તા. ૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧ શુક્રવાર
News of Wednesday, 26th August 2026
ભત્રીજા ઢેબાને લાફા મારી રહેલા સાવનને સમજાવતાં સુનિલને છરી ઝીંકી દેવાઇ
કુબલીયાપરામાં બનાવઃ સાવન સાથે તેના પિતા જીતેશભાઇ પણ તૂટી પડયા

રાજકોટ તા. ૨૬: કુબલીયાપરામાં ચંદ્રીકા પાનવાળી શેરીમાં રહેતાં સુનિલ નિલેષભાઇ પરમાર (ઉ.વ.૨૦) નામના યુવાનને રાતે સાડા નવેક વાગ્યે ઘર પાસે હતો ત્યારે નજીકમાં રહેતાં સાવન રાઠોડ અને તેના પિતા જીતેશભાઇએ ઢીકાપાટુનો માર મારી બાદમાં સાવને દાઢી પર છરીનો ઘા મારી દેતાં લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
સુનિલ ભંગારનો ધંધો કરે છે અને પાંચ બહેન ત્રણ ભાઇમાં ત્રીજો છે. તેના કહેવા મુજબ તેના સાત વર્ષના ભત્રીજા ઢેબાને સાવન પીધેલી હાલતમાં લાફા મારતો હોઇ પોતે સમજાવવા જતાં સાવન અને તેના પિતાએ મારકુટ કરી હતી અને છરી ઝીંકી હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી.
(3:39 PM IST)










