<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

વગડ ચોકડીથી પાળ રોડ પર સેન્ટ્રલ લાઈટીંગનું લોકાર્પણ

 

રાજકોટઃ શહેરના નવા ભળેલા વિસ્તારો પૈકીના વોર્ડ નં.૧૧ અને વોર્ડ નં.૧૨ના વિસ્તારોમાં સ્થાનિક લોકોની લાગણી અને માંગણીના આ વિસ્તારના ખાસ કરીને વગડ ચોકડી થી પાળ રોડ સુધીનો વિસ્તારમાં લાઈટ પોલની તાતી આવશ્યકતા હતી. તે અનુંસંધાને રોશની વિભાગ દ્વારા અંદાજે ૩૩ લાખના ખર્ચે સેન્ટ્રલ લાઈટીંગનુ લોકાર્પણ કરવામાં આવેલ હતું. આ પ્રસંગે આ વિસ્તારના ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, મેયર નેહલભાઈ શુકલ,  શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, શસકપક્ષ દંડક સંજયસિંહ રાણા, મહામંત્રી યોગેન્દ્રસિંહ જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વોર્ડ નં.૧૧ અને વોર્ડ નં.૧૨ના વોર્ડ પ્રમુખ, મહામંત્રી, પ્રભારી સહિતના આગેવાનો પુષ્પગુચ્છ દ્વારા સૌઉનુ સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે  બાગ બગીચા અને ઝૂ સમિતિના ચેરમેન તથા વોર્ડ નં.૧૧ના કોર્પોરેટરો રક્ષિતભાઈ કલોલા, તથા વોર્ડ નં.૧૧ના કોર્પોરેટરો ભારતીબેન પાડલીયા, મિતલબેન લાઠિયા, મહેશભાઈ પિપરીયા અને ડ્રેનેજ સમિતિના ચેરમેન અને વોર્ડ નં.૧૨ના કોર્પોરેટર કિરણબેન હરસોડા, તથા વોર્ડ નં.૧૨ના કોર્પોરેટરો  ડૉ.પ્રદિપભાઈ ડવ, કિશનભાઈ ટીલવા, જયશ્રીબા જાડેજા વિશેષ ઉપસ્થિત રહેલ હતા. સમગ્ર વ્યવસ્થા રોશની સમિતિના ચેરમેન ડૉ.પરેશભાઈ ઠાકર અને રાજેશ્રીબેન માલવિયા, રીટાબેન સખીયા, સંજયભાઈ સાગઠિયા સહિતના કમિટી મેમ્બરે વ્યવસ્થા ઉપાડેલ હતી.

(3:39 PM IST)