<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

ચાલો ચેકમેટ તરફઃ પોલીસ હેડક્‍વાર્ટર ખાતે ઓપન ગુજરાત રેપિડ ચેસ ચેમ્‍પિયનશિપ અને અંડર-૧૩ ડિસ્‍ટ્રિક્‍ટ સિલેક્‍શન સ્‍પર્ધાઓનું આયોજન

સ્‍પર્ધામાં જીતનાર ખેલાડીઓ માટે સ્‍પર્ધામાં કુલ રૂ. ૧,૨૨,૦૦૦ના રોકડ ઇનામો જાહેર

રાજકોટઃ રાજકોટ સિટી પોલીસ અને રાજકોટ ડિસ્‍ટ્રિક્‍ટ ચેસ એસોસિએશન   તથા એહસાસ ટ્રસ્‍ટ ના સંયુક્‍ત ઉપક્રમે મુખ્‍ય સ્‍પોન્‍સર ઓમ્‍નિટેક એંન્‍જીનિયરિંગ લિમિટેડના સીએમડી ઉદયભાઈ પારેખ, કો સ્‍પોન્‍સર આર. કે. જૈન ફાઉન્‍ડેશન તેમજ એવીઆર વિક્રમ વાલ્‍વસ પ્રા. લી. ના ચેરમેન શ્રી વિક્રમભાઈ જૈનના આર્થીક સહયોગથી આગામી દિવસોમાં ચેસ ખેલાડીઓ માટે બે મહત્‍વપૂર્ણ સ્‍પર્ધાઓનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ સ્‍પર્ધાઓમાં ગુજરાતભરના અંદાજીત કુલ જેટલા ૩૦૦ યુવા ખેલાડીઓને પોતાની પ્રતિભા દર્શાવવાની ઉત્તમ તક મળશે.તેમ અખબારી યાદીમાં જણાવાયું છે.

સૌ પ્રથમ ઓપન ગુજરાત રેપિડ ચેસ ચેમ્‍પિયનશિપ-૨૦૨૬નું આયોજન તા. ૨૮ જૂન, ૨૦૨૬ના રોજ પોલીસ હેડક્‍વાર્ટર હોલ, રેસકોર્સ રિંગ રોડ,   ખાતે કરવામાં આવ્‍યું છે. અંડર-૧૩, અંડર-૧૫ અને અંડર-૧૭ કેટેગરીના ખેલાડીઓ માટે ઓપન સ્‍પર્ધામાં ગુજરાતભરના ખેલાડીઓ ભાગ લઈ શકશે. સ્‍પર્ધામાં કુલ રૂ.૧,૨૨,૦૦૦ ના રોકડ ઇનામો જાહેર કરવામાં આવ્‍યા છે.

અંડરપ્ર૧૩, અંડર-૧૫ અને   અંડર-૧૭ એમ ત્રણેય કેટેગરીમાં પ્રથમ ૧૦ ખેલાડીઓને રોકડ ઇનામ તથા ટ્રોફી આપવામાં આવશે, જ્‍યારે તમામ ભાગ લેનાર તમામ ખેલાડીઓને પ્રમાણપત્ર આપવામાં આવશે. આ સ્‍પર્ધા માટે પ્રવેશ ફી ફક્‍ત રૂ.૨૦૦ રાખવામાં આવી છે અને નોંધણી માટેની અંતિમ તા. ૨૭ જૂન,  સાંજે ૦૮ વાગ્‍યા સુધીની રહેશે.

ત્‍યારબાદ તા. ૫ જુલાઈ ના રોજ પોલીસ હેડક્‍વાર્ટર હોલ, રેસકોર્સ રિંગ રોડ,ખાતે રાજકોટ જિલ્લા કક્ષાએ અંડર-૧૩ ચેસ ખેલાડીઓની પસંદગી સ્‍પર્ધા યોજાશે. આ સ્‍પર્ધા માત્ર રાજકોટ જિલ્લાના ખેલાડીઓ ભાગ લઈ શકશે.

છોકરાઓ અને છોકરીઓની અલગપ્રઅલગ કેટેગરીમાં યોજાનારી આ સ્‍પર્ધામાં ૦૧ જાન્‍યુઆરી, ૨૦૧૩ અથવા ત્‍યારબાદ જન્‍મેલા ખેલાડીઓ ભાગ લઈ શકશે. આ સ્‍પર્ધામાં ભાગ લેવા ઈચ્‍છનાર ખેલાડીઓએ તા. ૦૪ જુલાઈ સાંજે ૦૮ સુધીમાં રજીસ્‍ટ્રેશન કરવાવું અનિવાર્ય છે. દરેક કેટેગરીમાં પ્રથમ ત્રણ ખેલાડીઓને ટ્રોફી એનાયત કરવામાં આવશ તમામ ખેલાડીઓને પ્રમાણપત્ર આપવામાં આવશે. આ સ્‍પર્ધા માટે પ્રવેશ ફી ફક્‍ત રૂ.૩૦૦ રાખવામાં આવી છે અને નોંધણી માટેની અંતિમ તા. ૦૪ જૂલાઈ સાંજે ૦૮  વાગ્‍યા સુધીની રહેશે. બંને સ્‍પર્ધામાં દરેક ખેલાડીઓનો રિર્પોટિંગ સમય સવારે ૦૮.૩૦ વાગ્‍યાનો રહેશે, ટુર્નામેંટ ૦૯  વાગ્‍યે શરૂ થશે, સ્‍પર્ધાની વિશેષતા એ છે કે જિલ્લા કક્ષાએ પસંદગી પામેલા ટોચના બે છોકરાઓ અને છોકરીઓને આગામી સમયમાં યોજાનાર રાજ્‍ય કક્ષાની ચેસ સ્‍પર્ધામાં રાજકોટ જિલ્લાનું પ્રતિનિધિત્‍વ કરવાની તક આપવામાં આવશે.

 આ ટુર્નામેન્‍ટના રજીસ્‍ટ્રેશન અને સ્‍પર્ધાની વધુ માહિતીમાટે જય ડોડીયાને  +૯૧ ૯૨૭૬૮ ૩૫૧૧૪ નંબર અને સંસ્‍થાની વેબસાઇટ https://rajkotchess.com/ ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવે છે.

આરડીસીએ ના  પરિનભાઇ,   નિヘલ સંઘવી, પંચમીયા તેમજ એહસાસ ટ્રસ્‍ટ ના કૂ. કિન્નરીબેન દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

(3:36 PM IST)