તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૪ મંગળવાર
News of Monday, 24th August 2026
જિલ્લા પંચાયતની કારોબારીએ ઘાણવો કાઢયોઃ ૩૯.૬૩ કરોડના વિકાસકામો મંજુર

રાજકોટ તા.૨૪: જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક આજે સોમવારના રોજ કારોબારી ચેરમેનશ્રી નરશીભાઈ સોજિત્રાના અધ્યક્ષ સ્થાને મળતા તેમાં નીચે મુજબના કામોને મંજૂરી મળેલ છે.
સિંચાઇ શાખા
સિંચાઇના કુલ ૫ કામોના ટેન્ડર કુલ રૂ.૨,૧૪,૩૯,૮૪૨/- (બે કરોડ ચૌદ લાખ ઓગણચાલીસ હજાર આઠસો બેતાલીસ રૂપિયા પૂરા) તથા કુલ ૯ કામોની વહીવટી મંજૂરી કુલ રૂ.૯,૪૦,૯૨,૦૦૦/- (નવ કરોડ ચાલીસ લાખ બાણું હજાર રૂપિયા પૂરા) આમ, સિંચાઇના કુલ ૧૪ કામો કુલ રૂ.૧૧,૫૫,૩૧,૮૪૨/- (અગિયાર કરોડ પંચાવન લાખ એકત્રીસ હજાર આઠસો બેતાલીસ રૂપિયા પૂરા) મંજૂર કરવામાં આવ્યા.
બાંધકામ શાખા
બાંધકામના કુલ ૨૭ કામોના ટેન્ડર કુલ રૂ.૨૮,૦૧,૭૦,૬૫૦/- (અઠયાવીસ કરોડ એક લાખ સીત્તેર હજાર છસો પચાસ રૂપિયા પૂરા) મંજૂર કરવામાં આવ્યા. જેમાં રાજકોટ જિલ્લાની જુદા જુદા ગામની કુલ પર આંગણવાડી બિલ્ડીંગ, ૨૫ નવી ગ્રામ પંચાયત બિલ્ડીંગ તેમજ ૧૩ રસ્તાઓના કામોની મંજુરી આપવામાં આવી છે.
મહેકમ શાખા
મહેકમ શાખા ખાતે નવા ૩ કમ્પ્યુટર સેટ ખરીદવા માટે રૂ.૩,૫૦,૦૦૦/- (ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા પૂરા) સુધીના ખર્ચ મંજૂરી આપવામાં આવી.
વહીવટ શાખા
વહીવટ શાખા ખાતે નવા ૨ કમ્પ્યુટર સેટ તથા પ્રિન્ટર ખરીદવા માટે રૂ.૩,૦૦,૦૦૦/- (ત્રણ લાખ રૂપિયા પૂરા) સુધીના ખર્ચ મંજૂરી આપવામાં આવી.
આમ, સિંચાઇ, બાંધકામ, મહેકમ અને વહીવટ શાખાના કુલ ૪૩ કામો રૂ.૩૯,૬૩,૫૨,૪૯૨/- (ઓગણચાલીસ કરોડ ત્રેસઠ લાખ બાવન હજાર ચારસો બાલુ રૂપિયા પૂસ)ના ટેન્ડર, વહીવટી તેમજ ખર્ચની મંજૂરી આપવામાં આવેલ છે.
તેમજ આજની બેઠકમાં અધ્યક્ષશ્રી નરશીભાઈ સોજિત્રા, સચિવશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી જય ગોસ્વામી અને બ્રિજેશ સોજીત્રા કારોબારી સમિતિના સભ્ય જિલ્લા પંચાયત રાજકોટના શાખાધિકારીશ્રીઓ હાજર રહેલ હતા. અર્જુન ખાટરિયા સહિતના સભ્યોએ ચર્ચામાં ભાગ લીધો હતો.
(3:56 PM IST)










