<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

લોકમેળામાં આ વખતે પ્રથમવાર સેન્ટ્રલ કન્ટ્રોલ રૂમ સ્થપાશે

તમામ વિભાગોના સિનિયર અધીકારીઓ ૨૪ કલાક આ સેન્‍ટ્રલ કન્‍ટ્રોલ રૂમના કો ઓર્ડિનેશનમાં રહેશેઃ કલેકટરની પત્રકાર પરીષદ : કુલ ૧૨ કરોડનો વીમોઃ ખાસ ડીઝાસ્‍ટર કોરિડોરઃ તા.ર પહેલા મેળામાં ફરજીયાત મોકડ્રીલ કરવા ડો.ઓમપ્રકાશના આદેશો : તા.૨ થી ૬ ભવ્‍યાતિભવ્‍ય લોકમેળો પાંચ દિ' સાંસ્‍કૃતિક કાર્યક્રમોઃ તૈયારીઓ અંતિમ તબક્કામાં: ૧૨ થી ૧૫ લાખ લોકો ઉમટવાની અપેક્ષાઃ કલેકટર દ્વારા ૧૦૦થી વધુ સ્‍ટાફના ઓર્ડરો

રાજકોટના વિશ્વવિખ્‍યાત લોકમેળા અંગે કલેકટર ડો.ઓમપ્રકાશે પત્રકારોને માહિતી આપી હતી તે પ્રસંગની તસવીર

રાજકોટ, તા.૨૫: રાજકોટમાં પરંપરાગત રીતે યોજાતા જન્‍માષ્ટમીના લોકમેળાનું આ વર્ષે ‘વિરાસતથી વિકાસ લોકમેળો- ૨૦૨૬' નામકરણ કરવામાં આવ્‍યું છે. રાજકોટ જિલ્લા કલેકટરશ્રી ડો. ઓમપ્રકાશે  ક્‍લેક્‍ટર કચેરી ખાતે મીડિયાને માહિતી આપી હતી.

પત્રકારોને સંબોધતા ક્‍લેક્‍ટરશ્રી ડો. ઓમ પ્રકાશે જણાવ્‍યું  હતું કે, રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્‍ટ્રના લોકપ્રિય અને અતિ વિખ્‍યાત જન્‍માષ્ટમીના લોકમેળાનું આ વર્ષે પણ ભવ્‍ય અને સુરક્ષિત આયોજન કરવા માટેની તમામ વ્‍યવસ્‍થાઓ પૂર્ણતાના આરે છે. રેસકોર્સ મેદાન ખાતે આગામી તારીખ ૨ થી ૬ સપ્‍ટેમ્‍બર (રાંધણ છઠ્ઠથી દશમ) દરમિયાન આ લોકમેળો યોજાશે.

તેમણે કહ્યું હતું કે, લોકમેળાના નામકરણ માટે રાજકોટવાસીઓ પાસેથી સૂચનો મંગાવાયા હતા.  આશરે ૪૫૦૦ અરજીઓમાંથી ૧૦૦ નામો શોર્ટ લિસ્‍ટ કરવામાં આવ્‍યા હતા અને આ વર્ષે ‘વિરાસતથી વિકાસ લોકમેળો-૨૦૨૬' નામ રાખવામાં આવ્‍યું છે. રાજકોટના નાગરિક શ્રી અજય રતિભાઈ કુકડિયા દ્વારા આ નામ સૂચવવામાં આવ્‍યું છે.

મેળાના આયોજન અને વિવિધ સુવિધાઓ અંગે વિગતવાર માહિતી આપતા જણાવાયું છે કે, પ્‍લોટ અને સ્‍ટોલની ફાળવણી, ડ્રો તેમજ હરાજીની તમામ પ્રક્રિયાઓ પારદર્શક રીતે પૂર્ણ કરી દેવામાં આવી છે. યાંત્રિક રાઇડ્‍સ (કેટેગરી E, F, G, H)ના ૩૪ પ્‍લોટ, આઇસક્રીમ (કેટેગરી X)ના ૧૭ પ્‍લોટ, ખાણી-પીણીના મોટા પ્‍લોટ (કેટેગરી A) તેમજ કોર્નર પ્‍લોટ (કેટેગરી B1)ના પ્‍લોટની ફાળવણી અને અલોટમેન્‍ટ લેટર આપી દેવાયા છે. અત્‍યાર સુધીમાં પ્‍લોટ અને સ્‍ટોલની હરાજી પેટે લોકમેળા સમિતિને રૂ. ૩૬૪ લાખની આવક થઈ છે.

