તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
News of Wednesday, 12th August 2026
જસદણના યુવક સાથે ફ્રોડ કરનાર આફ્રિકન ટોળકીના મુખ્ય સુત્રધારને રૂરલ સાયબર ક્રાઇમે ઝડપી લીધો
અગાઉ પકડાયેલ મહિલા સહિતના ૩ આરોપીઓ વધુ ૩ દિવસના રીમાન્ડ પર : એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમની ટીમે મુખ્ય સુત્રધારને દિલ્હીથી દબોચી લીધોઃ બપોર બાદ પ્રેસ કોન્ફરન્સમાં વધુ વિગતો જાહેર કરાશે

રાજકોટ, તા., ૧રઃ જસદણના શ્રમીક યુવકને લગ્નની લાલચ અને ગીફટ પાર્સલના નામે રૂા. ૬.૩૧ લાખ ખંખેરી લેનાર આફ્રિકન ટોળકીના મુખ્ય સુત્રાધારને રૂરલ સાયબર ક્રાઇમની ટોળકીની દિલ્હીમાંથી ઝડપી લઇ પુછતાછ હાથ ધરી છે.
રૂરલ સાયબર ક્રાઇમ ટીમે જસદણના યુવક સાથે ૬.૩૧ લાખની છેતરપીંડી કરનાર આફ્રિકન મહિલા જોસેફાઇનયા અંસાહ એન્જલ (ધાના) મંગેગેલી ઇમાની (તાંઝાનીયા)અને ફિલીપ બટિસ્ટા (દક્ષિણ સુદાન)ને ઝડપી લીધા બાદ રીમાન્ડ પુર્ણ થતા વધુ રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરાતા કોર્ટે તા.૧૩ સુધીના રીમાન્ડ મંજુર કર્યા છે. પકડાયેલ ઉકત ત્રણેય એઆઇ (ચેટજીપીટી) અને ગુગલ ટ્રાન્સલેટ જેવા ટુલ્સનો ઉપયોગ કરી ગુજરાતી યુવકોને જાળમાં ફસાવતા હોવાનું અને પકડાયેલ ૩ પૈકી બે આરોપીઓ કોમ્પ્યુટર એન્જીનીયરના વિદ્યાર્થી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
દરમ્યાન રૂરલ સાયબર ક્રાઇમની ટીમે દિલ્હીમાંથી આ ટોળકીના મુખ્ય સુત્રધાર આફ્રિકન શખ્સને ઝડપી લીધો છે. આ અંગેની વધુ વિગતો રૂરલ એસપી વિજયસિંહ ગુર્જર પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કરનાર છે.
(2:52 PM IST)










