News of Friday, 12th June 2026
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની વાર્ષિક પુણ્યતીથી નિમિતે શહેર ભાજપ દ્વારા ભાવપુર્ણ અંજલી

રાજકોટઃ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, મહામંત્રી વલ્લભભાઇ દુધાત્રા, લલીતભાઇ વાડોલીયા, યોગેન્દ્રસિંહ જાડેજાની સંયુકત યાદીમાં જણાવ્યા મુજબ વિમાન અકસ્માતમાં ગુજરાત રાજયના પુર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું દુઃખદ અવસાન થયું હતું. વાર્ષિક પુણ્યતીથીએ શહેર ભાજપ દ્વારા દિવંગત આત્માઓને ભાવભીની શ્રધ્ધાંજલી અને ભાવાંજલી અર્પણ કરાઇ હતી. શ્રી વિજયભાઇ રૂપાણીના આમ અકાળે અને અચાનક નિધનથી રાજકોટ અને સમગ્ર ભારતીય જનતા પાર્ટી પરીવારને કયારેય ન પુરી શકાય તેવી કાયમી ખોટ પડી છે. શ્રી વિજયભાઇ રૂપાણી સદેહે ભલે આપણી સાથે નથી પણ તેઓ હર હંમેશ આપણી સ્મૃતિમાં અને マદયમાં બિરાજમાન રહેશે તેવા શબ્દો ઉચ્ચારી શ્રધ્ધાભાવ વ્યકત થયો હતો. શ્રી વિજયભાઇ રૂપાણી અને અકસ્માતનો ભોગ બનેલા સૌ મૃતકોના આત્માને સદગતી મળે તેવી પ્રાર્થના સાથે સૌ મૃતકોને શહેર ભાજપની આંખોની સાથે マદયમાંથી પણ વહેતા અશ્રુઓની ભીની આંખે વંદન સાથે શ્રધ્ધાંજલી અને ભાવાંજલી પાઠવાઇ હતી.
(3:14 PM IST)