માર્ગ અને મકાન વિભાગ દ્વારા મેળાના સ્‍થળે પ્‍લોટિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. વિવિધ વિભાગોના કંટ્રોલ રૂમ, ડોમ અને મંડપો બનાવવાની તથા પી.જી.વી.સી.એલ. દ્વારા વીજ કનેક્‍શન આપવાની કામગીરી પ્રગતિમાં છે. યાંત્રિક રાઇડ્‍સ માટે સુરક્ષા ચકાસણી, લાયસન્‍સ અને ઇન્‍સ્‍પેક્‍શન સમિતિ દ્વારા રાઇડ સેફ્‌ટીના તમામ પાસાંઓની ચકાસણી કરીને જ મંજૂરી આપવામાં આવશે.

સુરક્ષા, મોનિટરિંગ અને ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ અંગે કલેકટરશ્રીએ મહત્‍વની વિગતો આપી હતી. લોકમેળામાં આવતા લાખો દર્શનાર્થીઓની સુરક્ષા માટે ટેન્‍ડર પ્રક્રિયાઓ (સિકયુરિટી, ડ્રોન, વિડીયોગ્રાફી, સિવિલ અને મંડપ કામગીરી) પૂર્ણ કરી દેવાઈ છે.

 વીમા કવચમાં આકસ્‍મિક આપત્તિના બચાવરૂપે રૂ. ૧૦ કરોડનો પબ્‍લિક લાયબિલિટી વીમો અને રૂ. ૨ કરોડનો ઇવેન્‍ટ કેન્‍સિલેશન વીમો લેવામાં આવ્‍યો છે.

 સેન્‍ટ્રલ કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલ રૂમ ખાતે ઇમરજન્‍સી અને આકસ્‍મિક બનાવને પહોંચી વળવા સેન્‍ટ્રલ કંટ્રોલ રૂમની સ્‍થાપના કરાશે, જ્‍યાં તમામ વિભાગોના સિનિયર અધિકારીઓ ચોવીસે કલાક કોઓર્ડિનેશનમાં રહેશે.

ડિઝાસ્‍ટર કોરિડોર અંતર્ગત કટોકટીના સમયે બચાવ કામગીરી અવરોધાય નહીં તે માટે એક સમર્પિત ‘ડિઝાસ્‍ટર કોરિડોર' બનાવવામાં આવ્‍યો છે.

 એ.આઈ. સર્વેલન્‍સ અને ડ્રોન દ્વારા મેળામાં ક્રાઉડ મોનિટરિંગ અને મૂવમેન્‍ટ પર નજર રાખવા એ.આઈ. (AI) બેઝ્‍ડ સિસ્‍ટમ અને ડ્રોન કેમેરાથી સતત નિરીક્ષણ કરાશે.

જયારે એમ્‍બ્‍યુલન્‍સ, ફાયર બ્રિગેડ અને કયુ.આર.ટી. ટીમ દ્વારા સ્‍થળ પર મોકડ્રિલનું આયોજન કરી સુરક્ષા વ્‍યવસ્‍થા ચકાસવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે, મેળામાં દરરોજ સાંજે ૪ થી ૮ વાગ્‍યા દરમિયાન સ્‍થાનિક ૪૦ જેટલા કલાકારો (ગાયકો, લોકસાહિત્‍યકારો/ડાયરાના કલાકારો અને નળત્‍ય વળંદો)ને પોતાની પ્રસ્‍તુતિ માટે સ્‍ટેજ પ્‍લેટફોર્મ પૂરું પાડવામાં આવશે.

મુખ્‍ય સાંસ્‍કળતિક પ્રસ્‍તુતિઓનું આયોજનમાં ૨ સપ્‍ટેમ્‍બરઃ શ્રી ગોપાલ ભરવાડ (તથા નેવી બેન્‍ડ દ્વારા ભવ્‍ય પ્રસ્‍તુતિ), ૩ સપ્‍ટેમ્‍બરઃ શ્રી રાજભા ગઢવી, ૪ સપ્‍ટેમ્‍બરઃ શ્રી સાંત્‍વની ત્રિવેદી, ૫ સપ્‍ટેમ્‍બરઃ શ્રી ઉદય ધાંધલ તથા  ૬ સપ્‍ટેમ્‍બરઃ શ્રી સાગર કાચા તથા શ્રી દિવ્‍યેશ જેઠવાની જોડી જમાવટ કરશે.

તા. ૨ સપ્‍ટેમ્‍બરના રોજ લોકમેળાના ભવ્‍ય ઉદ્ધાટન સમારોહ માટેના મુખ્‍ય અતિથિશ્રીના નામની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વિભાગોના અધ્‍યક્ષો સાથે સમીક્ષા બેઠક યોજીને મેળો સંપૂર્ણ સલામત, સુચારુ અને યાદગાર બને તે પ્રકારનું આયોજન સુનિヘતિ કરવામાં આવ્‍યું છે.  આ તકે ડીએસઓ શ્રી ઝાપડા, એડી.કલેકટરશ્રી બારોટ ઉપસ્‍થિત રહયા હતા

(3:04 PM IST)