News of Tuesday, 4th August 2026
રાજકોટ લોકમેળોઃ કલેકટર તંત્રને મબલખ આવક શરૂ : ખાણીપીણી કોર્નરના ૪૦ સ્ટોલની હરરાજી : ૩૦ સ્ટોલ ડબલ ભાવે વેચાયા..
૧ લાખની અપસેટ પ્રાઇઝ સામે ૧ લાખ ૧૦ હજારથી માંડી ૨ લાખ સૂધીની બોલી બોલાઇ..

દક્ષિણ મામલતદાર કચેરી ખાતે લોકમેળામાં ખાણીપીણી કોર્નરના ૪૦ સ્ટોલની હરરાજી બપોરે ૧૨ વાગ્યે શરૂ થઇ તે નજરે પડે છે.
રાજકોટ, તા.૪: રાજકોટ કલેકટર તંત્રને લોકમેળામાંથી માતબર આવક શરૂ થઇ ગઇ છે? આજે ખાણીપીણી કોર્નરના ૪૦ સ્ટોલની બપોરે૩-વાગ્યા સૂધીમાં ૩૦ સ્ટોલની હરરાજીમાં ડબલભાવો આવ્યા હોવાનું અને સ્ટોલ વેચવાનું અધીકારી સુત્રોએ ઉમેર્યુ હતું.
લોકમેળાને લઈને વેપારીઓ ે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્ટોલ્સ અને પ્લોટની હરાજી દરમિયાન બોલાયેલી ઊંચી બોલીઓએ તંત્રના તિજોરીના દરવાજા ખોલી નાખ્યા છે, જેમાં ખાસ કરીને ખાણીપીણી (ફૂડ)ના સ્ટોલ્સના ભાવમાં ગત વર્ષોની સરખામણીએ ત્રણ ગણો ઉછાળો જોવા મળ્યો છે.
દર વર્ષે યોજાતા આ લોકમેળામાં ચકડોળ, અને ખાણીપીણીના પ્લોટ્સની હરાજી (ઈ-હરાજી/જાહેર હરાજી) કરવામાં આવે છે. આ વખતે ખાનગી સ્ટોલ ધારકો અને મોટા વેપારીઓ વચ્ચે સ્ટોલ મેળવવા માટે ભારે સ્પર્ધા જામી હતી. પરિણામે, કલેક્ટર તંત્ર દ્વારા નક્કી કરવામાં આવેલી અપસેટ ,પ્રાઈસ (બેઝ પ્રાઈસ) કરતાં ગણી વધારે રકમની બોલીઓ બોલાઈ હતી, જેનાથી વહીવટી તંત્રને વિક્રમજનક આવક થઈ છે.
સૌથી વધુ આકર્ષણ અને હરીફાઈ ખાણીપીણીના સ્ટોલ્સમાં જોવા મળી હતી. મેળામાં આવતી લાખોની જનમેદનીને ધ્યાનમાં રાખીને ફૂડ સ્ટોલ ધારકોએ કોઈપણ ભોગે પ્લોટ મેળવવા માટે ઊંચા ભાવ બોલ્યા હતા.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, લોકોમાં એવી માંગ પણ ઉઠી રહી છે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને મેળા સમિતિ દ્વારા ખાણીપીણીના ભાવ નિયંત્રિત રહે અને ગુણવત્તા જળવાઈ રહે તે માટે યોગ્ય ચકાસણી (ચેકિંગ) કરવામાં આવે.
બપોરે ૧ વાગ્યે મળતી વિગતો મુજબ ખાણીપીણી બી-૧, કોર્નરમાં ૨ હજાર એડવાન્સ રકમ, ૫ હજાર ડીપોઝીટ રખાઇ છે, કુલ ૪૦ સ્ટોલની હરરાજી મેળાના અધીકારી સીટી પ્રાંત-૧ શ્રી ઝાપડા, મામલતદાર શ્રી સરવૈયા, શીરેસ્તેદાર શ્રી યોગીરાજસિંહ જાડેજા, ધવલ પરમાર તથા અન્ય સ્ટાફ દ્વારા બપોરે ૧૨ વાગ્યે ચાલૂ કરાઇ હતી ૧ લા નંબરનો સ્ટોલમાં ૨ લાખ સૂધીની બોલી બોલાઇ હતી, બપોરે ૨ સૂધીમાં ૩૦ સ્ટોલ વેચાયા તે તમામ ૧ લાખ ૧૦ હજારથી માંડી ૨ લાખ સૂધી વેચાયા છે., બપોરે ૩ સૂધી હરરાજી ચાલશે તેમ સાધનો ઉમેરી રહયા છે.
(3:01 PM IST)










