<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

જુગારનું દુષણ વકર્યુઃ ૬ દરોડામાં ૪૯ પકડાયા

શહેરમાં શ્રાવણીયો જુગાર ઠેકઠેકાણે જામ્‍યો : ર૭ મહિલા પણ પકડાઇ : અઢી લાખની મતા કબ્‍જે : તાલુકા પોલીસનો અંબીકા ટાઉનશીપમાં પ્ર.નગરનો એરપોર્ટ રોડ, રેલનગરમાં, એ. ડીવીઝનનો ટાગોર રોડ પર, માલવીયાનગરનો મવડી પ્‍લોટ અને આજીડેમ પોલીસનો ખોખડદળ નદીકાંઠા પાસે દરોડો

રાજકોટ, તા., ૨૬ :  શહેર પોલીસે પવિત્ર શ્રાવણમાસમાં ચાલતા જુગારધામના દુષણ પર ઘોંસ બોલાવી છે. વધુ છ સ્‍થળે દરોડા પાડી ર૭ મહિલા સહિત ૪૯ પતાપ્રેમીને રૂા. ર.૪૮ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જેમાં તાલુકા પોલીસે અંબીકા ટાઉનશીપમાં, પ્ર.નગર પોલીસે એરપોર્ટ રોડ, રેલનગરમાં બે સ્‍થળે, એ ડીવીઝન પોલીસે ટાગોર રોડ ઉપર, માલવીયાનગર પોલીસે મવડી પ્‍લોટમાં મકાનમાં અને આજી ડેમ પોલીસે ખોખડદળ નદી કાંઠે જાહેરમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડયો હતો.

અંબીકા ટાઉનશીપમાં સત્‍યજીત સોપાન પાસે હેવન હાઇટસ સી-૧૦૦રમાં ભાડે રહેતા નુતનબેન હિમાંશુભાઇ ઉંજીયા (ઉ.વ.૩રા ના ફલેટમાંથી તાલુકા પોલીસના પીએસઆઇ બી.આર.ભરવાડ, કોન્‍સ્‍ટેબલ વનરાજભાઇ લાવડીયા સહિતના સ્‍ટાફે જુગાર રમતા નુતનબેન તેમજ સવિતાબેન ગીરીશભાઇ હાંસલીયા (ઉ.વ.૭૩ રહે. હેવન હાઇટસ), શારદાબેન નારણભાઇ કાલાવડીયા (ઉ.વ.પ૯ રહે. પ૦૧, ધનેસ્‍ટ એપાર્ટમન્‍ટ, જીવરાજપાર્ક જયોત્‍સનાબેન અશોકભાઇ અમૃતીયા (ઉ.વ.૬પ રહે. હેવન હાઇટસ), હંસાબેન ભગવાનજીભાઇ માકડીયા (ઉ.વ.પ૮ રહે. હેવન હાઇટસ), બ્રીન્‍દાબેન મયંકભાઇ માકડીયા (ઉ.વ.ર૯ રહે. આદર્શ સીટી એપાર્ટમેન્‍ટ, ૮૦ ફુટ રોડ), જયશ્રીબેન ચીરાગભાઇ ગડારા (ઉ.વ.૪૦ રહે. હેવન હાઇટસ) ક્રિષ્‍ટલબેન ભૌતીકભાઇ કણસાગરા (ઉ.વ.૩૦ રહે. ફલોરા નેસ્‍ટ એપાર્ટમેન્‍ટ, ગણેશ ચોક, અંબીકા ટાઉનશીપ),નયનાબેન સચીનભાઇ કંટારીયા (ઉ.વ.ર૯ રહે. સુરભી પોસીબલ એપાર્ટમેન્‍ટ, સાંઇબાબા સર્કલ પાસે, કોઠારીયા) વનીતાબેન અરજણભાઇ  કનેરીયા (ઉ.વ.૭પ રહે. હેવન હાઇટસ) અને ક્રિષ્‍નાબેન પિન્‍ટુભાઇ ગધરીયા (ઉ.વ.૪૧ રહે. હેવન હાઇટસ)ને રૂા. ર૧,૬૧૦ની રોકડ સાથે પકડી લીધા હતા.

