<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

પંચનાથ હોસ્‍પિટલમાં મહિલાઓ અને ગર્ભવતી માતાઓ માટે મહિલા ગાયનેક ડોક્‍ટર અને લેડી ફીટલ મેડિસિન ડોક્‍ટરની ફૂલટાઈમ નિમણુંક

‘‘ગાયનેક ડોક્‍ટરની ઓપીડી ફી માત્ર રૂ.૫૦: પ્રસૂતિ સમયે બાળરોગ નિષ્‍ણાત ડોક્‍ટરની હાજરી, બાળકના જન્‍મની પ્રથમ ક્ષણથી કાળજી

રાજકોટઃ પંચનાથ હોસ્‍પિટલ દ્વારા મહિલાઓના આરોગ્‍ય અને ખાસ કરીને ગર્ભવતી મહિલાઓને વધુ આરામદાયક, વિશ્વાસપૂર્ણ, વિનાસંકોચ અને ગુણવત્તાયુક્‍ત સારવાર મળી રહે તે હેતુથી સ્‍ત્રીરોગ વિભાગમાં મહિલા ડોક્‍ટરોની ઉપલબ્‍ધતાને વિશેષ પ્રાધાન્‍ય આપવામાં આવી રહ્યું છે.

પંચનાથ હોસ્‍પિટલનું માનવું છે કે મહિલાઓ, ખાસ કરીને ગર્ભાવસ્‍થા દરમિયાન, પોતાના અંગત અને સંવેદનશીલ આરોગ્‍ય સંબંધિત પ્રશ્નો મહિલા ડોક્‍ટર સમક્ષ વધુ નિઃસંકોચપણે અને આરામથી રજૂ કરી શકે છે. આ બાબતને ધ્‍યાનમાં રાખીને હોસ્‍પિટલ દ્વારા ષીરોગ વિભાગમાં મહિલા ગાયનેકોલોજિસ્‍ટ તેમજ મહિલા Fetal Medicine Specialist/Radiologistની સેવા ઉપલબ્‍ધ કરવામાં આવી છે.

પંચનાથ હોસ્‍પિટલમાં Dr. Charmi Sanepara (MBBS, DNB OBGY, DGO)ની Full-Time Gynecologist તરીકે નિમણૂક કરવામાં આવી છે.

Dr. Charmi Sanepara એ Government Medical College, Bhavnagarમાંથી MBBS, MGG Hospital, Navsariમાંથી DGO અને Meenakshi Mission Hospital, Madurai, Tamil Naduમાંથી DNB પૂર્ણ કર્યું છે. તેમણે Himalaya Hospital, Anand ખાતે Laparoscopic Surgeryમાં Fellowship પણ કરી છે. તેમને Obstetrics & Gynecology, Laparoscopic અને Open Gynecological Surgeries તેમજ Infertility Diagnosis and Treatment ક્ષેત્રે તાલીમ અને અનુભવ છે.

પંચનાથ હોસ્‍પિટલના Gynecology Departmentમાં અત્‍યાર સુધીમાં ૧,૨૦૦ જેટલી Gynecological અને Obstetric procedures કરવામાં આવી છે. તેમાં Normal Delivery, Cesarean/C-Section Delivery, Hysterectomy, Dilation & Evacuation (D&E) તેમજ અન્‍ય વિવિધ પ્રસૂતિ અને ષીરોગ સંબંધિત પ્રક્રિયાઓ તથા સર્જરીનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, બાળકના જન્‍મના સમયે નવજાત શિશુની તાત્‍કાલિક તબીબી તપાસ અને જરૂરી કાળજી માટે બાળરોગ નિષ્‍ણાત ડો. પાર્થ માલીની હાજરીની વ્‍યવસ્‍થા પણ કરવામાં આવી છે.

૧. મહિલા ગાયનેકોલોજિસ્‍ટ દ્વારા ષીરોગ અને પ્રસૂતિ સારવાર

પંચનાથ હોસ્‍પિટલમાં ફુલ-ટાઈમ મહિલા ગાયનેકોલોજિસ્‍ટ દ્વારા મહિલાઓને ષીરોગ અને પ્રસૂતિ સંબંધિત વિવિધ સમસ્‍યાઓ માટે નિદાન, સલાહ અને સારવાર આપવામાં આવે છે. મહિલાઓમાં જોવા મળતી વિવિધ સમસ્‍યાઓ જેવી કે માસિક અનિયમિતતા અને વધુ પડતું અથવા અનિયમિત માસિક રક્‍તસ્‍ત્રાવ, PCOS અને હોર્મોનલ સમસ્‍યાઓ, ગર્ભાવસ્‍થા સંબંધિત સમસ્‍યાઓ, નિયમિત ગર્ભાવસ્‍થા તપાસ અને Antenatal Care High-Risk Pregnancy, વંધ્‍યત્‍વ સંબંધિત પ્રાથમિક તપાસ અને માર્ગદર્શન, ગર્ભાશય અને અંડાશયની સમસ્‍યાઓ,  Gynecological Infections

ગર્ભાશયમાં ગાંઠ (Fibroid)

