ય માર્ગો, સર્કલો, ડીવાઈડર, પોલ વગેરે જગ્યાઓ પર અનધિકળત રીતે પોતાની જાહેરાતનાં બોર્ડ, બેનર, પોસ્ટર લગાવીને શહેરની મિલકતને નુકશાન કરવામાં આવેલ છે. જે સબબ દબાણ હટાવ શાખા દ્વારા મે-૨૦૨૬માં કુલ ૧૨ સંસ્થાઓને નોટિસ આપવામાં આવેલ છે.
એકયુરેટ એકેડેમી, દિવ્યત્વ જવેલર્સ, સિટિ ડેન્ટલ હોસ્પિટલ, જ્ઞાનમંજૂરી, ફિનોલ ઈન્સિટયુટ, નોબલ સેલ્સ એજન્સી, રોયલ એકેડેમી, સરનામ હોમ સ્ટે, વિઝડમ સ્કૂલ , વ્રજભૂમિ સ્કૂલ, કોચિંગ ઓ-૨, યશ ઓપ્ટિકલ, સહિત.
આથી રાજકોટની જાહેર જનતાને જણાવવાનું કે, રાજકોટ શહેરના માર્ગો, સર્કલો, ડીવાઈડર, પોલ પર કોઈપણ પ્રકારની અનધિકળત જાહેરાતને લગત બોર્ડ/બેનર/પોસ્ટર લગાવવા નહિ. જેની તમામ વ્યવસાયિકોએ નોંધ લેવા યાદીમાં જણાવાયું છે.
(3:42 PM IST)