બીજા દરોડામાં એરપોર્ટ રોડ પર મારૂતીનગર અંબીકા એપાર્ટમેન્‍ટમાં એ૧૦માં રહેતા શાર્લીનબેન દિપકભાઇ મહેતા (ઉ.વ.ર૬)ના ફલેટમાં પ્ર.નગર પીએસઆઇ એસ.ડી.કોઠીવાર અને કોન્‍સ્‍ટેબલ રીયાઝભાઇ ભીપૌત્રા સહિતના સ્‍ટાફે દરોડો પાડી જુગાર રમતા શાર્લીનબેન ઉપરાંત રીનાબેન વિનુભાઇ (ઉ.વ.પ૦ રહે. મહેતા કોમ્‍પલેક્ષ હનુમાન મઢી પાસે) અંજનીબેન તેજપાલસિંહ પરમાર (ઉ.વ.૩૧ રહે. અંકુરનગર શેરી નં. ર, સ્‍વામીનારાયણ ચોક, જાગૃતીબેન રાજુભાઇ કોટક (ઉ.વ.૩૬ રહે. ગોવર્ધન ચોક શેરી નં.ર ,મવડી રોડ) જીજ્ઞાબેન ધર્મેશભાઇ અમૃતીયા (ઉ.વ.૪૩ રહે. મધુવન પાર્ક શેરી નંર પાટીદાર ચોક) અને અક્ષય મનોજભાઇ બીજવાણી (ઉ.વ.ર૭ રહે. શ્‍યામ સાનિધ્‍ય એપાર્ટમેન્‍ટ ભોજલરામ સોસાયટી, રેલનગર)ને રૂા. ૩૧ હજારની રોકડ ૪ ફોન સહિત રૂા. ૧,૦૬,૩પ૦ના મુદામાલ સાથે પકડી લીધા હતા.

ત્રીજા દોડામાં રેલનગરમાં શ્‍યામજી કૃષ્‍ણાવર્મા ટાઉનશીપમાં વીંગ-ઇમાં ર૦રમાં રહેતા ઇશાબેન અક્ષયભાઇ પરમાર (ઉ.વ.ર૯)ના ફલેટમા પ્ર.નગર પોલીસના પીએસઆઇ એસ.ડી.કોઠીવાર, વીરેન્‍દ્રસિંહ પરમાર સહિતના સ્‍ટાફે દરોડો પાડી જુગાર રમતા ઇશાબેન ઉપરાંત તેજ ટાઉનશીપમાં રહેતા મિતલબેન જગદીશભાઇ બાલા (ઉ.વ.૪૦ ), રમાબેન દેવજીભાઇ પરમાર (ઉ.વ.૭પ), જયોતીબેન પ્રફુલભાઇ (ઉ.વ.૩પ) સ્‍નેહાબેન રાજેશભાઇ પરમાર(ઉ.વ.૧૯)નીલમબેન કૃષ્‍ણભાઇ શ્રીમાળી (ઉ.વ.૩૮)મહારાણા પ્રતાપ ટાઉનશીપમાં રહેતા નીતાબેન દિપકભાઇ સીંદે (ઉ.વ.પ૯), શિતલબેન મનીષભાઇ ભરાડ (ઉ.વ.૩ર) પુનમબેન ધર્મેશભાઇ ભટ્ટાર (ઉ.વ.૩૯) મહર્ષી દયાનંદ સરસ્‍વતી ટાઉનશીપમાં રહેતા ધારાબેન ધવલભાઇ ચાવડા કઉ.વ.રપ) અને નીશાબેન ભદ્રેશભાઇ ચાવડા (ઉ.વ.પ૩)ને રૂા. ૧પ,૧પ૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

