તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૭ ગુરૂવાર
News of Wednesday, 12th August 2026
કારીગીરીનો પર્દાફાશઃ કારના દરવાજામાં છૂપાવેલા દારૂના જથ્થા સાથે હિતેશ ઝડપાયો
૬૬ હજારના દારૂ, કાર સહિત ૩.ર૧ લાખનો મુદામાલ કબ્જેઃ યુનિવર્સિટી પોલીસનો બાતમીના આધારે રૈયા પાસે દરોડો

રાજકોટ તા. ૧ર :.. રૈયા ગામ તરફ જતા રસ્તે મેલડી માતાજીના મંદિર નજીકથી યુનિવર્સિટી પોલીસે બાતમીના આધારે દરોડા પાડી રૂા. ૬૬ હજારની કિંમ્તના દારૂ ભરેલી કાર સાથે રૈયાધારના આરોપીને પકડી લઇ ફરાર લીંબડીના આરોપીની શોધખોળ શરૂ કરી છે.
રૈયા ગામ તરફ જતા કાચા રસ્તા પર આઇ-ર૦ કારમાં અંગ્રેજી દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે યુનિવર્સિટી પોલીસે દરોડો પાડયો હતો. ચાલકની પુછતાછ કરતા પોતાનું નામ દિનેશ નરોતમભાઇ પરમાર (રહે. ઇન્દીરાનગર મફતીયાપરા, ૧ર માળીયા કવાર્ટર પાસે, રૈયાધાર) જણાવ્યુ હતું. પોલીસે કારની તલાસી લેતા કારના દરવાજામાંથી રૂા. ૬૬ હજારની કિંમતની દારૂની ર૪૦ બોટલ મળી આવતા દારૂ ઉપરાંત કાર અને ફોન સહિત કુલ રૂા. ૩.ર૧ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતાં. દિનેશની પુછતાછમાં લીંબડીના કરણ નરેશભાઇ સોલંકીનું નામ ખુલતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.
આ કામગીરી પીઆઇ કે. કે.ગોહીલ, પીએસઆઇ એસ. એન. શ્યોરા, એ.એસ.આઇ. જગમાલભાઇ ખટાણા, પો. હેડ કો. વિજુભા જાડેજા, મહીપાલસિંહ જાડેજા, પ્રતાપસિંહ મોયા, ગોપાલસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ કે. જાડેજા, કરણભાઇ મારૂ, દિવ્યરાજસિંહ સાવજુભા જાડેજા, પો. કો. દિવ્યરાજસિંહ સુખદેવસિંહ, પ્રવિણભાઇ જતાપરા, દિવ્યરાજસિંહ ટી. જાડેજાએ કરી હતી.
(12:47 PM IST)










