તા. ૨૫ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ વદ – ૧૧ શનિવાર
News of Wednesday, 5th August 2026
મનપા દ્વારા પુનિતનગર વિસ્તારમાં ૯ દુકાનોની ૧૯ ઓગષ્ટે જાહેર હરરાજી
શ્રી લક્ષ્મણરાવ ઇનામદાર ટાઉનશીપ શોપિંગ સેન્ટરની દુકાનોની અપસેટ કિંમત રૂ.૨૧.૧૦ લાખથી રૂ.૩૬.૮૦ લાખ

રાજકોટ, તા.૫: મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા વોર્ડ નં. ૧૨ ખાતે પુનિતનગર પાણીના ટાંકા સામે, શ્યામલ વાટિકા પાસે આવેલા શ્રી લક્ષ્મણરાવ ઇનામદાર (વકીલ સાહેબ) ટાઉનશીપ શોપિંગ સેન્ટરની કુલ ૯ દુકાનો જાહેર હરરાજીથી વેચાણ માટે મુકવામાં આવી છે. હરરાજી તા. ૧૯ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ સવારે ૯:૦૦ કલાકે સ્થળ પર યોજાશે.
દુકાનોની અપસેટ કિંમત અંદાજે રૂ.૨૧.૧૦ લાખથી રૂ.૩૬.૮૦ લાખ સુધી રાખવામાં આવી છે. હરરાજીમાં ભાગ લેવા ઇચ્છુકોએ રૂ.૨ લાખનો ચેક અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ રાજકોટ મહાનગરપાલિકાના નામે ડિપોઝિટ તરીકે જમા કરાવવાનો રહેશે. ડિપોઝિટ ૧૮ ઓગસ્ટ, ૨૦૨૬ સુધી એસ્ટેટ શાખા, રૂમ નં. ૧૦, ત્રીજો માળ, ઢેબરભાઈ રોડ ખાતે ઓફિસ સમય દરમિયાન અથવા હરરાજીના દિવસે સ્થળ પર પણ સ્વીકારવામાં આવશે.
હરરાજીમાં ભાગ લેનારોએ આધાર કાર્ડ અને પાન કાર્ડ સહિત જરૂરી ઓળખ દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. સફળ બોલીદારે સ્થળ પર જ કુલ કિંમતના ૨૫ ટકા (ડિપોઝિટ બાદની) રકમનો ચેક આપવાનો રહેશે, જ્યારે બાકીની ૭૫ ટકા રકમ સામાન્ય સભાની મંજૂરી બાદ લેખિત જાણ થયેથી ૬૦ દિવસમાં ભરપાઈ કરવાની રહેશે. આ અંગે મહાનગરપાલિકાની સતાવાર યાદીમાં જણાવામાં આવ્યુ છે કે, સ્પષ્ટ કર્યું છે કે દુકાનો હાલની સ્થિતિમાં જ વેચાણથી આપવામાં આવશે. રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ, સ્ટેમ્પ ડ્યૂટી, નોંધણી ખર્ચ, વીજ જોડાણ અને સ્થાનિક કરવેરાનો તમામ ખર્ચ ખરીદનારને ભોગવવાનો રહેશે.
આ શોપિંગ સેન્ટરમાં દુકાનો ઉપરાંત મિની સુપર માર્કેટ, દૂધની ડેરી, ડૉક્ટર ક્લિનિક, બ્યુટી પાર્લર, સલૂન સહિત વિવિધ વ્યવસાય માટે અનુકૂળ સુવિધાઓ ઉપલબ્ધ હોવાનું મહાનગરપાલિકાએ જણાવ્યું છે. ઉપરાંત સ્થળે વિશાળ ફ્રન્ટ પાર્કિંગ, સ્પષ્ટ માલિકી દસ્તાવેજો અને બેંક લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે.
કઇ દુકાનની કેટલી અપસેટ કિંમત
ફ્લોર દુકાન ન. કાર્પેટ એરીયા ચો.મી આશરે અપસેટ કિંમત રૂ.
G.F ૧ ૪૨.૨૧૦ ૩૬૭૦૦૦૦
G.F ૨ ૪૨.૨૫૭ ૩૬૭૦૦૦૦
G.F ૩ ૪૨.૨૫૭ ૩૬૭૦૦૦૦
G.F ૪ ૪૨.૩૦૪ ૩૬૮૦૦૦૦
G.F ૫ ૨૪.૪૫૩ ૨૧૩૦૦૦૦
G.F ૬ ૨૪.૨૪૧ ૨૧૧૦૦૦૦
G.F ૭ ૪૨.૨૬૫ ૩૬૭૦૦૦૦
G.F ૮ ૪૨.૨૫૭ ૩૬૭૦૦૦૦
G.F ૯ ૪૨.૨૧૦ ૩૬૭૦૦૦૦
(3:23 PM IST)










