<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

ગુજરાતના સંગઠન પ્રભારી તરીકે તરુણ ચુઘની વરણી : બૂથ કાર્યકર્તાથી રાજ્‍યસભા સુધીની લાંબી રાજકીય-સંગઠનાત્‍મક સફર

માત્ર ૯ વર્ષની ઉંમરે સંઘ સાથે જોડાયા; વિદ્યાર્થી પરિષદ, યુવા મોરચો, પ્રદેશ અને રાષ્‍ટ્રીય સંગઠનમાં વિવિધ જવાબદારીઓ સંભાળી

 

 

રાજકોટ : ભારતીય જનતા પાર્ટીના કેન્‍દ્રીય નેતળત્‍વ દ્વારા ગુજરાત પ્રદેશના સંગઠન પ્રભારી તરીકે તરુણ ચુઘની વરણી કરવામાં આવી છે. ભાજપના રાષ્‍ટ્રીય પ્રમુખ નીતિન નબીન, વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી અને કેન્‍દ્રીય ગળહમંત્રી અમિતભાઈ શાહના નેતળત્‍વ હેઠળ થયેલી આ નિમણૂકને સર્વત્ર આવકાર મળી રહ્યો છે.

તરુણ ચુઘનો જન્‍મ ૩ મે, ૧૯૭૩ના રોજ પંજાબના અમળતસરમાં થયો હતો. તેમના પિતા બનારસી દાસ ચુઘ રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ સાથે લાંબા સમયથી જોડાયેલા હતા. શ્રી ચુઘ માત્ર ૯ વર્ષની ઉંમરે રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના સ્‍વયંસેવક બન્‍યા હતા. બાળપણથી જ તેમને રાષ્‍ટ્રસેવા, શિસ્‍ત, સંગઠન અને સેવાભાવના સંસ્‍કાર મળ્‍યા હોવાનું  જણાવાયું છે.

વિદ્યાર્થીકાળ દરમિયાન તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે જોડાયા હતા. માત્ર ૧૭ વર્ષની ઉંમરે અમળતસરમાં યુવતીઓ સાથે થતી છેડતીના વિરોધમાં અવાજ ઉઠાવી તેમણે સામાજિક પ્રશ્નોમાં સક્રિય ભાગ લીધો હતો. વર્ષ ૧૯૮૯થી ભાજપના સંગઠનમાં બૂથ સ્‍તરેથી તેમની કામગીરી શરૂ થઈ હતી.

વર્ષ ૧૯૯૩માં અમળતસર જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ, ૧૯૯૫માં પંજાબ ભાજપ યુવા મોરચાના પ્રદેશ મહામંત્રી અને ૧૯૯૭માં પ્રદેશ પ્રમુખ તરીકે તેમણે જવાબદારીઓ સંભાળી હતી. યુવાનોને રાષ્‍ટ્ર અને સમાજ સાથે જોડવાના હેતુથી વર્ષ ૧૯૯૯માં ‘યુવા ચેતના યાત્રા'નું પણ આયોજન કર્યું હતું.

આગળ જતા તેમણે પંજાબ ભાજપમાં પ્રદેશ સચિવ, તાલીમ વિભાગની જવાબદારી અને પ્રદેશ મહામંત્રી સહિત વિવિધ પદો સંભાળ્‍યા. વર્ષ ૨૦૦૯માં પંજાબ યુથ ડેવલપમેન્‍ટ બોર્ડના ઉપાધ્‍યક્ષ તરીકે પણ સેવા આપી હતી.

તરુણ ચુઘે ૨૦૧૨ અને ૨૦૧૭માં અમળતસર સેન્‍ટ્રલ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. ચૂંટણીમાં સફળતા ન મળવા છતાં તેમણે સંગઠનાત્‍મક કામગીરી સતત ચાલુ રાખી હતી.

વર્ષ ૨૦૧૪માં તેઓ ભાજપના રાષ્‍ટ્રીય સચિવ બન્‍યા અને તેમની કામગીરી રાષ્‍ટ્રીય સ્‍તરે વિસ્‍તરી. જમ્‍મુ-કાશ્‍મીર, લદ્દાખ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ તથા આંદામાન-નિકોબાર સહિતના વિસ્‍તારોમાં તેમણે પક્ષની સંગઠનાત્‍મક જવાબદારીઓ સંભાળી હતી.

વર્ષ ૨૦૨૦માં ભાજપના રાષ્‍ટ્રીય મહામંત્રી તરીકે તેમની નિમણૂક થઈ. આ પદે તેમણે ચૂંટણી વ્‍યવસ્‍થાપન, બૂથ સંગઠન, કાર્યકર્તા સંપર્ક અને વિવિધ રાજ્‍યોમાં પક્ષનું સંગઠન મજબૂત કરવાની કામગીરી કરી. જમ્‍મુ-કાશ્‍મીર તથા લદ્દાખમાં પણ તેમની નોંધપાત્ર સંગઠનાત્‍મક ભૂમિકા રહી હોવાનું પણ  જણાવાયું છે.

વર્ષ ૨૦૨૬માં ભાજપે તેમને મધ્‍યપ્રદેશમાંથી રાજ્‍યસભાના ઉમેદવાર બનાવ્‍યા અને ૧૧ જૂન, ૨૦૨૬ના રોજ તેઓ બિનહરીફ રાજ્‍યસભા માટે ચૂંટાયા. ત્‍યારબાદ સંસદીય સમિતિઓમાં પણ તેમને જવાબદારીઓ સોંપવામાં આવી હતી.

હવે ગુજરાત ભાજપના પ્રભારી તરીકે તેમની સામે પ્રદેશ સંગઠન વધુ મજબૂત બનાવવું, કાર્યકર્તાઓ સાથે સીધો સંપર્ક વધારવો, બૂથ સ્‍તરની વ્‍યવસ્‍થા વધુ સઘન કરવી તથા આગામી રાજકીય પડકારોને ધ્‍યાનમાં રાખીને સંગઠનને તૈયાર કરવાની મહત્‍વપૂર્ણ જવાબદારી રહેશે.

શ્રી તરુણ ચુઘની રાજકીય સફરની સૌથી મોટી વિશેષતા બૂથ કાર્યકર્તાથી રાષ્‍ટ્રીય નેતા અને રાજ્‍યસભા સાંસદ સુધીની સંગઠનાત્‍મક યાત્રા છે. પદ કરતાં સંગઠન, પ્રસિદ્ધિ કરતાં કાર્ય અને સતત કાર્યકર્તા સંપર્કને પ્રાધાન્‍ય આપતી તેમની કાર્યશૈલી ગુજરાત ભાજપને પણ લાભદાયી બનશે તેવી શુભેચ્‍છા તેમણે વ્‍યક્‍ત કરી હતી. (સંકલન : અરૂણ નિર્મળ, ભાજપ પ્રેસ-મીડિયા,  રાજકોટ)

(3:29 PM IST)