News of Thursday, 6th August 2026
રાજકોટ ડિવિઝનમાં ડિવિઝનલ રેલ ઉપભોક્તા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

રાજકોટ, તા. ૬ : પヘમિ રેલવેના રાજકોટ ડિવિઝનમાં ડિવિઝનલ રેલ ઉપભોક્તા સલાહકાર સમિતિ (DRUCC)ની બેઠકનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકની શરૂઆતમાં સમિતિના સચિવ અને સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાએ તમામ સભ્યોનું સ્વાગત કર્યું હતું.
ત્યારબાદ સમિતિના અધ્યક્ષ અને રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) શ્રી ગિરિરાજ કુમાર મીનાએ ડિવિઝનની પ્રમુખ સિદ્ધિઓ તથા પૂરી પાડવામાં આવી રહેલી પેસેન્જર સુવિધાઓ અંગે સભ્યોને વિગતવાર માહિતી આપી હતી.
બેઠક દરમિયાન સમિતિના સભ્યો દ્વારા પોતપોતાના ક્ષેત્રોને લગતી રેલવેની સમસ્યાઓ, નવી ટ્રેનોનું સંચાલન, ટ્રેનોના સ્ટોપેજમાં વધારો, ટ્રેનોના વિસ્તરણ, ડબલ ટ્રેક સહિત વિવિધ રેલ પ્રોજેક્ટ્સને ઝડપથી પૂર્ણ કરવા તથા ડિવિઝનના સ્ટેશનો પર વધુ સારી મુસાફર સુવિધાઓ પૂરી પાડવા માટે પોતાના અમૂલ્ય સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા.
ડિવિઝનલ રેલવે મેનેજર પ્રબંધક શ્રી ગિરિરાજ કુમાર મીનાએ સભ્યો દ્વારા આપવામાં આવેલા તમામ સૂચનો પર ઝડપી અને યોગ્ય કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું.
આ પ્રસંગે સમિતિના સભ્યોમાં સર્વશ્રી પાર્થિવકુમાર ગણાત્રા, પૂજા વઘા સિયા, અમળતલાલ વાઢેર, દીપકભાઈ રવાણી, ડૉ. મયંક ઠક્કર, પ્રદીપ મહેતા, યોગેશ મિશ્રા, નરેન્દ્ર પંચાણી, દિલીપસિંહ પરમાર, પ્રવીણ ત્રિવેદી, કિરીટ કુમાર ત્રિવેદી અને સુધીર વછરાજાની ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન રાજકોટ ડિવિઝનના અપર ડિવિઝનલ રેલ પ્રબંધક બ્રિજેશ કુમાર સિંહ સહિત વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
(2:31 PM IST)










