<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

રાજકોટ પોલીસ બેડામાં વધુ એક ફેરફાર: પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ વધુ ૪૭ એએસઆઈ, હેડકોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલોની આંતરિક બદલીનો ઓર્ડર કર્યો : જુઓ સંપુર્ણ સુચિ

​સતત બીજા દિવસે બદલીનો ઘાણવો ચાલુ રહ્યો: ડીસીબી અને પીસીબીના કર્મચારીઓ સહિતની પણ નવી જગ્યાએ નિમણૂક

​રાજકોટ: ​રાજકોટ શહેર પોલીસ તંત્રમાં વહીવટી સરળતા જાળવી રાખવાના ભાગરૂપે મોટા પાયે આંતરિક બદલીઓનો દોર ચાલી રહ્યો છે. શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા વધુ એક મહત્વનો આદેશ જારી કરીને શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનો તેમજ શાખાઓમાં ફરજ બજાવતા ૪૭ જેટલા એએસઆઈ, હેડકોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલોની એકસાથે આંતરિક બદલી કરવામાં આવી છે.

​અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેર પોલીસમાં ગઈકાલે પણ કર્મચારીઓની આંતરિક ફેરબદલ કરવામાં આવી હતી, જેના ક્રમમાં આજે સતત બીજા દિવસે પણ બદલીનો આ ઘાણવો ચાલુ રહ્યો છે. કમિશનરના આ તાજેતરના ઓર્ડરમાં ક્રાઈમ બ્રાંચ અને પીસીબીના કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. બદલીનું લિસ્ટ આ મુજબ છે.

(9:25 PM IST)