News of Sunday, 23rd August 2026
રાજકોટ નજીકના મેટોડા GIDC પોલીસની પ્રશંસનીય કામગીરી : 6 વર્ષની બાળકીનું અપહરણ કરી યૌન શોષણ કરનાર આરોપીને ગણતરીના 2 કલાકમાં ઝડપી પાડ્યો
રાજકોટ ગ્રામ્ય - મેટોડા વિસ્તારમાં સાંજના સમયે પડોશીના ઘરે ગયેલી માસૂમ ગુમ થતા પરિવારમાં ફફડાટ ફેલાયા બાદ પોલીસે સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સથી ઉત્તર પ્રદેશના આરોપી વિક્રમ સુખદેવ ગીરને દબોચી લીધો

રાજકોટ તા.23 : મેટોડા જી.આઇ.ડી.સી પોલીસ સ્ટેશનની હદમાંથી 6 વર્ષ 8 માસની બાળકીનું અપહરણ કરી યૌન શોષણના ગુન્હાના આરોપીને માત્ર બે જ કલાકમાં પકડી પાડતી મેટોડા જી.આઇ.ડી.સી પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે.
આ બનાવ અંગે મળતી વિગત મુજબ આરોપીએ 6 વર્ષ 8 મહિનાની વયની બાળકીનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. તા. 22/08/2026 ના રોજ સાંજના આશરે સાડા છ વાગ્યાના અરસામાં મેટોડા જી.આઇ.ડી.સી વિસ્તારમાં રહેતી આશરે 6 વર્ષ 8 માસની માસૂમ બાળકી પોતાના ઘર પાસે અચાનક ગુમ થઈ ગઈ હતી. બાળકીના પરિવારજનો દ્વારા શોધખોળ કરવા છતાં મળી ન આવતા જેથી પરિવારે તાત્કાલિક 112 પર કોલ કરી જાણ કરી હતી.
ઉપરોક્ત બનાવ અતિ સંવેદનશીલ હોય નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ રેન્જ અને પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર (IPS) રાજકોટ ગ્રામ્ય દ્વારા આરોપીને ઓળખી મેળવી પકડી પાડવા સૂચના કરેલ હોય, જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા, લોધિકા ડિવિઝનના માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ. એમ.જે.પરમાર સહિતના સ્ટાફે તાત્કાલિક એક્શન પ્લાન બનાવી ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે અલગ અલગ દિશામાં તપાસ કરી તથા આજુબાજુના વિસ્તારના સી.સી.ટી.વી. કેમેરા ચેક કરી આરોપીની તથા ભોગ બનનારની તપાસ કરતા હોય તે દરમ્યાન આ કામના આરોપી ખીરસરા ગામથી મેટોડા જવાના ડામર પાકી રોડની બાજુમાં આવેલ ધાર ઉપર ભરવાડ સમાજની ખાંભી તરફ દોડી જઈ છૂપાયેલ હોવાની બાતમી મળતા તુરંત પોલીસ સ્ટાફે બાળકીને સુરક્ષિત બચાવી લીધી હતી અને બાળકી પર દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરી રહેલા આરોપીને રંગેહાથ ઝડપી લીધો હતો અને આરોપી વિક્રમ સુખદેવ ગીર ઉ.વ.36 રહે.હાલ આંજીબાઈ મેટોડા ગેટ નં.1 તા.લોધિકા મૂળ ગામ પીપરડહરી થાના પૈલાની જી.બાંદા ઉતરપ્રદેશ
વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
આ સમગ્ર કામગીરીમાં પો.ઇન્સ. એમ.જે.પરમાર, એ.એસ.આઇ નૌશાદભાઇ અલીભાઇ, હે.કો. પુવરાજસિંહ અમરસિંહ, હે.કો. વિમલભાઇ સરમણભાઇ, હે.કો. અજયભાઇ લાલજીભાઇ, હે.કો. કુપાલભાઇ દેવુભાઇ, હે.કો. હિતેશભાઇ રણછોડભાઇ, પો.કો. રઘુભાઇ ટપુભાઇ, પો.કો. શક્તિસિંહ પ્રહલાદસિંહ, પો.કો. નીતિનભાઇ ધીરજભાઇ, પો.કો. ભગીરથસિંહ કરણસિંહ, પો.કો. મુનાભાઇ લાલુભાઇ, પો.કો. મયુરભાઇ અરમણભાઇ, પો.કો. મહાવીરસિંહ દશરથસિંહ (112), પો.કો. જીતેન્દ્રસિંહ અનોપસિંહ (112), પો.કો. પારસભાઇ હમીરભાઇ (112), ટી.આર.બી જયશ્રીબેન દિક્ષીતભાઇ વગેરે જોડાયા હતા.
(3:53 PM IST)










