News of Thursday, 6th August 2026
જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (જીતો) રાજકોટ દ્વારા શનિવારે જીતો લેડીઝ વિંગ અને જીતો યુથ વિંગનો પ્રારંભ કરાવશે

રાજકોટ : જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (જીતો) દ્વારા આગામી શનિવારે સંસ્થાના વધુ વિકાસ અર્થે જીતો લેડીઝ વિંગ અને જીતો યુથ રાજકોટનો શુભારંભ કરવા જઇ રહ્યા છે. ઓલ ઇન્ડિયા ખાતે પ્રારંભ થનાર આ યુથ વિંગ ૧૧૩માં ક્રમાંકે અને લેડીઝ વિંગ ભારતભરમાં ૧૧૯મા ક્રમાંકે પોતાનું સ્થાન પ્રાપ્ત કરી કાર્યરત બનશે. તેમ યાદીમાં જણાવાયું છે.
આ જીતો યુજ ગ્રુપ દ્વારા વ્યવસાયિક અને આર્થિક લાભ અને બિઝનેશ નેટવર્કીંગ થકી રાજય અને દેશભરનું મોટા ઉદ્યોગપતિઓ તથા યુવા સાહિસકો સાથે જોડાવવાની તક મળે છે. રેફરલ અને પાર્ટનરશીપ થકી નવા ગ્રાહકો, વેન્ડર્સ અને બિઝનેસ પાર્ટનર શોધવા માટે માહિતીસભર પ્લેટફોર્મ પુરૂ પાડે છે. અને આર્થિક વિકાસમાં જોઇએ તો યુવાનોને સ્ટાર્ટઅપ અને આર્થિક પ્રવૃત્તિઓમાં આગળ વધવા પ્રોત્સાહિત કરે છે. વ્યકિતગત વિકાસ અને નેતૃત્વ અને સ્વ-નિર્ભરતા યુવાનોમાં આત્મવિશ્વાસ વધારી તેમને સક્ષમ બનાવવામાં આવે છે. નેતૃત્વ કૌશલ્ય માટે વિવિધ સેમીનાર, કોન્ફરન્સ અને સ્પોર્ટસ સમિટ દ્વારા ભવિષ્યના નેતાઓ તૈયાર થાય છે. યુવાનોના જ્ઞાનવર્ધન માટે અને વિવિધ ક્ષેત્રોનાં નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન અને એજયુકેશનલ પ્રોગ્રામ્સ યોજાતા રહે છે. તેમ યાદીમાં જણાવાયું છે.
જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન લેડીઝ વિંગની મહિલાઓને આર્થિક વિકાસ, સામાજિક અને વ્યવહારિક રીતે સશકત બનાવવાનું ઉત્તમ પ્લેટફોર્મ છે. આ સંસ્થામાં જોડાવવાથી મહિલાઓને બિઝનેસ નેટવર્કીંગ, કૌશલ્ય વિકાસ તાલીમ, આધ્યાત્મિક અને સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની ઉત્તમ તકો મળે છે. તેમ જણાવાયું છે.
જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન યુથ વિંગ અને લેડીઝ વિંગનો શુભારંભ રાજકોટ ખાતે આગામી શનિવાર તા. ૮ના રોજ સાંજે ૪ થી ૭ દરમ્યાન કાલાવાડ રોડ ખાતે આવેલ ટ્રીટ રીસોર્ટ ખાતે કરવામાં આવનાર છે. સોનમ કવાર્ટઝ અને અન્ય સહયોગીઓનો સાથ મળેલ હોવાનું યાદીમાં જણાવાયું છે. આ તકે યુથ વિંગના શુભારંભ નિમિતે સભ્ય ફી ર૦ વર્ષ માટે રૂા. ૧૧૦૦૦ અને લેડીઝ વિંગ સભ્ય ફી આજીવન માટે રૂા. ૧૧૦૦૦ રાખવામાં આવેલ છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા જીતો રાજકોટના ચેરમેન હેમલ શાહ, ચીફ સેક્રેટરી અમીષ મહેતા, જીતો યુથના ચેરમેન હર્શિલ શાહ અને ચીફ સેક્રેટરી દર્શિત મહેતા, લેડીઝ વિંગના ચેરમેન જયશ્રીબેન શાહ અને ચીફ સેક્રેટરી ડૉ. શ્વેતાબેન સંઘાણી સહીતના જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:16 PM IST)










