News of Wednesday, 5th August 2026
રેલનગરમાં આવેલ ક્રિષ્ના પાર્ક સોસાયટીનો અશાંતધારામાં સમાવેશ કરોઃ વિધર્મીઓ મિલકત ખરીદવા પેરવી કરી રહયા છે
કલેકટરને વિસ્તૃત આવેદન પાઠવાયું : અમારી સોસાયટીમાં ૧૦૦ જેટલા હિન્દુ પરીવારો રહે છેઃ સ્થળ નિરીક્ષણ કરવા માંગણી

રાજકોટ, તા., પઃ શહેરના રેલનગરમાં મેઇન રોડ પર આવેલ ક્રિષ્ના પાર્ક સોસાયટીના રહેવાસીઓએ કલેકટરને આવેદન પાઠવી સોસાયટીનો અશાંતધારામાં સમાવેશ કરવા રજુઆતો કરી હતી. આવેદનમાં ઉમેર્યુ હતું કે, અમો ‘ક્રિષ્ના પાર્ક' સોસાયટી, રેલ નગર મેઈન રોડ, પોપટપરા, રાજકોટના રહીશ આપની નમ્ર નિવેદન કરીએ છીએ કે અમારી સોસાયટીનાં નિમ્ન મધ્યમ વર્ગના કુલ ૧૦૦ જેટલા હિન્દુ પરીવારો રહે છે. અને સાથે જોડાયેલ ત્રણ સોસાયટી હર્શીલ પાર્ક, બીલીપત્ર અને લોર્ડ ક્રિષ્ના સોસાયટી છે. અને તેમાં પણ લગભગ ૨૫૦ જેવા હિન્દુ પરીવારો જ વસવાટ કરે છે. અને આ બધી જ મિલ્કતો પર હાલ હિન્દુ પરીવારોનો જ માલિક હકક ધરાવે છે.
હાલના સમયમાં અમોએ જોયુ છે અમુક ગેર હિન્દુ વ્યકિત, આ સોસાયટીમાં સંપતિ/મકાન ખરીદવાં આ સોસાયટીનાં અમુક પરીવારોને મોટી રકમની લાલચ આપી રહ્યા છે. જેનો વિરોધ અમો દ્વારા કરવાં માં આવતાં હાલ તો તેઓએ (મિલ્કત વહેંચનાર તેમજ લેનાર) શાંત થયેલ છે. પરંતુ મુખ્ય વાતએ છે કે અમોને એ પણ જાણવા મળેલ છે કે અમુક સક્ષમ વ્યકિત કે સંગઠન આ પાછળ સક્રિય હોય અને તેઓના અહી વસવાટ કરવાનાં પ્રયત્નો પણ કરી રહયાં છે.
સાહેબશ્રી, હાલની પરીસ્થિતીમાં તો આ ગૈર હિન્દુ વ્યકિત કે વ્યકિતઓ કોઈ જાતનું દબાણ કે ગેરકાનુની પ્રક્રિયા નથી કરાઈ રહી પરંતુ અમોને એ વાત નો ભય સદા રહે છે, કારણ કે અહીં આજુ બાજુમાં તેઓ વ્યવસાયીક સંપતિ ધરાવે છે અને અલગ અલગ વ્યવસાયમાં સક્રિય પણ છે. અને છેલ્લે એક વર્ષમાં તેમાં વધા૨ો પણ થતો જોયો છે, જે અમારા ભયનું મુખ્ય કારણ છે. અમો ‘‘ક્રિષ્ના પાર્ક'' સોસાયટી ના રહીશો ફરી આપને સવિનય નિવેદન સાથે વિનંતિ કરીએ છીએ કે આપ રૂબરૂ અથવા આપના અધીકારી દ્વારા રૂબરૂ જાત નિરીક્ષણ કરાવી યોગ્ય કાર્યવાહી કરાવી નિરીક્ષણ ના હવાલે અમારી સોસાયટીનો અશાંતધારામાં સમાવેશ ક૨વા અપીલ કરીએ છીએ
(3:14 PM IST)










