<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

ભીલવાડા સ્‍થિત શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના જીર્ણોધ્‍ધારને ૧૦૦ વર્ષ પૂર્ણ : ગુરૂવારે શતાબ્‍દી પાટોત્‍સવ-સપ્‍તકુંડી મહાયજ્ઞ

ન ગીન કે દેતા હૈ, ન તોલ કે દેતા હૈ, કાશી વિશ્વનાથ જીસકો દેતા હૈ, દિલ ખોલ કે દેતા હૈ શ્રી કાશી વિશ્વનાથ ભીલ ધુન મંડળ દ્વારા ધ્‍વજારોહણ, મહાપ્રસાદ, સંતવાણી, મહાઆરતી સહિતના કાર્યક્રમો

રાજકોટ : શહેરના  હાર્દ સમાન ભીલવાડા વિસ્‍તારમાં ભીલવાડા શેરી નં. ૩, ફૂલછાબ ચોક પાસે આવેલું અને શિવભક્‍તોની અપાર આસ્‍થાનું કેન્‍દ્ર એવું શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ચાલુ વર્ષે તેના ઇતિહાસનો એક અતિ ગૌરવશાળી પડાવ પાર કરવા જઇ રહ્યું છે. આ મંદિર સદીઓ પુરાણું અને અતિ પ્રાચીન છે. ઇતિહાસ અનુસાર, આ પૌરાણિક મંદિરનો ભવ્‍ય જીણોદ્ધાર (પુનઃનિર્માણ) ઇસવીસન ૧૯ર૬માં કરવામાં આવ્‍યો હતો. જેની ઐતિહાસિક તખ્‍તી આજે પણ મંદિર પરિસરમાં મોજુદ છે. એ ઐતિહાસિક જીર્ણોદ્ધારને ચાલુ વર્ષે ૧૦૦ વર્ષ (૧ સદી) પૂર્ણ થઇ રહ્યા છે. આ દિવ્‍ય અવસર નિમિતે શ્રી કાશી વિશ્વનાથ ભીલ ધૂન મંડળ તથા મંદિર પરિવાર દ્વારા આગામી તા. ર૭ ગુરૂવાર (શ્રાવણ સુદ ચૌદસ)ના રોજ એક ભવ્‍ય ‘‘જીર્ણોદ્ધાર શતાબ્‍દી મહોત્‍સવ'' તથા ‘‘દિવ્‍ય સપ્‍તકુંડી મહાયજ્ઞ''નું ભકિતસભર આયોજન કરવામાં આવ્‍યું છે.

આ એક દિવસીય ધાર્મિક મહોત્‍સવ અંતર્ગત શાષાી શ્રી રાજેશકુમાર ત્રિવેદીનું મુખ્‍ય આચાર્યપદે અને પવિત્ર મંત્રોચ્‍ચાર સાથે સવારે ૭ કલાકે સપ્‍તકુંડી મહાયજ્ઞનો પ્રારંભ અને વિશેષ મહાપૂજા થશે. ત્‍યારબાદ સવારે ૯ કલાકે જીણોદ્ધારના ૧૦૦મા વર્ષ નિમિતે દિવ્‍ય અભિષેક તથા ભવ્‍ય ધ્‍વજારોહણ વિધિ યોજાશે. બપોરે ૧ર કલાકે ભોલેનાથની મધ્‍યાહન મહાઆરતી અને બપોરે ૧ કલાકે મહાયજ્ઞની પૂર્ણાહુતિ (બીડું હોમવાનો સમય) રાખવામાં આવેલ છે. સાંજે ૭ કલાકે દિવ્‍ય સંધ્‍યા આરતી બાદ સાંજે ૭:૩૦ કલાકે તમામ શિવભકતો માટે ભવ્‍ય મહાપ્રસાદ (જમણવાર-હરિહર)નું આયોજન કરવામાં આવ્‍યું છે. મહોત્‍સવના રાત્રિના ભાગે ૭:૩૦ કલાકેથી મહાદેવના સાનિધ્‍યમાં એક ભવ્‍ય શિવ આરાધના અને ભજન સંતવાણીનો કાર્યક્રમ યોજાશે.

જેમાં શ્રી પારસભાઇ વાઘેલાની રૂપ રચના હેઠળ જાણીતા કલાકાર શ્રી પૂનમબેન ગોંડલીયા, શ્રી પ્રકાશભાઇ પરમાર તથા શ્રી હરેશભાઇ વાઘેલા પોતાના મધુર સ્‍વરે ભજનોની રમઝટ બોલાવશે અને વિમલભાઇ સોઢા તથા તેમની ટીમ સંગીતનો સાથ આપશે.

મૂળ પ્રાચીન શિવધામના ૧૦૦ વર્ષ પહેલાં થયેલા આ ઐતિહાસિક જીર્ણોદ્ધારના શતાબ્‍દી મહોત્‍સવના સાક્ષી બનવા, યજ્ઞનારાયણના દર્શન તેમજ મહાપ્રસાદનો લાભ લેવા શ્રી કાશી વિશ્વનાથ ભીલ ધૂન મંડળ તથા મંદિર પરિવાર દ્વારા ધર્મપ્રેમીજનોને નિમંત્રણ અપાયું છે.

આયોજનને સફળ બનાવવા ધર્મેશગીરી ગોસાઇ-મો. ૭પ૭પ૦૩૦૪૭૪, ઇશ્વરભાઇ મે, હિેતશભાઇ ખુખાણી, હસુભાઇ મે, વિનુભાઇ ગુલીયાણા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(2:28 PM IST)