<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

૨૩મી સુધી ચોમાસું મંદ રહેશે, ત્‍યારબાદ હાલના અનુમાન મુજબ વરસાદી રાઉન્‍ડની ૩૦ટકા સંભાવના

 

રાજકોટઃ તા.૧૮ થી તા.૨૯ ઓગષ્‍ટ  દરમ્‍યાન મુખ્‍યત્‍વે ચોમાસુ મંદ રહેશે.બંગાળની ખાડી વાળી હાલની સિસ્‍ટમ્‍સ ગુજરાતને અસર નહિ કરે. સંભવિત છેલ્‍લા દિવસોમાં બંગાળની ખાડીમાં બનનારી સિસ્‍ટમ્‍સ અસરકર્તા રહે.  રાજ્‍યમાં અમુક (બે કે ત્રણેક દિવસ) દિવસે છૂટા છવાયા વિસ્‍તારમાં હળવા ભારે ઝાપટાં ની શક્‍યતા છે.મોટા ભાગના દિવસો ચોમાસુ અનએક્‍ટિવ રહેશે. આગોતરું એંધાણઃ આગાહી સમય પછીના દિવસ માં એક વરસાદી રાઉન્‍ડ આવવાની ૩૦% શક્‍યતા છે.જરૂર જણાશે તો આગોતરા બાબતે એક અપડેટ આપીશું.(હવામાન વિશ્‍લેષક નિતેશ વડાવીયા)

(10:55 AM IST)