<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

રાજકોટમાં મીલાદોત્‍સવ છવાયો : વિશાળ જુલૂસ

સૌરાષ્‍ટ્ર-કચ્‍છ સહિત વિશ્‍વભરમાં પૈગમ્‍બર જયંતિની થયેલી ઉત્‍સાહભેર ઉજવણી : ડીજે સીસ્‍ટમ્‍સ દ્વારા ના'તીયા કલામના પઠનથી આખો દી' રાજમાર્ગો ગાજતા રહ્યા : સવારના ઝૂલૂસ મોડા પ્રસ્‍થાન થતા સાંજે ૬ વાગ્‍યે દરગાહે પહોંચવાની સંભાવનાઃ લાખોની કિંમતની ખાણીપીણીનું વિના ભેદભાવે વિતરણ

વિશાળ જુલૂસ : રાજકોટ શહેરમાં આજે સવારે ઇદે મીલાદ નિમિત્તે રાબેતા મુજબ નિકળેલ જુલૂસની તસ્‍વીરોમાં વિવિધ ફલોટસથી સાથે ઉમટી પડેલી મેદની વાહનો નજરે પડે છે. જેમાં સદર વિસ્‍તારમાંથી આગળ વધી રહેલ જુલૂસ તેમજ ત્રિકોણ બાગમાં એકત્ર થઇ રહેલ જુલૂસ નજરે પડે છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા, અહેવાલ : ફાઇખ, રાજકોટ) 

રાજકોટ તા. ૨૬, ઇસ્‍લામ ધર્મના મહાન અને અંતિમ પયગમ્‍બર જગદુધ્‍ધારક હઝરત મુહમ્‍મદ સાહેબનો જન્‍મોત્‍સવ આજે મુસિલમ સમાજ દ્વારા ૅઇદે મીલાદૅના સ્‍વરૂપમાં ઉજવવામાં આવી રહ્યો છે.

ઇસ્‍લામ ધર્મની આ સૌથી મોટી ઇદ ગણાતી હોઇ તેની વિશેષતા મુજબ આજે રાજકોટ શહેરમાં પરંપરાગત ભવ્‍ય જુલૂસ નિકળ્‍યું હતું જેના લીધે પૈગમ્‍બર જયંતિ અમર રહોૅના નાદથી રાજકોટ શહેર ગુંજી ઉઠયું હતું.

જો કે સવારે ૯ વાગ્‍યે તમામ મુસ્‍લિમ વિસ્‍તારોમાંથી જુલૂસ પ્રસ્‍થાન થવાનો સમય હતો પણ અનેક વિસ્‍તારોમાંથી આ જુલૂસો સવારે ૯ વાગ્‍યા પછી પ્રસ્‍થાન થવા પામ્‍યા હતા અને તેમાં નાના-મોટા વાહનો સામેલ થઇ તેમાં સાઉન્‍ડ સિસ્‍ટમ્‍સ દ્વારા સતત પૈગમ્‍બર સાહેબના ગુણગાન ગાતા કસીદાઓ રજૂ થતા ચોતરફ એક જ નાદ સંભળાતો હતો.

બીજી તરફ આ તમામ નાના નાના જુલૂસો રૂટ મુજબ ચાલી ત્રિકોણ બાગ ચોક ખાતે બપોરે ૧ વાગ્‍યે એકત્ર થઇ ગયા હતા જયારે જુલૂસના  રૂટ ઉપર અનેક સંસ્‍થાઓ દ્વારા સબિલ-રચી તેના દ્વારા સાઉન્‍ડ સીસ્‍ટમ્‍સ ચાલુ રખાતા રાજકોટ શહેરના રાજમાર્ગો અને બજારો ગુંજતી રહી હતી તો બીજી તરફ સબિલો દ્વારા ખાદ્ય સામગ્રીનું હિન્‍દુ-મુસ્‍લિમના ભેદભાવ વિના ભરપૂર ઠેરઠેર વિતરણ કરાતા લોકોને મોજ પડી ગઇ હતી.

