<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

જાગનાથ પ્‍લોટ અને ઘંટેશ્વર નજીક ઘરમાં તેમજ પટમાં જૂગારના ૩ દરોડાઃ ૨૪ પકડાયા

એલ.સી.બી. ઝોન-રની પીએસઆઇ એસ. વી. ચુડાસમા અને ટીમ, યુનિવર્સિટી પીઆઇ કે. કે. ગોહિલ અને ટીમ તથા પીસીબી પીઆઇ એમ. આર. ગોંડલીયાની ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૨૨: શહેરમાં શ્રાવણીયા જૂગારધામ પર દરોડાનો દોર યથાવત રાખી શહેર પોલીસ ેવધુ ત્રણ દરોડામાં ૨૪ પત્તાપ્રેમીઅનો પકડી લઇ રૂા. ૧.૪૦ લાખની રોકડ કબ્‍જે કરી છે. ન્‍યુ જાગનાથ મેઇન રોડ પર મકાનમાં ચાલતા જૂગારધામ પર એલસીબી ઝોન-ર ની ટીમે દરોડો પાડી ૯ને, જામનગર રોડ પર એસઆરપી કેમ્‍પ પાસે ફલેટમાં પીસીબીની ટીમે દરોડો પાડી ૯ને અને ઘંટેશ્વર નજીક જાહેરમાં પટમાં જૂગાર રમતાં ૬ને યુનિવર્સિટી પોલીસે પકડયા હતાં.

જાણવા મળ્‍યા મુજબ એસ્‍ટ્રોન ચોક નજીક ન્‍યુ જાગનાથ મેઇન રોડ પર રહેતાં અર્ચિત જોયભાઇ મોદી (ઉ.વ.ર૬)ના મકાનમાં એલસીબી ઝોન-રની ટીમનાં હેડ કોન્‍સ્‍ટેબલ સત્‍યજીતસિંહ જાડેજા સહિતના સ્‍ટાફે દરોડો પાડી અર્ચિત ઉપરાંત શુભમ્‌ પ્રવિણભાઇ પરમાર (ઉ.વ.ર૬ રહે. સેટેલાઇટ ચોક, મોરબી રોડ), મિહીર કમલેશભાઇ સોલંકી (ઉ.વ.રર, રહે. ગાંધીધામ સોસાયટી, મોરબી રોડ), સાગર મુકેશભાઇ ધોરાજીયા (ઉ.વ.૩૦ રહે. સેફોન ટાવર, લીંબુડીવાડી મેઇન રોડ), કેવલ નયનભાઇ  દોશી (ઉ.વ.રપ રહે. આદિત્‍ય હાઇટસ, ગોપાલ ચોક, સાધુ વાસવાણી રોડ), જીગર દિલીપભાઇ પાલા (ઉ.વ.રર રહે. નવયુગ સોસાયટી, રામેશ્વર ચોક, એરપોર્ટ રોડ), હર્ષલ રમેશભાઇ કેસરીયા (ઉ.વ.૩ર રહે. જૂની પપૈયાવાડી, ગુરૂપ્રસાદ ચોક), વૈભવ અશોકભાઇ ભાયાણી (ઉ.વ.ર૮ રહે. પ્રાઇડ એલીગન્‍સ, પુષ્‍કરધામ મેઇન રોડ) અને ધૈર્ય યોગેશભાઇ કેસરીયા (ઉ.વ.ર૧ રહે. રાજવિલા એપાર્ટમેન્‍ટ, રોયલ પાર્ક શેરી નં. ૭, ઇન્‍દીરા સર્કલ પાસે)ને રૂા. ૬ર,૭૦૦ ની રોકડ સાથે ઝડપી લીધા હતાં. પીએસઆઇ એમ. કે. મોવલીયા, મનરૂપગીરી,  સહિતની ટીમે આ કામગીરી કરી હતી.

બીજા દરોડામાં જામનગર રોડ પર એસઆરપી કેમ્‍પ સામે અરાઇઝ-વન એપાર્ટમેન્‍ટમાં પીસીબીના હરદેવસિંહ રાણા, મહિપાલસિંહ ઝાલા અને ઘનશ્‍યામસિંહ ચોૈહાણની બાતમીથી ફલેટ નં. ૪૦૧માં દરોડો પાડી અહિ રહેતાં કેયુર પંકજકુમાર જેઠવા તેમજ રત્‍નદીપ ઉર્ફે ઋષી ઉમેશભાઇ ત્રિવેદી (રહે. ૯૦૩-અરિહંત-સી, નાગેશ્વર રોડાા, ભાવેશ જયંતિલાલ બાબરીયા (રહે. ૯૦૨-સ્‍વસ્‍તીક હાઇલેન્‍ડ રૈયાધાર), હર્ષિત અશ્વીનભાઇ કંસારા (રહે. સોૈરાષ્‍ટ્ર કલા કેન્‍દ્ર મેઇન રોડ), નિશાંત અરૂણ ભાઇ જોષી (રહે. ખત્રીવાડ  સોની બજાર), અમીત નટવરલાલા ડેલાવાળા (રહે. રૈયાનાકા ટાવર અંદર કંસારા બજાર), ગીરીશ નવનીતભાઇ ડાંગા (રહે. બેડીનાકા ટાવર રાધાસખી એપાર્ટમેન્‍ટ ૩૦૩), વિજય મહિમપતભાઇ ડોડીયા (રહે. ૩૦-રેસકોર્ષ બંગલો એસઆરપી કેમ્‍પ પાસે) અને સંજય સુર્યકાંતભાઇ વ્‍યાસ (રહે. પૂજા કોમ્‍પલેક્ષ યુનિવર્સિટી રોડ)ને પકડી લઇ રૂા. ૬૩૫૦૦ની રોકડ કબ્‍જે કરી હતી. પીઆઇ એમ. આર. ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઇ આર. કે. જાડેજા, પી. બી. ત્રાજીયા સહિતની ટીમે આ દરોડો પાડયો હતો.

ત્રીજા દરોડામાં ઘંટેશ્વરમાં ગ્રીનલીફ પાછળ રપ વારીયા કવાર્ટર પાસે જાહેરમાં જૂગાર રમતાં સાગર હરીભાઇ ખરેડ (ઉ.વ.ર૩), સરદાર હમીરભાઇ રાઠોડ (ઉ.વ.૩૮), પપ્‍પુ વિસાજીભાઇ ભાટી (ઉ.વ.૩૬), ભગવાનજી નારૂજીભાઇ ભાટી (ઉ.વ.૩૩), રમેશ હમીરજીભાઇ રાઠોડ (ઉ.વ.૩૩), અને હેમાજી ડાયાજીભાઇ ગેહલોત (ઉ.વ.૪૦ રહે. બધા રપ વારીયા, કવાર્ટર, ઘંટેશ્વર)ને યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ કે. કે. ગોહિલની રાહબરી હેઠળ પીએસઆઇ એસ. એન. સ્‍યોરા,  હેડ કોન્‍સ્‍ટેબલ નિલેષભાઇ વાવેચા સહિતના સ્‍ટાફે પકડી લઇ રૂા. ૧૭,૪૦૦ની રોકડ કબ્‍જે કરી છે.

(3:55 PM IST)