તા. ૩ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૩ બુધવાર
News of Tuesday, 18th August 2026
પીસીબીએ રેસકોર્સ બલભવન ગેઇટ પાસેથી દેશી બનાવટની પિસ્તોલ કારતૂસ સાથે શાકીબ મામટીને પકડ્યો, અરબાઝ-અકિલના નામ ખુલ્યા
પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ પી.બી.ત્રાજિયા, આર.કે. જાડેજા અને ટીમની કામગીરી: મહિપાલસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ ચૌહાણ, હરદેવસિંહ રાણાની બાતમી

રાજકોટ: શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા સાહેબ દ્વારા શહેર વિસ્તારમાં લોકોની જાનમાલનું રક્ષણ થાય અને ગુન્હાખોરી ઉપર અંકુશ રહે તે હેતુસર શરીર તથા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા ખાસ સૂચના કરવામાં આવી હતી. આ સૂચના અન્વયે પી.સી.બી. પોલીસ ઇન્સપેક્ટર એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પી.સી.બી.ના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન એ.એસ.આઇ. મહીપાલસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ ચૌહાણ અને પો.હેડ.કોન્સ. હરદેવસિંહ રાણાને મળેલી સંયુક્ત બાતમીના આધારે રેસકોર્ષ રીંગ રોડ પર આવેલા બાલભવનના ગેટ સામે જી.ઇ.બી.ના સબ સ્ટેશન પાસેથી ગેરકાયદેસર દેશી બનાવટની પીસ્તલ તથા જીવતા કારતૂસ સાથે એક ઇસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
પકડાયેલ આરોપીની ઓળખ શાકીબ સીકંદરભાઇ મામટી (ઉંમર વર્ષ ૩૭, રહે. નેહરુનગર મેઇન રોડ, ફ્લોર મીલની બાજુમાં, રૈયા રોડ, રાજકોટ) તરીકે થઈ છે. પોલીસે આરોપી પાસેથી રૂ. ૨૫,૦૦૦ ની કિંમતની એક દેશી બનાવટની પિસ્તોલ અને રૂ. ૬૦૦ની કિંમતના ૯ નંગ જીવતા કાર્ટીઝ મળીને કુલ રૂ. ૨૫,૬૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ગુનામાં અન્ય બે આરોપીઓ અરબાઝ અમીનભાઇ કાઝી (રહે. હાથીખાના મેઇન રોડ, રાજકોટ) અને અકીલ વલીભાઇ સૈયદ (રહે. સાવરકુંડલા, જી. અમરેલી)ના નામ ખુલતા તેની શોધખોળ થઈ રહી છે.
પકડવાના બાકી છે તે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. જેમાં આરોપી અરબાઝ અમીનભાઇ કાઝી વિરુદ્ધ ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા (કલમ ૪, ૫) હેઠળ તથા કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો. કલમ ૨૬૯ અને ૨૭૦ મુજબ ગુના નોંધાયેલા છે. જ્યારે આરોપી અકીલ વલીભાઇ સૈયદ વિરુદ્ધ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો. કલમ ૩૨૩, ૩૨૪, ૧૧૪, જી.પી.એક્ટ કલમ ૧૩૫, હત્યાની કલમ ૩૦૨, ૩૪, તેમજ પ્રિઝન એક્ટ કલમ ૪૨, ૪૩, ૪૫(૧૨) અને ઇ.પી.કો. કલમ ૧૮૮ હેઠળ અલગ-અલગ ત્રણ ગંભીર કેસો નોંધાયેલા છે.
આ કામગીરી પી.સી.બી. પોલીસ ઇન્સપેક્ટર એમ.આર. ગોંડલીયા, પોલીસ સબ ઇન્સપેક્ટર પી.બી. ત્રાજીયા, આર.કે. જાડેજા, એ.એસ.આઇ. મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચૌહાણ, અનીલભાઇ સોનારા, પો.હેડ.કોન્સ. કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, રાહુલગીરી ગૌસ્વામી, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, સંજયભાઇ રૂપાપરા, તથા પો.કોન્સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાદા, હિરેન્દ્રસિંહ પરમાર, વિશાલભાઇ દવે અને હરપાલસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી છે.
(7:03 PM IST)










