News of Friday, 14th August 2026
રાજકોટ લોધીકા સહકારી ખરીદ-વેચાણ સંઘ ચૂંટણીમાં યાર્ડના ચેરમેન જયેશ બોઘરા સહિત ૪ સભાસદો ગેરલાયક ઠેરવતા ડે. કલેકટર
મંડળીને પણ ગેરલાયક ઠેરવાઇઃહવે સોમવારથી તા. ર૦ સુધી ફોર્મ ભરી શકાશે..

રાજકોટઃ તા.૧૪,રાજકોટ લોધિકા સહકારી ખરીદ-વેચાણ સંઘ લી.ની ૧૬ ડિરેક્ટરોની ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ આગામી સોમવારથી ઉમેદવારી ફોર્મ ભરવાનો પ્રારંભ થનાર છે. પરંતુ તે પૂર્વે જાહેર થયેલી આખરી મતદાર યાદીમાં ચાર મંડળીઓએ પોતાના પ્રતિનિધિ બદલતા, રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન સહિત ચાર મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરવામાં આવ્યા છે.આ ઉપરાંત, ૪ સભાસદો અને ૬ મંડળીના મતદારોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હોવાથી તેઓ આ ચૂંટણીમાં પોતાની ઉમેદવારી કરી શકશે નહીં.
સંઘની મતદાર યાદીમાં કરવામાં આવેલા ફેરફાર મુજબ મોટાવડા સેવા સહકારી મંડળીમાં કનકસિંહ કલુભા જાડેજાને બદલે નરેન્દ્રસિંહ કનકસિંહ જાડેજા, ગઢડા જૂથ સેવા સહકારી મંડળીમાં શૈલેષ મોહનભાઈ ગઢીયાના બદલે પંકજ નાનજીભાઈ ગઢીયા, બેડલા જૂથ સેવા સહકારી મંડળીમાં સોરાણી નાથાભાઈ લીંબાભાઈને બદલે સોરાણી રમેશભાઈ નાથાભાઈ, રામનગર જૂથ સેવા સહકારી મંડળીમાં જયેશ ગોવિંદભાઈ બોઘરાને બદલે લક્ષ્મણ દામજીભાઈ વિરાણીના નવા પ્રતિનિધિઓના નામ ઉમેરવામાં આવ્યા છે.ચાર સભાસદો ગઢકાના જીવરાજભાઈ ખીમાભાઈ, નરશીભાઈ પરસોત્તમભાઈ, કસ્તુરબાધામના વાઘજીભાઈ શામજીભાઈ અને પરસોત્તમભાઈ હરજીભાઈ ગેરલાયક ઠેરવવામાં આવ્યા હોવાથી તેઓ ચૂંટણી લડી શકશે નહીં.
ઉપરાંત ૬ સેવા સહકારી મંડળીઓને પણ ગેરલાયક ઠેરવવામાં આવી છે જેમાં પાળ જૂથ સેવા સહકારી મંડળી, રાવકી જૂથ સેવા સહકારી મંડળી,લોધિકાની ખેડૂત સેવા સહકારી મંડળી, પીપરડી સેવા સહકારી મંડળી, અખીયારા સેવા સહકારી મંડળી અને રાજસમઢીયાળા સેવા સહકારી મંડળી કોઈ પણ સભાસદ ઉમેદવારી નોંધાવી શકશે નહીં.
ફાઇનલ મતદાર યાદી પ્રસિધ્ધ થઇ છે, હવે સોમવારથી તા. ર૦ સુધી ફોર્મ ભરી શકાશે. ડે. કલેકટર અને રાજકોટ સીટી પ્રાંત-ર શ્રી હર્ષદિપ આચાર્ય અને તેમની ટીમ ચૂંટણી અંગે કાર્યવાહી કરી રહી છે.
(3:23 PM IST)