આ જુલૂસો ત્રિકોણ બાગ ચોકમાં એકત્ર થઇ રૂટ મુજબ આગળ વધી સાંજેકોમી એકતાના પ્રતિક હઝરત ગેબનશાહ પીરની દરગાહે પહોંચી જતા ત્‍યાં સમાપન થયું હતું અને રાબેતા મુજબ રાજકોટમાં મુસ્‍લિમ સમાજ દ્વારા ઇદે મીલાદની ઉત્‍સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

આજે જુલૂસના પ્રસ્‍થાન મોડા થયા હોય તેમાં ત્રિકોણ બાગ ચોકમાં બપોરે એક વાગ્‍યે જુલૂસ પહોંચી રહ્યા હતા એ જોતાં આ જુલૂસ બે કલાક મોડું થયેલ છે. બીજી તરફ બપોરે ૧ વાગ્‍યે આ લખાય છે ત્‍યારે ત્રિકોણ બાગમાં જુલૂસો એકત્ર થઇ રહ્યા છે જે રૂટ મુજબ આગળ વધશે આથી સાંજે ૬ વાગ્‍યે સંભવતઃ દરગાહે પહોંચવાની વકી છે.

આજે સર્વત્ર પૈગમ્‍બર સાહેબની જન્‍મ જયંતીની ઉજવણી થઇ રહી છે ત્‍યારે આ પર્વમાં વિશેષરૂપેઇદના જુલુસ નિકળે છે. રાજકોટમાં ઇદનો દિવસ હોઇ મુસ્‍લીમ વિસ્‍તારોમાં શણગાર કરવાની સાથે સાથે નિયાઝના કાર્યક્રમો યોજાયા હોઇ અને વિવિધ ફલોટસ બનાવી નાઁત શરીફનું સાઉન્‍ડ સીસ્‍ટમ્‍સ દ્વારા પઠન થઇ રહયું હોઇ મીલાદોત્‍સવ તમામ સ્‍થળોએ જોવા મળ્‍યો છે. સાઉન્‍ડ સીસ્‍ટમ્‍સ દ્વારા પઠન થઇ રહ્યુ છે. ં મીલાદોત્‍સવ તમામ સ્‍થળોએ જોવા મળ્‍યો છે.

ઇદેમિલાદ કમીટીની એક યાદીમાં જણાવ્‍યા મુજબ જેમણે સમગ્ર વિશ્વને શાંતિ, એકતા, ભાઇચારાની ભાવનાનો સંદેશો આપ્‍યો તે શાંતિદૂત ઇસ્‍લામ ધર્મના મહાન પૈયગમ્‍બર સાહેબના ઇદ-એ મિલાદને દુનિયાભરના મુસ્‍લીમો શ્રધ્‍ધાપુર્વક ઉજવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇદ-એ-મિલાદની શાનદાર ઉજવણી ભાઇચારાની ભાવનાથી કરવામાં આવી છે. રામનાથપરા ગરુડ ચોક અને સદર વિસ્‍તારમાંથી એમ બે મુખ્‍ય જુલુસો. આ. ઉપરાંત અન્‍ય વિસ્‍તારના નાના-નાના જુલુસો શહેરના ત્રિકોણબાગ ખાતે એકઠા થઇ મુખ્‍ય વિશાળ જુલુસ સાથે ઢેબર ચોક વન-વે નાગરીક બેંક ચોક. ખટારા સ્‍ટેન્‍ડ, હોસ્‍પીટલ ચોક થઈ સલાતો સલામ સાથે કૌમી એકતાના પ્રતિક હઝરત ગેબનશાપીર દરગાહ ખાતે સમાપન થશે. આ જુલુસમાં અંદાજે ર લાખ જેટલા હિન્‍દુ-મુસ્‍લીમ બિરાદરો, એકાદ હજાર જેટલા નાના મોટા વાહનો સાથે જોડાયા છે.

