<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

શહેરમાં પાણીજન્‍ય રોગચાળાના ૧૮૮૪ કેસ

મચ્‍છરજન્‍ય રોગચાળાનો તંત્રના ચોપડે એકજ દર્દી નોંધાયો : મનપા દ્વારા ૧,૧૨,૭૮૫ ઘરોમાં પોરાનાશક કામગીરી તથા ૭૬૬ રહેણાંકોમાં ફોગીંગ કરાયાનો દાવોઃ મચ્‍છર ઉત્‍પતિ સબબ ૨૮૮ને નોટીસ

રાજકોટ, તા. ૧૭: શહેરમાં હાલ ચોમાસાની સીઝનમાં પાણીજન્‍ય રોગચાળાના કેસમાં છેલ્લા સપ્તાહમાં ઉછાળો જોવા મળ્‍યો છે. કેમ કે, શરદી, તાવ, ઉધરસ સહિતના ૧૮૮૪થી વધુ કેસ નોંધાયા હોય છે. તેમજ મચ્‍છરજન્‍ય રોગચાળાના એક કેસ નોંધાયો છે. આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા.૧૦ થી ૧૬ ઓગષ્‍ટ સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.

શરદી તાવના ૧૮૮૪ થી

વધુ કેસ

શહેરમાં શરદી-ઉધરસના કેસ ૭૧૯ તેમજ સામાન્‍ય તાવના ૭૬૪ અને ઝાડા ઉલ્‍ટીના કેસ ૨૫૮ સહિત કુલ ૧૭૪૧ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૧૯,૮૮૧ તેમજ સામાન્‍ય તાવના ૧૮,૬૦૯ અને ઝાડા ઉલ્‍ટીના કેસ ૬,૯૩૬ તથા ટાઇફોઇડના ૨૦ તેમજ કમળાના ૩૩ કેસ નોંધાયા છે.

મચ્‍છરજન્‍યના રોગચાળાનો

એક કેસ

શહેમાં છેલ્લા સપ્તાહમાં મચ્‍છરજન્‍ય એટલે કે મેલેરીયા, ડેન્‍ગ્‍યુ, ચિકનગુનિયાના એક કેસ નોંધાયો છે. જયારે સીઝનમા ડેનગ્‍યુના ૨૧, મેલેરીયાના ૯ તથા ચિકનગુનિયાના ૧ કેસ નોંધાયા છે.

મચ્‍છર ઉત્‍પતિ સબબ

૩૯૩ને નોટીસ

રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોંચી વળવા માટે  મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ઘનીષ્‍ટ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૧,૧૨,૭૮૫ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ  છે તથા ૭૭૬ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્‍ય ૧૩૩૫થી વધુ સ્‍થળોએ મચ્‍છર ઉત્‍પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૩૯૩ લોકોને નોટીસ આપવામાં આવી હતી.

(2:51 PM IST)