News of Thursday, 13th August 2026
શાપર-વેરાવળમાં દુકાનમાંથી ગેરકાયદે ૧.રપ લાખના ફટાકડાનો જથ્થો કબ્જે
સેફટીના સાધનો કે લાયસન્સ વગર ફટાકડા રાખનાર દુકાનદાર સામે કાર્યવાહીઃ રૂરલ એસઓજીનો દરોડો

રાજકોટ તા. ૧૩ :.. શાપર-વેરાવળમાં રૂરલ એસઓજીએ દરોડો પાડી દુકાનમાંથી ગેરકાયદે ૧.રપ લાખના ફટાકડાનો જથ્થો કબ્જે કરી દુકાનદાર સામે કાર્યવાહી કરી હતી.
રૂરલ એસઓજીના પી.આઇ. એફ. એમ. પારઘી, પીએસઆઇ જી. જે. ઝાલા તથા પી. બી. મિશ્રા સહિતની ટીમે વેરાવળ મેઇન રોડ પ્રગતી મોલ, બીજા માળે દુકાન નં. ર૩૧ માં દરોડો પાડી દુકાનદાર જયસુખભાઇ રણછોડભાઇ સોલંકી ધંધો વેપાર રહે. વેરાવળ ગામ, નવદીપ મોલની બાજુમાં ખોડીયારનગર કબ્જા ભોગવટાવાળી, દુકાનમાં અલગ અલગ પ્રકારના સ્ફોટક ફટાકડા જમીનમાં ફુટી શકે તેવા અલગ અલગ પ્રકારના ફટાકડાની કિ. રૂા. ૧.રપ,૯૭પ ના મુદામાલ કોઇપણ પ્રકારના લાયસન્સ કે આધાર વગર અને કોઇપણ પ્રકાર ફાયર સેફટીના સાધનો રાખ્યા વગર પોતાની તથા અન્ય માણસોની જીંદગી જોખમમાં મુકાય તેવી બેદરકારી દાખવી વેચાણ અર્થે ફટાકડા પોતાના કબ્જામાંથી રાખી મળી આવતા તેની સામે ગુન્હો દાખલ કરી કાર્યવાહી કરાઇ હતી
(1:37 PM IST)










