<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

લાયસન્‍સ વગર સિકયુરીટી એજન્‍સી શરૂ કરી ગાર્ડને નોકરી પર રાખી લીધો

રેસકોર્સ રોડ પર પ્રાઇડ એમ્‍પાયર પાસે એસ.ઓ.જી.એ ગાર્ડની પુછતાછ કરતા ભાંડો ફુટયોઃ સંચાલક કિશનસિંહ સામે ગુનો

 

 

રાજકોટ તા. ર૬: શહેરનાં એસ.ઓ.જી.એ લાયસન્‍સ વગર સનાતન સીકયુરીટી નામે પ્રાઇવેટ સિકયુરીટી ચલાવનાર સંચાલક કિશનસિંહ ગંભીરસિંહ જાડેજા (ઉ.વ. ૩૦ રહે. ગણેશ સોસાયટી, કોઠારીયા મેઇન રોડ) ની સામે જાહેરનામા ભંગ બદલ પ્ર.નગર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્‍યો હતો.

એસ.ઓ.જી. પી.આઇ. એન. બી. ચૌધરીની સુચનાથી હેડ કોન્‍સ્‍ટેબલ ડી. એચ. ઝાલા હરદેવસિંહ જાડેજા, યોગરાજસિંહ ગોહીલ, મહાવીરસિંહ ઝાલા અને અનોપસિંહ ઝાલા સહિતનો સ્‍ટાફ પેટ્રોલીંગમાં હતો ત્‍યારે રેસકોર્સ રીંગ રોડ પર પ્રાઇડ એમ્‍પાઇયરના ગેઇટ પાસે હાજર સિકયુરીટી ગાર્ડની પુછતાછ કરતાં પોતાનું નામ વિજય સિધ્‍ધપા તારાપુ (ઉ.વ. ૪૩ રહે. કેશવ એપાર્ટમેન્‍ટ પગીના રૂમમાં, જાગનાથ સોસાયટી, મૂળ કર્ણાટક) હોવાનું અને તેને સનાતન સિકયુરીટીના સંચાલક કિશનસિંહ જાડેજાએ ૧ર હજારના પગાર દરે નોકરી પર રાખેલ હોવાનું જણાવ્‍યું હતું. જેથી પોલીસે કિશનસિંહની પુછતાછ કરતા તે લાયસન્‍સ વગર સિકયુરીટી સર્વિસ ચલાવતા હોવાનું ખુલતા તેની સામે પ્ર.નગર પોલીસમાં ગુનો દાખલ કરાવ્‍યો હતો.

(3:39 PM IST)