<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

૧૯૩૩થી સ્‍વાદની પરંપરા જાળવતી રાજકોટની ઓળખઃ જયસીયારામ ભગત પેંડાવાળા ના શો-રૂમનું ગુરૂવારે પુનઃ સ્‍થાપન

સંસ્‍થાપક સ્‍વ. રઘુનંદનભાઈ સેજપાલની જન્‍મજયંતી નિમિત્તે ડો. યાજ્ઞિક રોડ સ્‍થિત શો-રૂમનું નવીનીકરણઃ વારસા અને આધુનિકતાના સમન્‍વય સાથે મિથિલાબેન સેજપાલ પટેલ બિઝનેસને આપી રહ્યા છે નવી ઊંચાઈ

રાજકોટઃ રાજકોટનું નામ પડે એટલે મુખમાં મોહક સ્‍વાદ ઘોળતા ભગતજીના પેંડા આપોઆપ યાદ આવી જાય. વર્ષ ૧૯૩૩થી પોતાની અવિરત આગવી સ્‍વાદ પરંપરા જાળવી રાખનાર રાજકોટની અગ્રણી બ્રાન્‍ડ જયસીયારામ ભગત પેંડાવાળા દ્વારા ડો. યાજ્ઞિક રોડ પર આવેલા પોતાના શો-રૂમનું નવીનીકરણ (રિનોવેશન) કરી પુનઃ સ્‍થાપન કરવામાં આવી રહ્યું છે. સંસ્‍થાપક દીર્ઘદ્રષ્ટા સ્‍વ. રઘુનંદન હરજીવનભાઈ સેજપાલ (રઘુભાઈ)ના પ્રાગટય દિને, તારીખ ૧૩ ઓગસ્‍ટ ૨૦૨૬, ગુરુવારના રોજ સવારે ૦૮:૩૦ વાગ્‍યાથી આ નવનીકળત શો-રૂમ ગ્રાહકો માટે ખુલ્લો મૂકવામાં આવશે.

૧૯૩૩થી શરૂ થયેલી સ્‍વાદ, ગુણવત્તા અને વિશ્વાસની સફર

પહેલાના સમયમાં માવાના પેંડાનું ચલણ વધુ હતું, ત્‍યારે ૧૯૩૩માં દૂધના શુદ્ધ પેંડા બનાવી થાણામાં લઈ ફાટક અને શેરીઓમાં ફેરી કરીને આ બિઝનેસની શરૂઆત કરવામાં આવી હતી. મૂળ નામ હરજીવનભાઈ હતું, પરંતુ સીતારામ નામના જપ અને જયસીયારામ બોલવાની આદતને કારણે લોકોમાં તેઓ જયસીયારામ ભગત તરીકે ઓળખાવા લાગ્‍યા. ત્‍યારબાદ ધર્મેન્‍દ્ર રોડ, પંચનાથ રોડ અને ડો. યાજ્ઞિક રોડ પર શાખાઓ વિસ્‍તારવામાં આવી હતી. ૧૯૮૦ની સાલમાં અમદાવાદ ખાતે પણ નવી શાખા શરૂ કરવામાં આવી. આજે દેશ-વિદેશમાં વસતા રાજકોટવાસીઓ માટે જયસીયારામના પેંડા એક અનિવાર્ય ભેટ બની ગયા છે.

સિદ્ધાંતો અને નૈતિક

 મૂલ્‍યોનો વારસો

સ્‍વ. રઘુભાઈ સેજપાલે નાની વયે (૧૩ વર્ષે માતા અને ૧૯ વર્ષે પિતાનું છત્ર ગુમાવ્‍યા બાદ) જીવનની મોટી જવાબદારીઓ ઉપાડી લીધી હતી. પ્રભુ શ્રી રામજીના ચુસ્‍ત ભક્‍ત એવા રઘુભાઈ કર્મ એ જ ધર્મના સિદ્ધાંતમાં દ્રઢ માનતા હતા. તેઓ દીકરા-દીકરીને સમાન ગણવાની પ્રગતિશીલ વિચારસરણી ધરાવતા હતા.

પિતાના આ જ સિદ્ધાંતો અને નૈતિક મૂલ્‍યોને આગળ ધપાવતા તેમના પુત્રી મિથિલાબેન આર. સેજપાલ પટેલ માત્ર ૧૮ વર્ષની નાની ઉંમરે પેંડાના આ વ્‍યવસાયમાં જોડાયા હતા. પિતાના અવસાન બાદ તેમણે બિઝનેસની બાગડોર સંભાળી અને ટ્રેડિશનલ મીઠાઈઓની સાથે આધુનિક ફયુઝન મીઠાઈઓના નવા આઈડિયા ઉમેરીને બિઝનેસને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્‍યો છે.

એ જ સ્‍વાદ... એ જ ગુણવત્તા... અને એ જ વિશ્વાસ

જયસીયારામ ભગત પેંડાવાળા પોતાની અપ્રતિમ ગુણવત્તા માટે સતત ચર્ચામાં રહ્યા છે. ચિત્રલેખા, અભિયાન, લંડનનું વોગ મેગેઝીન, કલર્સ ગુજરાતી જેવા વિવિધ ખ્‍યાતનામ મીડિયા માધ્‍યમો દ્વારા તેમની નોંધ લેવામાં આવી છે. રાજકોટ શહેરની ૪૦૦ વર્ષની ઉજવણીમાં પણ નાગરિક બેંક તરફથી આ પેંડા હાઉસને બ્રાન્‍ડ ઓફ રાજકોટના એવોર્ડથી નવાજવામાં આવ્‍યું હતું.

સેજપાલ પરિવાર (જયશ્રીબેન રઘુનંદન સેજપાલ, મિથિલાબેન સેજપાલ પટેલ તથા જયસીયારામ પરિવાર) દ્વારા રાજકોટના તમામ તોહીઓ અને ગ્રાહકોને મોંઢું મીઠું કરવા અને આશીર્વાદ આપવા માટે નિમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે. સાથે જ, માર્કેટમાં જયસીયારામના નામે ચાલતી ડુપ્‍લીકેટ બનાવટોથી બચવા અને માત્ર અધિકળત શો-રૂમ પરથી જ ખરીદી કરવા માટે પણ ગ્રાહકોને અનુરોધ કરવામાં આવ્‍યો છે.

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે મિથીલાબેન ચંદ્રેશભાઈ પટેલ (સેજપાલ) અને શહેર ભાજપ ઉપપ્રમુખ કૌશીકભાઈ ચાવડા નજરે પડે છે.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(2:24 PM IST)