ભગવતીપરા, ગંજીવાડા, માજોઠીનગર, રામનાથપરા, ઘાંચીવાડ વિગેરે વિસ્‍તારનું જલુસ રામનાથપરા ગરુડ ચોક ત્‍યાંથી કોઠારીયા નાકા, પેલેસ રોડ, ભુપેન્‍દ્ર રોડ, બાપુના બાવલા પાસે થઇ ઢેબર ચોકમાં પહોંચશે. જયાંથી સદર વિસ્‍તારના રૈયા ગામ નુરાનીપરા, નહેરૂનગર, લક્ષ્મીનગર, ભીસ્‍તીવાડ, પોપટપરા, મોચીબજાર, બજરંગવાડી, પોલીસ હેડ કવાર્ટર, સદર વિસ્‍તાર, રૂખડીયા કોલોની વગેરે વિસ્‍તારના જુલુસ ફુલછાબ ચોકમા ભેગાથઈને સદર બજાર, હરીહર ચોક, જયુબેલી ચોક, એસ.બી.એસ. ચોકથી ત્રિકોણબાગ થઇને શહેરી વિસ્‍તારના જુલુસમાં સામેલ થઇ ઢેબર રોડ વન-વે નાગરીક બેંક ચોક, હોસ્‍પીટલ ચોક થઇને હઝરત ગેબનશા પીરની દરગાહ ખાતે સલાતો સલામ સાથે વિસર્જન થશે. શહેરમાં જુલુસ દરમ્‍યાન વિવિધ સ્‍થળોએ હિન્‍દુ-મુસ્‍લીમ સંસ્‍થાઓ દ્વારા જુલુસનું શાનદાર સ્‍વાગત પણ થઇ રહ્યું છે. જુલુસમાં મુસ્‍લીમ બિરાદરો પોતાના ધંધા રોજગાર બંધ કરી ઉત્‍સાહભેર જુલુસમાંજોડાઇને હુઝુરની આન-બાન અને શાનમાં વધારો કરેલ છે.

ઇસ્‍લામ ધર્મના મહાન અને અંતિમ પૈગમ્‍બર હઝરત મુહમ્‍મદ સાહેબની ૧પ૦૧ મી જન્‍મજયંતી ઇદેમીલાદ ના સ્‍વરૂપમાં મુસ્‍લીમ સમાજ દ્વારા ખાસ કરીને આ પર્વ પૈગમ્‍બર સાહેબનો જન્‍મોત્‍સવ હોય સમગ્ર વિશ્વમાં મુસ્‍લીમ સમાજ દ્વારા ભવ્‍યાતિભવ્‍ય જુલુસ કાઢી પૈગમ્‍બર સાહેબના ગુણગાન ગાવામાં આવે છે. જુનાગઢ, ધોરાજી, મોરબી, સુરેન્‍દ્રનગર, પોરબંદર, વાંકાનેર સહીતના અનેક શહોરોમાં કેન્‍દ્રીય જુલુસ નીકળ્‍યા હતા આમ આજે ફરી એકવાર ઇદે મીલાદ સંપન્ન થવા પામી છે.

જો કે પૈગમ્‍બર સાહેબના જન્‍મોત્‍સવના વધામણા રૂપે પરોઢીયે પ-૧પ વાગ્‍યે સૌરાષ્‍ટ્ર કચ્‍છની તમામ મસ્‍જીદોમાં સલામી પઢવામાં આવી હતી. આ પુર્વે કેટલીક મસ્‍જીદોમાં ચાર વાગ્‍યાથી મીલાદ શરીફ પઢવામાં આવી હતી જેના લીધે વહેલી સવારે મસ્‍જીદો સલામીથી ગુંજી ઉઠી હતી.

જે વખતે મુસ્‍લીમ સમાજ મોટી માત્રામાં મસ્‍જીદોમાં ઉમટી પડયો હતો. ગઇ રાતથી અને આજે આખો દિવસ મુસ્‍લીમ વિસ્‍તારો પૈગમ્‍બર જયંતીના નાદ સાથે ગુંજતા રહયા હતા.

