<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

રાજકોટના વકિલની સુરતના સાયણમાં આવેલી કિંમતી જમીન પચાવી પાડવાનો સુરતી મા-દિકરાનો કારસો

એડવોકેટ પિન્‍ટુભાઇ પણસારાએ ૨૦૧૮માં ભાગીદારો સાથે મળી સાયણમાં જમીન લીધી છેઃ ભાવુબેન વણોદીયા અને તેના દિકરા ભરતે કાવત્રુ ઘડી નકલી વેંચાણખત ઉભુ કરી કોર્ટમાં દાવો દાખલ કર્યોઃ માનસિક રીતે હેરાન કરતાં તાલુકા પોલીસમાં ફરિયાદઃ પીઆઇ પી. જી. આલએ તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૮: શહેરમાં નાના મવા રોડ પર રહેતાં એડવોકેટ અને જમીન મકાનના ધંધાર્થી યુવાન અને તેમના ભાગીદારોની સુરતના ઓલપાડના સાયણ ગામે આવેલી કિંમતી જમીનના બોગસ વેંચાણખત ઉભા કરી સુરતમાં જ રહેતી એક મહિલા અને તેના દિકરાએ કાવત્રુ ઘડી વકિલને ફોન કરી તમે મને દસ્‍તાવેજ ક્‍યારે કરી આપો છો, મેં તમારી જમીન ૨૧ લાખમાં ખરીદી લીધી છે અને તમારા ભાગીદારને ૧૨ લાખ આપી દીધા છે તેમ કહી રાજકોટ ઘરે આવી બદનામ કરવાની ધમકી દેતાં તેમજ સુરત કોર્ટમાં નકલી દસ્‍તાવેજોને આધારે દાવો દાખલ કરી માનસિક રીતે હેરાન કરી મુકતાં ફરિયાદ થઇ છે.

આ બનાવમાં તાલુકા પોલીસે નાના મવા રોડ તાપસ સોસાયટી મકાન નં. ૨૦ વૃંદાવન ડેરી પાસે રહેતાં પિન્‍ટુભાઇ પરષોત્તમભાઇ પણસારા (ઉ.વ.૪૨)ની ફરિયાદ પરથી સુરત સિંગણપોરમાં શિવમ્‌ સોસાયટી વિભાગ-૨ ઘર નં. ૫૪માં રહેતાં ભાવુબને રાજુભાઇ વણોદીયા અને તેના પુત્ર ભરતભાઇ રાજુભાઇ વણોદીયા અને તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધ્‍યો છે.

જાણવા મળ્‍યા મુજબ પિન્‍ટુભાઇ હાલ વકિલાત કરવાની સાથે સાથે જમીન-મકાન લે-વેંચનું કામ પણ કરે છે. તેમેણે ફરિયાદમાં જણાવ્‍યું છે કે વર્ષ ૨૦૧૮માં મેં ભાગીદાર જયેશભાઇ જેન્‍તીભાઇ પાંભર સાથે મળી ભાગીદારીમાં સુરત ખાતે ધનરાજ ડેવલોપર્સના ભાગીદાર મિલન મનસુખભાઇ પાંભર, હમસુભાઇ બેડ, પરશેભાઇ સરધારા પાસેથી ઓલપાડના સાયણ ગામે ૨૯૧૫ ચો.મીટરનો પ્‍લોટ રૂા. ૧૭,૬૦,૦૦૦માં લીધો હતો. જે પ્‍લોટ ખુલ્લો પડેલો છે અને તેની કોઇ દેખરેખ રાખતું નથી. આઆ પ્‍લોટનો દસ્‍તાવેજ બાલાજી હોલ પાસે આવેલી મારી ઓફિસે મેં રાખ્‍યો હતો.

દરમિયાન તા. ૬/૫/૨૫ના રોજ મને એક મોબાઇલ પરથી ફોન આવ્‍યો હતો. જેમાં કોઇ મહિલા વાત કરતાં હતાં, તેણે પોતાનું નામ ભાવુબેન વણોદીયા હોવાનું અને પોતે સુરતના હોવાનું કહ્યું હતું. તેમજ મને પ્‍લોટનો દસ્‍તાવેજ ક્‍યારે કરી આપો છો? તેમ પુછ્‍યું હતું. આથી મેં તેમને કયો પ્‍લોટ? એવુ પુછતાં તેમણે સાયણ ગામમાં આવેલાો તમારો પ્‍લોટ અમે ૨૧ લાખમાં લીધો છે, તેમાંથી ૧૨ લાખ મિલનભાઇને આપી દીધા છે અને પ્‍લોટનો દસ્‍તાવેજ મારી પાસે છે. તેમ કહી તેણીએ મારા રાજકોટના ઘરનું એડ્રેસ પુછી બદનામક રવા રાજકોટ આવશે તેમ કહ્યું હતું.

