<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

હૃદય ધબકારા ચુકી જવાને લીધે કલ્‍પેશભાઇ ભીમજીયાણી અને હરેશભાઇ બોડાના મૃત્‍યુ

રૈયા રોડ, માધાપર ચોકડીએ રહેતાં પરિવારોમાં શોકઃ રાધે હાઇટ્‍સમાં રહેતાં મધુબેન પીપળીયાનું બેભાન થયા બાદ મૃત્‍યુ

 

 

રાજકોટ તા.૨૬: હૃદય રોગના હુમલાથી વધુ બે પરિવારના સ્‍વજનોના મૃત્‍યુ થયું હતું. માધાપર ચોકડી પાસે રહેતાં પ્રોૈઢ ઘરે બેભાન થઇ જતા અને સદ્દગુરૂ તિર્થધામ રૈયા રોડ પર રહેતાં આધેડ પણ ઘરે બેભાન થઇ જતાં બંનેને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. ત્રીજા બનાવમાં મટુકી રેસ્‍ટોરન્‍ટ નજીક રહેતાં મહિલા ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ માધાપર ચોકડીએ બેકબોન રેસીડેન્‍સીમાં રહેતાં હરેશભાઇ વાલજીભાઇ બોડા (ઉ.વ.૫૫) ગઇકાલે ઘરે બેભાન થઇ જતાં સારવાર માટે ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મુળ કાલાવડના શાપરના વતની હરેશભાઇ ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. તેઓ પાંચ ભાઇ અને એક બહેનમાં નાના હતાં. સંતાનમાં એક દિકરો છે. હૃદય રોગનો હુમલો આવી ગયાનું સગાએ કહ્યું હતું.

બીજા બનાવમાં રૈયા રોડ સદ્દગુરૂ તિર્થધામ પાસે રહેતાં કલ્‍પેશભાઇ નટવરલાલ ભીમજીયાણી (ઉ.વ.૪૭) સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરાયા હતાં. પરંતુ ટુંકી સારવાર બાદ દમ તોડી દીધો હતો. તેઓ ચાર બહેનના એકના એક નાના ભાઇ હતાં અને અપણિીત હતાં. મેડીકલ કંપનીમાં દવા સપ્‍લાયનું કામ કરતાં હતાં. તેઓ બહેન સાથે રહેતાં હતાં. હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું.

ત્રીજા બનાવમાં મટુકી રેસ્‍ટોરન્‍ટ નજીક રાધે હાઇટ્‍સ ફલેટ નં. ૯૦૩માં રહેતાં મધુબેન શૈલેષભાઇ પીપળીયા (ઉ.વ.૪૭) સાંજે ઘરે બેભાન થઇ જતાં સારવાર માટે ખસેડાયા હતાં. પરંતુ મૃત્‍યુ થયું હતું. તેમના પતિ કારખાનામાં કામ કરે છે. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. તેમને કમળી ગાંઠ થયાનું સગાએ કહ્યું હતું. ત્રણેય બનાવમાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં ગાંધીગ્રામ અને તાલુકા પોલીસે કાર્યવાહી કરી હતી

(2:12 PM IST)