લગભગ મુસ્‍લીમ વિસ્‍તારોમાં જાહેરમાં કેક કાપીને વિતરણ કરવાના કાર્યક્રમો યોજાયા હતા અને રાત્રી ભર ઇબાદ તો ચાલુ રાખી દેશ અને દેશવાસીઓની સુખ અને સુમૃદ્ધિ-ખાતર દુઆઓ માંગવામાં આવી છે.

પૈગમબર સાહેબની જન્‍મ જયંતી દર વર્ષે ઇદે મીલાદના સ્‍વરૂપર્માં ઇસ્‍લામી પંચાગના ત્રીજા મહિના રબીઉલ અવ્‍વલની ૧ર મી તારીખે ઉજવાય છે.

જો કે છેલ્લા ૧૨ દિ'થી દરરોજ રાત્રીથી ઇદેમિલાદનો ઉત્‍સાહ ચોતરફ ફેલાઇ જવા પામ્‍યો અને ગામે ગામ લતે લતે ૧૨ દિવસના સળંગ વાઅઝના કાર્યક્રમો ચાલી રહ્યા હતા જેની ગત રાત્રીના પૂણાહુતી થઇ છે.

ઇદે મિલાદનો દિવસ વિશ્વભરમાં વિશ્વ શાંતિ દિવસ તરીકે ઉજવી પૈગમ્‍બર સાહેબના જન્‍મોત્‍સવને વધાવવામાં આવી રહયો છે. ફજરની નમાઝ પઢાયા પછી દરેક મસ્‍જીદોમાં સવારે ૬.૩૦ વાગ્‍યે મીઠાઇ નિયાઝ વિતરણ કરવામાં આવેલ. આ ઉપરાંત ઇદેમીલાદએ મુસ્‍લીમ સમાજનો સૌથી પ્‍યારો તહેવાર હોય લતે લતે મકાનો ઉપર રોશની શણગાર કરવામાં આવ્‍યો મસ્‍જીદ મદ્રેસા દરગાહોને શણગારવામાં આવ્‍યા અને ચોતરફ રંગબેરંગી ઝંડા લહેરાવવામાં આવ્‍યા છે.

આ ઉપરાંત દરેક મસ્‍જીદોમાં પૈગમ્‍બર સાહેબના પવિત્ર બાલ મુબારકના પવિત્ર દર્શન કરાવવામાં આવેલ છે.

સૌરાષ્‍ટ્રભરમાં કયાંય સવારે જુલુસ નિકળ્‍યા છે તો કયાંક આજે બપોરે જુલુસ નિકળેલ છે જે સાંજે સંપન્ન થશે.

ખાસ કરીને આ વખતે ઝળહળાટ વધી ગયો હતો. જેના લીધે મુસ્‍લિમ વિસ્‍તારોમાં ભારે રોશની થવા પામી હતી. એ ઉપરાંત આ વખતે રાત્રીના વિવિધ સ્‍થળોએ મીલાદ શરીફના કાર્યક્રમો વધી જતા આખી રાત મુસ્‍લિમ વિસ્‍તારોમાં ધમધમાટ જોવા મળ્‍યો હતો. બીજી તરફ આ વખતે પણ જયુબીલી શાક મારકેટ રોડ, ઉપર એક સાથે ૧૦ જેટલી વિશાળ સબિલો રચી ખાણીપીણીનું ભરપૂર વિતરણ કરવામાં આવ્‍યું છે.

વિશેષતા તો એ છે કે, ઝૂલૂસ વેળા લાખો રૂપિયાની કિંમતની ખાણીપીણીનું વિના ભેદભાવે વિતરણ થઇ રહ્યું છે. જયારે પરોઢીયે પણ સલામી સમયે મુસ્‍લિમ બિરાદરો ઉમટી પડતા મસ્‍જીદો ભરપુર થઇ ગઇ હતી.

જયારે જૂલૂસ મોડુ પ્રસ્‍થાન થયા બાદ પણ વિશાળ બની જતા રાજકોટમાં મીલાદોત્‍સવ છવાઇ ગયો હતો

(2:15 PM IST)