તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૪ મંગળવાર
News of Tuesday, 11th August 2026
ગીતાનગરના સંગીતકાર ઉમંગ મહેતા સાથે મિત્ર રીયાકુમારીની અડધા લાખની ઠગાઇ
પંદર વર્ષ પહેલા ડીજે ઇવેન્ટમાં પરિચય થયો પછી બંને સોશિયલ મિડીયાથી સંપર્કમાં હતાં : રોકાણ પર શરૂઆતમાં ચાર હજાર આપ્યાઃ પછી ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું: ભક્તિનગર પોલીસ મથકના એએસઆઇ હર્ષભાઇ માવદીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૧૧: શહેરમાં ઓનલાઈન ઈન્વેસ્ટમેન્ટ અને ગેમિંગ એપના નામે ઊંચા વળતરની લાલચ આપી ઠગાઈ આચરવાનો વધુ એક કિસ્સા પોલીસ ચોપડે ચડયો છે. શહેરના ભક્તિનગર વિસ્તારમાં રહતાં સંગીતકાર યુવકને પંદર વર્ષ પહેલા એક ડીજે ઇવેન્ટમાં પરિચય થયા બાદ મિત્ર બનેલી યુવતિએ સોશિયલ મીડિયા મારફત ગોલ્ડ ઇન્વેસ્ટ નાઉ નામની ઓનલાઈન એપ્લિકેશનમાં રોકાણ કરવા લલચાવી રૂપિયા ૫૦,૦૦૦ની રકમ પચાવી પાડતાં ફરિયાદ થઇ છે. શરૂઆતમાં ચારેક હજાર જેવી રકમ તેને અપાઇ હતી. પણ પાછળથી નફો કે મુળ રકમ આપી નહોતી.
આ બનાવમાં ભક્તિનગર પોલીસે ગીતાનગર શેરી નં. ૧માં શ્રી હરિઉપકાર મકાન ખાતે રહેતાં સંગીતકાર ઉમંગ ઉમેશભાઈ મહેતા (ઉં.વ. ૩૦)ની ફરિયાદ પરથી રીયાકુમારી ગોર, ડીબીએસ બેંક એકાઉન્ટના ખાતાધારક અને ખાતાનો ઉપયોગ કરનાર તેમજ ફ્રોડની રકમ મેળવનાર અને તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધ્યો છે. ઉમંગ મહેતાએ જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહું છું. મારી સાથે મારા પિતા ઉમેશભાઇ, માતા દેવીબેન અને માોટ ભાઇ હરિતભાઇ અને ભાભી જાનકીબેન રહે છે. હું સંગીતકાર તરીકે કામ કરી ગુજરાન ચલાવુ છું. આજથી અગીયાર વર્ષ પહેલા વર્ષ ૨૦૧૫-૧૬માં ઘંટેશ્વર પાર્ક ખાતે એક ડી.જે. ઇવેન્ટ દરમિયાન મારી મુલાકાત રીયાકુમારી ગોર નામની યુવતી સાથે થઈ હતી.
ત્યારબાદ બંનએ એક બીજાના નંષ્બર લીધા હોઇ સોશિયલ મિડીયાથી એક બીજાના સંપર્કમાં હતાં. એ પછી રીયાકુમારીએ મને તેના વ્હોટ્સએપ નંબર પરથી એક ગેમીંગ એપ રમ્મી ગોલ્ડ ઇન્વેસ્ટ નાઉ નામની વેબસાઇટના ફોટા મોકલ્યા હતાં અને કહ્યું હતું કે આ કંપનીમાં તમે ઇન્વેસ્ટ કરો તો સારુ રીટર્ન મળશે. જેમાં તમારા જવાબદારી મારી રહેશે. આ પછી રીયાકુમારીએ પોતાની જાતે આ કંપનીમાં કામ કરતી હોવાનું અને પોતે પણ મોટો નફો મેળવતી હોવાનો વિશ્વાસ અપાવ્યો હતો. તેમજ વ્હોટ્સએપમાં ફોટા મેસેજ, વિડીયો મોકલી અલગ અલગ પેકેજની માહિતી આપી હતી. તેણે એમ પણ કહેલું કે આ ગેમીંગ એપનો પ્રોજેક્ટ મારા હાથમાં જ છે અને બધુ હું જ મેનેજ કરુ છું, બધાનું પેમેન્ટ પણ હું જ કરુ છું.
આથી મેં રીયાકુમારી પર વિશ્વાસ કરીને તા.૩-૨-૨૦૨૫ના રોજ મારા એબીઆઇ બેંક એકાઉન્ટમાંથી આઇએમપીએસ મારફતે રીયાકુમારીએ જણાવેલ ડીબીએસ બેંકના ખાતામાં રૂપિયા ૫૦,૦૦૦ ટ્રાન્સફર કર્યા હતા. રોકાણ કર્યા બાદ કરાર મુજબ તા. ૧૦/૨/૨૦૨૫ થી તા. ૧૪/૨/૨૦૨૫ દરમિયાન દરરોજના રૂપિયા લેખેને રૂપિયા ૧,૦૦૦-૧,૦૦૦ મળીને કુલ રૂપિયા ૪,૦૦૦ મારા બેંક ખાતામાં જમા થયા હતાં.
ચોક્કસ દિવસો સુધી વળતર આપ્યા બાદ રીયાકુમારીએ બાકીનું વળતર કે મુળ રકમ આપવાનું બંધ કરી દીધુ હતું. મેં અવારનવાર ફોન અને મેસેજ કરીને મારા નાણાં પાછા માંગતા રીયાકુમારી ગોળ-ગોળ જવાબો આપવા લાગી હતી અને અંતે ફોન-મેસેજનો જવાબ આપવાનું પણે બંધ કરી દીધુ હતું. ઠગાઇ થયાનું જણાતાં અંતે પોલીસને જાણ કરી હતી. ભક્તિનગર પીઆઇ જે. ડી. પરમારની રાહબરીમાં એએસઆઇ હર્ષભાઇ કે. માવદીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:32 PM IST)










