તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Saturday, 8th August 2026
તહેવારો પહેલાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ઉછાળો :સિંગતેલ રૂ.2900ને પાર અને કપાસિયા તેલ રૂ.2795 પહોંચ્યું.
મોડી વાવણીને લીધએ બજારમાં કપાસ અને મગફળીની નવી ફસલની આવક મોડી થતા ભાવમાં મજબૂતાઈ

રાજકોટ :તહેવારોની સીઝન શરુ થાય તે પહેલા જ ગૃહિણીઓ અને મધ્યમ વર્ગનું બજેટ ખોરવાય શકે તેવા સમાચાર આવ્યા છે. ગુજરાતમમાં ખાદ્યતેલના ભાવમાં ફરી એકવાર મોટો ઉછાળો જોવા મળ્યો છે. સિંગતેલ અને કપાસિયા તેલ બંનેમાં સીધો રુ.10નો ભાવવધારો ઝીંકવામાં આવતા તેલનાં ડબ્બાના ભાવ ઐતિહાસિક સપાટી તરફ વધી રહ્યા છે.
રાજકોટ તેલબજારમાં આજે સીંગતેલના નવા ડબ્બાનો ભાવ રૂ.10 વધીને રૂ.2850 થી રૂ.2900ની સપાટીએ પહોંચ્યો છે. સામાન્ય લોકોમાં વધારે વપરાતાં કપાસિયા તેલમાં પણ ડબ્બે રૂ.10નો સુધારો નોંધાતાં ભાવ રૂ.2745 થી રૂ.2795 થયો. ઉપરાંત પામોલીન તેલમાં રૂ.5ના વધારા સાથે ડબ્બાનો ભાવ રૂ.2360 થી રૂ.2365 પહોંચી ગયો છે.
બજારના નિષ્ણાંતો અને વેપારીઓ પાસેથી જાણ્યા પ્રમાણે, આ વર્ષે તેલના ભાવ વધવા પાછળનું મુખ્ય કારણ ચોમાસા ઋતુ દરમિયાન મોડી વાવણી છે. મોડી વાવણીને લીધએ બજારમાં કપાસ અને મગફળીની નવી ફસલની આવક મોડી થઇ છે. પુરવછા પર અસર પડતાં જ કાચા માલની અછત સર્જાઈશ છે. જેના લીધે મિલરો અને વેપારીઓને ભાવ વધારવાની ફરજ પડી છે.
જોકે, મોંઘવારીનો સામનો કરી રહેલા લોકો માટે રાહતની વાત એ છે કે, બજારના તજજ્ઞોના મતે નવરાત્રી બાદ નવી ફસલની મોટા પાયે આવક શરુ થશે, જેથી ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થવાની પૂરી શક્યતા છે. નવરાત્રિ અને દિવાળીની સિઝન પૂરી થતાંની સાથે જ પુરવઠો નિયમિત થઈ જશે, અને તેલના ભાવ સામાન્ય સપાટી પર આવી જશે તેવો આશાવાદ વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.
(11:59 AM IST)










