<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

ઉદય કાનગડ દ્વારા આવતીકાલે જ્ઞાનરત્‍ન અભિવાદન સમારોહ

સતત ૪થા વર્ષે આયોજન ૧૦૭૩ તારલાઓનું સન્‍માન

રાજકોટ : વિધાનસભા-૬૮ના ધો.૧૦-૧૨ના માર્ચ-૨૦૨૬ના બોર્ડના તેજસ્‍વી વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહન આપવા તેમને સન્‍માનવા ધારાસભ્‍ય શ્રી ઉદય કાનગડ અને શહેર ભાજપ મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા ધ્‍વારા આવતીકાલે રવિવારે સવારે ૯:૩૦ કલાકે શહેરના અટલબિહારી બાજપાઈ ઓડીટોરીયમ ખાતે ‘જ્ઞાનરત્‍ન અભિવાદન' સમારોહનું આયોજન કરવામાં આવેલ છે. અધ્‍યક્ષપદે કેબીનેટ મંત્રી ડો.પ્રધ્‍યુમન વાજા ઉપસ્‍થિત રહેશે. સમારોહનું ઉદઘાટન રાજકોટના સાંસદ પરશોતમભાઈ રૂપાલાના હસ્‍તે થશે. અતિથિ વિશેષ તરીકે શ્રી માધવ દવે, ટપુભાઈ લીંબાશીયા, ડો.નેહલ શુકલ, મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, રમેશભાઈ ટીલાળા, ડો. દર્શીતાબેન શાહ, ભાનુબેન બાબરીયા, પરેશ પીપળીયા (પી.પી.), લલીત વાડોલીયા, યોગેન્‍દ્રસિંહ જાડેજા, દક્ષાબેન વસાણી, હિરેન ખીમાણીયા, સંજયસિંહ રાણા, નયનાબેન પેઢડીયા, કમલેશ મિરાણી, અશ્વિન મોલીયા સહિતના અગ્રણીઓ ઉપસ્‍થિત રહેશે, તેમ શ્રી ઉદય કાનગડે જણાવ્‍યું છે. આ તકે શ્રી કાનગડ અને શ્રી દુધાત્રાએ જણાવેલ કે, ‘વિદ્યાર્થીઓનું સન્‍માન એટલે ભવિષ્‍યનું સન્‍માન'ના મંત્ર સાથે યોજાનાર આ જ્ઞાનરત્‍ન અભિવાદન સમારોહથી વિદ્યાર્થીઓને પ્રેરણા અને પ્રોત્‍સાહન મળશે. સતત ચોથા વર્ષે ‘જ્ઞાનરત્‍ન અભિવાદન' સમારોહનું આયોજન કરવામાં આવેલ છે, ત્‍યારે ચાર વર્ષમાં ચાર હજારથી વધુ વિદ્યાર્થીઓને શીલ્‍ડથી સન્‍માનવામાં આવેલ છે. આ વર્ષે ૧૦૭૩ તેજસ્‍વી તારલાઓનું શિલ્‍ડથી સન્‍માન કરવામાં આવશે.

(3:18 PM IST)