આ પછી મેં મારી ઓફિસે જઇ પ્‍લોટનો દસ્‍તાવેજ જ્‍યાં રાખ્‍યો હતો ત્‍યાં જોતાં દસ્‍તાવેજ ત્‍યાં નહોતો. જેથી મેંતાલકુા પોલીસમાં જે તે વખતે અરજી કરી હતી. એ પછી તા. ૨૪/૫/૨૫ના રોજ સુરત ડીસીબી પોલીસ સ્‍ટેશનથી વ્‍હો્‌ટસએપ દ્વારા મને નોટીસ મળી હતી. જેમાં અરજીના કામે જરૂરી આધાર પુરાવા સાથે નિવેદન આપવા હાજર રહેવા જણાવાયું  હતું. આથી દસેક દિવસ બાદ હું સુરત ચોકબજાર પોલીસ સ્‍ટેશન ખાતે ૧૧/૮/૨૫ના રોજ નોટીસનો જવાબ લખાવવા ગયો હતો. જ્‍યાં મને મારા વિરૂધ્‍ધ અરજી કરનાર ભાવુબેને રજુ કરેલ વેંચાણખતના કાગળની કોપી બતાવાઇ હતી. જેમાં મારી અને અન્‍ય વ્‍યક્‍તિઓની ખોટી સહીઓ હતી. જેથી મેં હસ્‍તાક્ષર નિષ્‍ણાંત પાસે મોકલવા આ સહીના નમુના લીધા હતાં. તે વખતે ભાવુબેનને આ અંગે સમજ આપવા પોલીસ ઘરે જતાં તેણીનું ઘર બંધ હોઇ તેમના વકિલને પોલીસે સમજ આપી હતી. પણ તેણે  કબ્‍જા રસીદ પૃથ્‍થકરણ માટે એફઅએસએલમાં મોકલવા ના પાડી હતી. જેથી અમારા વિરૂધ્‍ધની અરજી પોલીસે ફાઇલ કરી હતી.

આ અરજી સંદર્ભે આરટીઆઇથી માહિતી માંગી મારી મારી કોલડીટેઇલ કઢાવતાં મારુ અને અન્‍ય વ્‍યક્‍તિઓનું તુમજ ભાવુબેનનું લોકેશન અલગ અલગ હતું. ભાવુબેને અરજીમાં પોતાના નિવેદનમાં લખાવેલુ કે તા. ૩૦/૪/૨૪ના રોજ મેં તથા મારા ભાગીદાર જયેશભાઇ પાંભર તથા પ્‍લોટ અમને વેંચનાર મિલનભાઇ પાંભર, પરેશભાઇ સરધારાએ ભાનુબેનના ઘરે જઇ તેમના દિકરા ભરતભાઇ પાસે પિન્‍ટુભાઇએ લખાવ્‍યા મુજબ કબ્‍જા સહિતનું વેંચાણખત સાદા કાગળમાં લખાવેલ અને રોકડા ૧૧ લાખ લીધેલા તેમજ બાદમાં ૧ લાખ પણ આપ્‍યા છે તેવું ખોટુ લખાણ લખ્‍યું હતું. જો કે હકિકતમાં હું કદી પણ ભાવુબેનને મળ્‍યો નથી કે તેને જોયા પણ નથી. આમ છતાં અમારો પ્‍લોટ પચાવી પાડવા તેણે ખોટા દસ્‍તાવેજો ઉભા કરી કાવત્રુ ઘડી પોલીસમાં ખોટી અરજી કરી હતી. આટલું જ નહીં ભાવુબેન  દ્વારા બનાવટી અને ખોટા વેચાણખતના કાગળોનો સાચા તરીકે ઉપયોગ કરી ઓલપાડ પ્રિન્‍સિપાલ સિનિયર સિવિલ જજ સાહેબની કોર્ટમાં દાવો પણ દાખલ કરી દેવામાં આવ્‍યો હતો.

ભાવુબેન ગણોદીયા અને તેના દિકરા ભરતભાઇ ગણોદીયાએ સાથે મળી ગુનાહિત કાવત્રુ રચી અમારા કિંમતી જમીનને વિવાદીત બનાવી દેવાના ઇરાદે નકલી વેચાણખતનો ઉપયોગ કરી આ જમીન અમે વેંચાણી આપી દીધી છે તેવી ખોટી અરજી કરી અમારા વિરૂધ્‍ધ ઓલપાડ કોર્ટમાં દાવો દાખલ કરી માનસિક રીતે હેરાન કર્યો હોઇ તેના વિરૂધ્‍ધ ફરિયાદ દાખલ કરાવી છે. તેમ વધુમાં પિન્‍ટુભાઇ પણસારાએ જણાવતાં તાલુકા પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ પી. જી. આલએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(11:59 AM IST)