Ovarian Cyst

મેનોપોઝ સંબંધિત સમસ્‍યાઓ

સર્વિક્‍સ તથા અન્‍ય સ્‍ત્રીરોગ સંબંધિત સમસ્‍યાઓ

સામાન્‍ય પ્રસૂતિ તથા સિઝેરિયન ડિલિવરી સંબંધિત સારવાર

જરૂરિયાત મુજબ વિવિધ ગાયનેકોલોજિકલ પ્રક્રિયાઓ અને સર્જરી

ઘણી મહિલાઓ પોતાના સ્‍ત્રીરોગ સંબંધિત પ્રશ્નો પુરુષ ડોક્‍ટર સમક્ષ જણાવવામાં સંકોચ અનુભવી શકે છે. ખાસ કરીને ગર્ભાવસ્‍થા દરમિયાન શરીરમાં થતા ફેરફારો, ગર્ભની સ્‍થિતિ, પ્રસૂતિ અંગેની ચિંતાઓ અને અન્‍ય અંગત પ્રશ્નો અંગે મહિલા દર્દી માટે મહિલા ગાયનેકોલોજિસ્‍ટ સાથે વાતચીત કરવી વધુ સરળ અને આરામદાયક બની શકે છે. આ કારણસર પંચનાથ હોસ્‍પિટલ સ્‍ત્રીરોગ વિભાગમાં મહિલા ડોક્‍ટરની ઉપલબ્‍ધતા પર વિશેષ ભાર મૂકે છે.

૨. મહિલા Fetal Medicine Specialist / Radiologist દ્વારા ગર્ભસ્‍થ શિશુની વિશેષ તપાસ

પંચનાથ હોસ્‍પિટલમાં ડો. ચિત્રાલી જિતેન્‍દ્ર ચાવડા (MBBS, DGO, Post Graduate Diploma in Fetal Medicine) દ્વારા Fetal Medicine સંબંધિત વિશેષ સેવાઓ ઉપલબ્‍ધ છે.

ડો. ચિત્રાલી ચાવડાએ Pramukhswami Medical College, કરમસદમાંથી Fetal Medicineમાં Post Graduate Diploma કર્યું છે. તેમણે DGO (Diploma in Gynecology and Obstetrics) તથા MBBSની ડિગ્રી પણ પ્રાપ્ત કરી છે. Fetal Medicine અંતર્ગત ગર્ભમાં રહેલા બાળકના વિકાસ, શરીરના વિવિધ અંગો, હૃદય, મગજ, વૃદ્ધિ તથા સંભવિત જન્‍મજાત ખામીઓનું ગર્ભાવસ્‍થા દરમિયાન વિશેષ નિદાન અને મૂલ્‍યાંકન કરવામાં આવે છે.

Fetal Medicine હેઠળની વિશેષ સેવાઓ પ્રથમ ત્રિમાસિકનું NT Scan Chromosomal Risk Assessment અને Soft Markersનું મૂલ્‍યાંકન

Nasal Bone, Ductus Venosus અને Tricuspid Regurgitationનું મૂલ્‍યાંકન

વિગતવાર Anomaly Scan / Targeted Fetal Structural Assessment Fetal Echocardiography

ગર્ભસ્‍થ બાળકના હૃદયની રચના અને કાર્યનું મૂલ્‍યાંકન

Neurosonography દ્વારા ગર્ભસ્‍થ બાળકના મગજનું વિગતવાર મૂલ્‍યાંકન

Fetal Growth Assessment અને ગર્ભસ્‍થ બાળકના વિકાસનું મોનિટરિગ

Umbilical Artery, MCA, Ductus Venosus અને Uterine Artery Doppler

Twin Pregnancy / Multiple Pregnancyનું મૂલ્‍યાંકન અને મોનિટરિંગ

Placental Abnormalities તથા Placental Localizationનું મૂલ્‍યાંકન Amniocentesis અને CVS (Chorionic Villus Sampling) સંબંધિત પ્રક્રિયાઓ

Fetal Anomalies તથા Congenital Malformationsનું નિદાન

Prenatal Screening અને Diagnostic Testingના પરિણામોનું Risk-based Interpretation

Fetal Abnormalities તથા High-Risk Findings અંગે Counselling અને Management Guidance

High-Risk Pregnancyના સંચાલન માટે Multidisciplinary Approach

ઉચ્‍ચ ગુણવત્તાની Obstetric Ultrasound Imaging, Systematic Examination અને Documentation

Obstetricians, Pediatricians, Neonatologists, Geneticists તથા અન્‍ય નિષ્‍ણાતો સાથે સંકલન

