<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

હૃદય બેસી જતાં ૩૯ વર્ષિય વર્ષાબેન, ૩૬ વર્ષિય અતુલભાઇ અને ૪૦ વર્ષિય અનિલભાઇના મૃત્‍યુ

નાગેશ્વર, કોઠારીયા સોલવન્‍ટ, બેડીમાં રહેતાં પરિવારોમાં ગમગીની

રાજકોટ તા. ૧૭: હૃદય રોગના હુમલાથી એક મહિલા સહિત ત્રણના મૃત્‍યુ થયા છે. આ ત્રણેયની ઉમર ૩૯ વર્ષ, ૩૬ વર્ષ અને ૪૦ વર્ષની હતી.

જાણવા મળ્‍યા મુજબ જામનગર રોડ પર નાગેશ્વર વિસ્‍તારમાં એપલગ્રીન એપાર્ટમેન્‍ટ ઓરેન્‍જ બી-વિગ ફલેટ નં. ૧૦૪માં રહેતાં   વર્ષાબેન ભાવેશભાઇ પીઠીયા (ઉ.વ.૩૯) સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હૃદય રોગનો હુમલો આવી ગયાનું સગાએ જણાવ્‍યું હતું.

બીજા બનાવમાં કોઠારીયા સોલવન્‍ટ મછોમાતાના મંદિર પાસે રહેતાં અતુલભાઇ ભરતભાઇ ચોૈહાણ (ઉ.વ.૩૬) સવારે શીવ હોટેલ નજીક પોતાની આયુષ હેર સ્‍ટાઇલ નામની દુકાને હતાં ત્‍યારે બેભાન થઇ તજાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. તેઓ બે ભાઇ અને એક બહેનમાં નાના અને અપરિણીત હતાં. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

ત્રીજા બનાવમાં બેડી ગામે રહેતાં અનિલભાઇ અમુભાઇ મકવાણા (ઉ.વ.૪૦) ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેઓ એકલવાયુ જીવન જીવતાં હતાં. સવારે મિત્ર તેમને જગાડવા આવતાં નહિ જાગતાં સારવાર માટે ખસેડાયા હતાં. પણ મૃત જાહેર કરાયા હતાં. હાર્ટએટેક આવી ગયાનું જાહેર થયું હતું. આ બનાવોમાં ગાંધીગ્રામ પોલીસ, માલવીયાનગર પોલીસ અને કુવાડવા રોડ પોલીસે કાર્યવાહી કરી હતી.

(2:51 PM IST)