<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

નરેન્દ્રભાઈ મોદી, ભૂપેન્દ્રભાઈ પટેલ, હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ ભાજપ સરકાર શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા અને નાગરિકોની મુસાફરીને વધુ સરળ, સુરક્ષિત અને ઝડપી બનાવવા માટે સતત કટિબદ્ધ : રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જામનગર રોડ પર નવનિર્મિત ૪-લેન રેલ્વે ફ્લાયઓવર બ્રિજના લોકાર્પણના ગૌરવવંતા અને પ્રેરણાદાયી કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાથે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા સહિતના ઉપસ્થિત

રાજકોટ::રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જામનગર રોડ પર નવનિર્મિત ૪-લેન રેલ્વે ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ આજે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ઉત્સાહભેર સંપન્ન થયું હતું. આ ગૌરવવંતા અને પ્રેરણાદાયી કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા સહિતનાને પ્રત્યક્ષ ઉપસ્થિત રહેવાનો અને રાજકોટની જનતાની સુખાકારીમાં વધારો કરતા આ પ્રોજેક્ટનો સાક્ષી બનવાનો અવસર મળ્યો હતો.રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ 'ડબલ એન્જિન' સરકાર શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા અને નાગરિકોની મુસાફરીને વધુ સરળ, સુરક્ષિત અને ઝડપી બનાવવા માટે સતત કટિબદ્ધ છે.

(4:38 PM IST)