ગર્ભસ્‍થ બાળકની તંદુરસ્‍તી માટે વિશેષ Fetal Medicine સેવા

ગર્ભાવસ્‍થા દરમિયાન માત્ર માતાની જ નહીં પરંતુ ગર્ભસ્‍થ બાળકના વિકાસ અને તંદુરસ્‍તીનું પણ યોગ્‍ય સમયે મૂલ્‍યાંકન કરવું ખૂબ જ મહત્‍વપૂર્ણ છે. NT Scan, Anomaly Scan, Fetal Echocardiography, Neurosonography, Doppler Studies, Fetal Growth Assessment અને જરૂરી હોય ત્‍યારે Amniocentesis અથવા CVS જેવી તપાસો દ્વારા ગર્ભસ્‍થ બાળકમાં રહેલી સંભવિત સમસ્‍યાઓનું વહેલું નિદાન કરવામાં મદદ મળી શકે છે. વિશેષ કરીને High-Risk Pregnancy, Twin Pregnancy, અગાઉના ગર્ભમાં જન્‍મજાત ખામીનો ઇતિહાસ, અસામાન્‍ય Screening Report અથવા Ultrasoundમાં શંકાસ્‍પદ તારણ હોય ત્‍યારે Fetal Medicine Specialistની સલાહ મહત્‍વપૂર્ણ બની શકે છે.

પંચનાથ હોસ્‍પિટલની વિશેષતા એ છે કે ગર્ભવતી મહિલાને મહિલા ગાયનેકોલોજિસ્‍ટ દ્વારા પ્રસૂતિ અને ગર્ભાવસ્‍થા સંબંધિત સારવાર તથા મહિલા Fetal Medicine Specialist/Radiologist દ્વારા ગર્ભસ્‍થ બાળકની વિશેષ Sonography અને Fetal Assessmentની સુવિધા મળી રહે તે માટે ખાસ પ્રયત્‍ન કરવામાં આવ્‍યો છે.

‘‘ગર્ભાવસ્‍થાની દરેક પળે મહિલાને આરામ, વિશ્વાસ અને યોગ્‍ય માર્ગદર્શન.''

પંચનાથ હોસ્‍પિટલ માને છે કે ગર્ભાવસ્‍થા દરમિયાન મહિલાને માત્ર તબીબી સારવાર જ નહીં પરંતુ વિશ્વાસ, ગોપનીયતા, સમજણ અને માનસિક આરામ પણ એટલા જ મહત્‍વના છે. આથી પંચનાથ હોસ્‍પિટલ દ્વારા ષીરોગ વિભાગમાં મહિલા ડોક્‍ટરોની નિમણૂકને વિશેષ મહત્‍વ આપવામાં આવે છે, જેથી મહિલા દર્દીઓ પોતાના પ્રશ્નો અને તકલીફો વધુ નિઃસંકોચપણે રજૂ કરી શકે.

પંચનાથ હોસ્‍પિટલની ષીરોગ અને પ્રસૂતિ સેવાની એક મહત્‍વપૂર્ણ વિશેષતા એ છે કે બાળરોગ નિષ્‍ણાત ડો. પાર્થ માલી પ્રસૂતિના સમયે હાજર રહે છે. નોર્મલ ડિલિવરી હોય કે સિઝેરિયન ડિલિવરી  બંને પરિસ્‍થિતિમાં ડો. પાર્થ માલી પ્રસૂતિ સમયે ઉપલબ્‍ધ રહે છે અને બાળકના જન્‍મ બાદ તરત જ નવજાત શિશુના સ્‍વાસ્‍થ્‍યની તપાસ કરે છે. બાળકના જન્‍મ પછીની પ્રથમ કેટલીક ક્ષણો ખૂબ જ મહત્‍વપૂર્ણ હોય છે.

આ સમયે નવજાત બાળકની સામાન્‍ય સ્‍થિતિ, શ્વાસપ્રક્રિયા, હૃદયના ધબકારા અને જરૂરી અન્‍ય તબીબી પરિબળોનું મૂલ્‍યાંકન કરવામાં આવે છે. જો જન્‍મ બાદ બાળકને કોઈ વિશેષ તબીબી સહાય, વધુ દેખરેખ અથવા તાત્‍કાલિક સારવારની જરૂરિયાત જણાય, તો બાળરોગ નિષ્‍ણાત દ્વારા તુરંત જરૂરી તબીબી માર્ગદર્શન અને સારવાર શરૂ કરી શકાય છે.

આ સમગ્ર વ્‍યવસ્‍થા દ્વારા પંચનાથ હોસ્‍પિટલનો ઉદ્દેશ્‍ય છે કે માતાને ગર્ભાવસ્‍થા દરમિયાન આરામદાયક અને વિશ્વાસપૂર્ણ વાતાવરણ મળે તથા બાળકના જન્‍મની પ્રથમ ક્ષણથી જ તેના સ્‍વાસ્‍થ્‍યની યોગ્‍ય તબીબી કાળજી લેવામાં આવે.

પંચનાથ હોસ્‍પિટલ એક ટ્રસ્‍ટ આધારિત ચેરિટેબલ મલ્‍ટિસ્‍પેશિયાલિટી હોસ્‍પિટલ તરીકે સમાજના જરૂરિયાતમંદ વર્ગને પોસાય તેવા દરે ગુણવત્તાયુક્‍ત આરોગ્‍યસેવા ઉપલબ્‍ધ કરાવવાના હેતુથી કાર્યરત છે.

તેમ ધૃતિબેન ધડુક (મેનેજમેન્‍ટ હેડ)ની યાદીમાં જણાવાયું છે.

(2:32 PM IST)