તા. ૨૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૫ રવિવાર
News of Monday, 15th June 2026
ખોખડદળમાં વૃધ્ધ ખોડાભાઇ ખુંટને પુત્રવધુએ લાકડીથી ફટકાર્યા
પોતાના સોનાના દાગીના ગાયબ હોઇ તે અંગે પુછતાં મારકુટ થયાનો આક્ષેપ : હોસ્પિટલના બિછાને પહોંચેલા વૃધ્ધ પોતાની ઉમર ૧૧૫ વર્ષ જણાવે છે!

રાજકોટ તા. ૧૫: માધાપર પાસે મનહરપુર-૨માં રહેતાં મહિલાએ પોતાના ઘરના આંગણામાં આવેલા માતાજીના મઢે દર્શન કરીની નીકળેલા જેઠાણીને કુતરા અંદર ઘુસી ન જાય એ માટે મઢનો દરવાજો બંધ કરવાનું કહેતાં ઝઘડો થતાં જેઠાણી, જેઠ, બે ભત્રીજાએ મળી તેમને ઢીકાપાટુનો બેફામ માર મારતાં થાપાના ભાગે ફ્રેકચર થઇ જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે.
આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે માધાપર ચોકડીથી બેડી ચોકડીના રસ્તે આવેલા મનહરપુર-૨ ગામમાં રામજી મંદિર પાસે રહેતાં અને હુમલામાં ઘાયલ થયેલા મુક્તાબેન ભગુભાઇ દાનેવાડીયા (ઉ.વ.૫૬)ની ફરિયાદ પરથી તેના જેઠ ધનાભાઇ દાનેવાડીયા, ભત્રીજા અશોક, દેવરાજ તથા જેઠાણી મંજુબેન વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. મુક્તાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે પોતાના ઘરના દરવાજા પાસે બેઠા હતા. તેમના ફળિયામાં ચામુંડા માતાજીનો મઢ આવેલો છે. આ મઢમાં તેમના જેઠાણી મંજુબેન દર્શન કરવા આવ્યા હતા. મંજુબેન દર્શન કરીને મઢની જાળી બંધ કર્યા વગર જઈ રહ્યા હોવાથી, મુક્તાબેને તેમને જાળી બંધ કરવાનું કહ્યું હતું.માત્ર આટલી વાત કહેતા જ જેઠાણી મંજુબેન ઉશ્કેરાઈ ગયા હતા અને મુક્તાબેન સાથે બોલાચાલી કરી ઝઘડો કરવા લાગ્યા હતા.
ઝઘડો વધતા જ મંજુબેનના પતિ ધનાભાઈ, બે દીકરાઓ અશોકભાઈ અને દેવરાજભાઈ ત્યાં ધસી આવ્યા હતા. આ ત્રણેય જણાએ આવીને મુક્તાબેન સાથે ગાળાગાળી અને ઝઘડો શરૂ કર્યો હતો. મુક્તાબેને જેઠ ધનાભાઈને સમજાવી મઢમાં કુતરા ન ઘુસી જાય એટલે જાળી બંધ કરવાનું કહ્યું હતું તેમ કહેતાં જેઠ અને ભત્રીજાઓ ઉશ્કેરાઇ ગયા હતાં અને ઢીકાપાટુનો માર મારતાં તે પડી ગયા હતાં. દેકારો થતાં મુક્તાબેનના પતિ ભગુભાઈ અને તેમનો દીકરો રવિ દોડી આવ્યા હતા અને મુક્તાબેનને વધુ મારથી બચાવ્યા હતાં અને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં. અહિ તબિબે જમણા પગે થાપાના ભાગે ફ્રેકચર હોવાનું નિદાન કર્યુ હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં પીઆઇ એચ. પી. ગઢવીની રાહબરીમાં હેડકોન્સ. એમ. જી. જાડેજાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:57 PM IST)










