<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

રાજકોટ લોકમેળોઃ નેવી બેન્‍ડ, ગોપાલ ભરવાડ, રાજભા ગઢવી સાંત્‍વની ત્રિવેદી, ઉદય ધાંધલ પાંચ દિવસ લોકોને ડોલાવશે

ગાંધીનગરે ગઇકાલે સાંજે કાર્યક્રમો ફાઇનલ કર્યાઃ હવે આજે મેળાનું ‘નામ' ફાઇનલ થશે

રાજકોટ તા. રર :.. સૌરાષ્‍ટ્રના સૌથી મોટા અને રાજકોટના સાતમ-આઠમના લોકપ્રિય લોકમેળામાં આ વર્ષે સાંસ્‍કળતિક કાર્યક્રમોમાં લોકકલાની સાથે દેશભક્‍તિના રંગો પણ છવાશે.

જિલ્લા વહીવટી તંત્ર, રાજકોટ અને યુવક સેવા તથા સાંસ્‍કળતિક પ્રવળત્તિઓ વિભાગ, ગાંધીનગરના સંયુક્‍ત ઉપક્રમે પાંચ દિવસીય ભવ્‍ય અને રંગારંગ સાંસ્‍કળતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે.

મેળામાં  તા. ૦૨/૦૯/૨૦૨૬ અને ૦૩/૦૯/૨૦૨૬ ના રોજ દેશનું પ્રખ્‍યાત ‘નેવી બેન્‍ડ' ખાસ પર્ફોર્મન્‍સ આપીને લોકોને મંત્રમુગ્‍ધ કરશે. આ ઉપરાંત, દરરોજ સાંજે ૪ થી રાત્રે ૮ વાગ્‍યા દરમિયાન સ્‍થાનિક કલાકારો દ્વારા વિવિધ સાંસ્‍કળતિક કળતિઓ રજૂ કરવામાં આવશે.

 મુખ્‍ય કલાકારોના કાર્યક્રમની વિગત જોઈએ તો, તા. ૦૨/૦૯/૨૦૨૬ ના રોજ પ્રખ્‍યાત કલાકાર શ્રી ગોપાલ ભરવાડ, તા. ૦૩/૦૯/૨૦૨૬ના રોજ લોકપ્રિય લોકસાહિત્‍યકાર શ્રી રાજભા ગઢવી, તા. ૦૪/૦૯/૨૦૨૬ ના રોજ શ્રી સાંત્‍વની ત્રિવેદી, તા. ૦૫/૦૯/૨૦૨૬ ના રોજ શ્રી ઉદય ધાંધલ અને અંતિમ દિવસે તા. ૦૬/૦૯/૨૦૨૬ ના રોજ શ્રી સાગર કાચા તથા શ્રી દિવ્‍યેશ જેઠવાની જોડી પ્રદર્શન કરશે. લોકમેળા દરમિયાન નેવી બેન્‍ડની સુરાવલી અને સ્‍થાનિક કલાકારોનો સુમધુર સંગમ રાજકોટવાસીઓ માટે યાદગાર બની રહેશે.

(2:14 PM IST)