News of Thursday, 11th June 2026
પૂર્વ ઝોનના સીટી ઇજનેરનો ચાર્જ આપવામાં વિવાદ ? સીતાપરાનો ઓર્ડર મૂકાયા બાદ રદ્
જુના પદાધિકારીઓ વખતનું ચર્ચાસ્પદ પ્રકરણ પ્રદેશ સુધી પહોંચ્યુ

રાજકોટ, તા. ૧૧ : મહાનગરપાલિકાના ઇસ્ટ ઝોનમાં સિટી ઇજનેરનો ચાર્જ કોને સોંપવો તે મુદ્દે વિવાદના એંધાણ છે. ઇન્ચાર્જ સિટી ઇજનેર શ્રીવાસ્તવ નિવળત્ત થતા તેમનો ચાર્જ વોર્ડ નં. ૪ના નાયબ કાર્યપાલક ઇજનેર શૈલેષ સીતાપરાને સોંપવા માટે સત્તાવાર ઓર્ડર પણ કરવામાં આવ્યો હતો. જોકે, ઓર્ડર જારી થયાના થોડા સમય બાદ જ તેને અચાનક રદ કરી દેવામાં આવતા અનેક પ્રકારની ચર્ચાઓ અને તર્ક-વિતર્ક શરૂ થયા છે. ઓર્ડર કોર્પોરેશનના વોટસમેપ ગ્રૃપમાં દેખાયો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ, અગાઉના કેટલાક કાર્યોને લઈને ચર્ચાસ્પદ બનેલું આ પ્રકરણ પ્રદેશ સ્તર સુધી પહોંચ્યું હતું. નવી નિમણૂક અને વહીવટી પ્રક્રિયા અંગે અધિકારીઓએ પ્રદેશ કક્ષાએ માર્ગદર્શન માંગ્યું હતું, જેના આધારે પ્રાથમિક નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કહેવાય છે. તેમ છતાં, સીતાપરાને ચાર્જ સોંપવાનો નિર્ણય પાછો ખેંચાતા કોર્પોરેશનના વર્તુળોમાં અનેક પ્રશ્નો ઊભા થયા છે. મુખ્ય પદાધિકારીઓ અને કમિશનર શું નિર્ણય કરે છે તે જોવાનું રહ્યું.
હાલ સુધી નવા ઇન્ચાર્જ સિટી ઇજનેરની નિમણૂક અથવા ચાર્જ સોંપવા અંગે કોઈ નવો હુકમ જાહેર કરવામાં આવ્યો નથી. પરિણામે ઇસ્ટ ઝોનના વહીવટી કામકાજ અને તકનિકી નિર્ણયો અંગે અનિヘતિતાની સ્થિતિ સર્જાઈ છે. કોર્પોરેશન દ્વારા સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી પૂર્વે નવી ભરતી કરવાની હતી તે વખતે અમુક તત્કાલીન પદાધિકારીઓ વચ્ચે પસંદગીના નામ બાબતે ખેંચતાણ સર્જાયેલ. તે વખતે સીતાપરાનું નામ ગાજયું હતું. આખરે ત્યારે પસંદગી પ્રક્રિયા જ પડતી મુકવામાં આવી હતી. નવા પદાધિકારીઓ તે વખતે અટકેલી ભરતી પ્રક્રિયા અંગે નિર્ણય કરે તે પૂર્વ જ પૂર્વ ઝોનના ઇજનેરનો મુદ્દો કસોટીકારક બન્યાનું કહેવાય છે
(3:53 PM IST)










