<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

રામવન પાસે ખાણમાંથી યુવાનની લાશ મળી

વાલીવારસ હોય તો આજીડેમ પોલીસનો સંપર્ક કરવો

રાજકોટઃ શહેરના આજીડેમ નજીક રામવન જવાના રસ્‍તે પાણીની ખાણમાંથી અજાણ્‍યા આશરે ૩૦થી ૩૮ વર્ષના યુવાનની લાશ મળી આવતાં આજીડેમ પોલીસ મથકના તેજપાલસિંહ સરવૈયા સહિતે ઘટના સ્‍થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો. આશરે ત્રણેક દિવસ પહેલા મૃત્‍યુ થયાનો અંદાજ છે. મૃતકે ભુખરૂ પેન્‍ટ અને ભુખરો સફેદ ફુલડાવાળો શર્ટ પહેરેલા છે. વાલીવારસ હોય તો આજીડેમ પોલીસનો મો. ૭૪૩૩૮ ૧૪૮૦૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(2:52 PM IST)