News of Friday, 12th June 2026
સ્વાતિ પાર્કમાં ૬૦ વર્ષના રિક્ષાચાલક કાંતિભાઇ ભારથીએ આત્મહત્યા કરી
ઝેરી પાવડર પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા પણ દમ તોડી દીધો

રાજકોટ તા. ૧૨: કોઠારીયાના સ્વાતિ પાર્કમાં રહેતાં કાંતિભાઇ બાબુભાઇ ભારથી (ઉ.વ.૬૦) નામના વૃધ્ધે મોડી રાતે ઝેરી પાવડર પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ વહેલી સવારે મૃતયુ થતાં પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.
જાણવા મળ્યા મુજબ કાંતિભાઇ રાતે સાડા બારેક વાગ્યે ઉલ્ટીઓ કરવા માંડતાં પરિવારજનોએ પૃછા કરતાં પોતે ઝેરી પાવડર પી ગયાનું કહેતાં સારવાર માટે ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. આઘપાત કરનાર કાંતિભાઇ ત્રણ બહેન અને બે ભાઇમાં મોટા હતાં. સંતાનમાં એક દિકરો અને બે દિકરી છે. પોતે રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં હતાં. ડાયાબીટીશ, બ્લ્ડપ્રેશર સહિતની બિમારીથી કંટાળી પગલુ ભર્યાની શક્યતા પરિવારજનોએ જણાવી હતી
(2:38 PM IST)










