<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

શ્રાવણ માસનો પ્રારંભ : શિવાલયોમાં ભાવિકોની ભીડ : હર હર મહાદેવના નાદ ગુંજયા

ત્રિદલમ ત્રિગુણાકારમ્‌ ત્રિનેત્ર ચ ત્ર્યાગયુધ્‍ધમ્‌ ત્રિજન્‍મપાપ સંહારમ્‌ એક બિલ્‍વમ શિવાર્પણમ્‌ વ્રત, જપ, તપનો મહીમા ઉજાગર : મહાદેવજીને રીઝવવા ઠેરઠેર શિવપુજા, અભિષેક, યજ્ઞ, ભજન-સત્‍સંગના કાર્યક્રમો

રાજકોટ : હળાહળ ઝેરને પચાવી જનાર દેવાધીદેવ શિવશંકરને રિઝવવાના પવિત્ર દિવસોનો માસ એટલે શ્રાવણ માસ! આજથી શ્રાવણ માસનો પ્રારંભ થતા પ્રથમ દિવસે જ ભાવિકોએ શિવશંભુના પુજન, અર્ચન અને દર્શન કરવા વહેલી સવારથી કતારો લગાવી દીધી હતી. હર હર ભોલે, ૐ નમઃ શિવાય, જય ગીરનારી, મહાદેવ હરના નાદનો સર્વત્ર ગુંજારવ શરૂ થઇ ચુકયો છે. રાજકોટના સુપ્રસિધ્‍ધ શ્રી પંચનાથ મહાદેવ, શ્રી જાગનાથ મહાદેવ, શ્રી મહાકાલેશ્વર, શ્રી કાશિવિશ્વનાથ, શ્રી નિલકંઠ મહાદેવ, શ્રી વિશ્વેશ્‍વર મહાદેવ મંદિરોમાં ભાવિકોએ ભારે ભીડ લગાવી હતી. જલાભિષેક, દુગ્‍ધાભિષેક, દિપમાળા, ભજન સત્‍સંગ તેમજ કયાંક શિવતાંડવ નૃત્‍યના કાર્યક્રમો આયોજીત થયા છે. તસ્‍વીરમાં રામનાથમ મહાદેવ, પંચનાથ મહાદેવ જાગનાથ મહાદેવ સહિતના મંદિરોમાં બિલ્‍વાભિષેક-જલાભિષેક કરી શિવલીંગની પૂજા કરતા ભાવિક ભકતો નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(11:45 AM IST)