ચોથા દરોડામાં ટાગોર રોડ પર સુરેશ ચેમ્‍બર પાછળ તેમજ એપાર્ટમેન્‍ટમાં ચોથા  માળે ફલેટને ૧૦માં રહેતા રાહુલ ડાયાભાઇ નકુમ (ઉ.વ.૨૮)ના ફલેટમાં એ-ડીવીઝન પોલીસના પીએસઆઇ એ.ઁસ.આર.ચાવડા હેડકોન્‍સ્‍ટેબલ મહેશભાઇ ચાવડા સહિતના સ્‍ટાફે દરોડો પાડી જુગાર રમતા રાહુલ ઉપરાંત ભુમીત વસંતભાઇ ભલાણી (ઉ.વ. ૩૦ રહે. મોવિયા, ગોંડલ, રામ હરદાસભાઇ વાઝા (ઉ.વ.૩૭ રહે શિવશકિત સોસાયટી, કાલાવડ રોડ)દિપક બુધ્‍ધગીરી મેઘનાપી (ઉ.વ. ૩૪ રહે શ્રીજી એવન્‍યુ,પ્રજાપતિ ચોક, અયોધ્‍યા ચોક) એન રમેશ સામંતભાઇ મકવાણા (ઉ.વ. ૩૭ રહે તીરૂપતિ શેરી નં.૧, ગ્રીનલેન્‍ડ ચોકડી પાસે)ને રૂા. ૨૬, ૮૦૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

પાંચમાં દરોડામાં મવડી પ્‍લોટના નવલનગર શેરી નં. ૫માં શનેશ્વર એપાર્ટમેન્‍ટમાં ફલેઠ નં.૧૦૨માં રહેતા વેપારી ધર્મેશ ઉર્ફેધમો મેસુરભાઇ પીઠીયા (ઉ.વ.૨૬)ના ફલેટમાંથી માલવીયાનગર પોલીસના પીએસઆઇ કે.ડી. મારૂ, હેડકોન્‍સ્‍ટેબલ અનીલભાઇ જીલરીયા સહિત ના સ્‍ટાફે દરોડો પાડી જુગાર રમતા ધર્મેશ ઉપરાંત ધ્રમીત રાજેશભાઇ કાલરીયા (ઉ.વ.૩૧ રહે. સીલ્‍વર પેલેસ  જીવરાજપાર્ક), જુગર પ્રવીણભાઇ મણવર (ઉ.વ. ૨૯. રહે) શ્રધ્‍ધા પાર્ક, આહીર શુભમ રમેશભાઈ પાતીર (ઉ.વ.૨૬ રહે.શ્રધ્‍ધાપુરી) શેરી નં.૨, લાલપાર્ક મેઈન રોડ, દિપેન મહેશભાઈ પાતીર (ઉ.વ.૨૬ રહે.અયોધ્‍યા સોસાયટી, હરીઘવા મેઈન રોડ), દિપેન બીપીનભાઈ રાજાણી (ઉ.વ.૩૫ રહે.શિવપાર્ક, રામેશ્‍વર મેઈન રોડ, નાણાવટી ચોક) અને જગદીશ ઉગાભાઈ ચૌહાણ (ઉ.વ.૪૦ રહે.જામવાડા તા.ગીરગઢડા) ને રૂા.૫૫ હજારની રોકડ સાથે ઝડપી લીધા હતા.છઠ્ઠા દરોડામાં જયનગર પાસે ખોખડદળ નદીના કાંઠે જાહેરમાં જુગાર રમતા જેન્‍તી બાલાભાઈ પરમાર, ધોધા મધુભાઈ બારૈયા, સુજાલ ઘનશ્‍યામભાઈ પરમાર, સંજય વાઘજીભાઈ ડોડીયા, પરાગ પરસોતમભાઈ સાકરીયા, સિધ્‍ધાર્થ રમેશભાઈ મોરી (રહે.બધા જય નગર), મનીષ જગદીશભાઈ સોલંકી (રહે.મયુરનગર, ભાવનગર રોડ), સિધ્‍ધરાજ અરવિંદભાઈ સોલંકી (રહે.વેલનાથપરા, લાપાસરી રોડ) અને રવી ભીમજીભાઈ ડોડીયા (રહે.બાલાજી પાર્ક, શણગાર હોલ પાસે) ને આજીડેમ પોલીસના પીએસઆઈ વી.જી.ડોડીયા, કોન્‍સ્‍ટેબલ મનીષ ચીરોડીયા અને કુલદીપસિંહ જાડેજા સહિતના સ્‍ટાફે રૂા.૨૩,૭૯૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા.(૪.૯)

 

(2:24 PM IST)