<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

ન્‍યુ બાબા રામદેવ મિત્ર મંડલ દ્વારા શનિવારે ભજન સંધ્‍યા અને રવિવારે રામદેવપીર મંદિરે ધ્‍વજા ચડાવાશે

રાજકોટઃ ન્‍યુ બાબા રામદેવ મિત્ર મંડલ-રાજકોટ દ્વારા ભજન સંધ્‍યાનો મુખ્‍ય કાર્યક્રમ તા.૨૯, શનિવાર સાંજે ૮ કલાકે શ્રી રણુજા મંદિર, કોઠારિયા મેઇન રોડ ખાતે યોજાશે. ત્‍યારબાદ તા.૩૦, રવિવારે સવારે ૮ કલાકે ભવ્‍ય ધ્‍વજા પ્રસ્‍થાન આયોજન કરવામાં આવ્‍યું છે.

ધ્‍વજા પ્રસ્‍થાન શ્રી મેલડી માતાજી મંદિર, આશાપુરા નગર-૧, કોઠારિયા મેઈન રોડ, ખાતેથી થશે જે રામાપીર મંદિરે ધ્‍વજા ચડાવવામાં આવશે.

આ ભક્‍તિમય સંધ્‍યામાં પ્રખ્‍યાત ગાયક કલાકાર બિન્‍દુ કુમાવત અને નિતેશ રાવ (ડેગાણા એન્‍ડ પાર્ટી) પોતાની સુરીલી વાણીથી બાબાના ગુણગાન કરશે. સંગીત સાથમાં મુકેશ ગાંધી, છગનભાઈ પખરાજ રાણા અને હંશરાજ ગુર્જર રહેશે.

કાર્યક્રમનું સંચાલન (એન્‍કર) જગદેવસિંહ જાડેજા (ડેરીવાળા) કરશે. આ કાર્યક્રમ દ્વારકેશ ફિલ્‍મ્‍સ ચેનલ પર યુટયુબમાં લાઈવ પ્રસારિત થશે.

મહંત શ્રી પૂ.બજરંગદાસ બાપુ (ગુરૂ શ્રી રામદાસબાપુ)ના શુભાશીષ સાથે ઉદયભાઈ ટિડિયા, મનોજભાઈ ચૌહાણ, વિજયભાઇ ટિડિયા, શંકરભાઈ ચૌહાણ, પ્રેમજીભાઈ લૂણા, હરજીભાઈ પંવાર, ઓમપ્રકાશભાઈળ પંવાર, લાદુસિંહજી ચૌહાણ (મો.૯૮૭૯૧ ૫૫૬૮૯), પ્રભુસિંહ ગૌડ, પુનમસિંહ હાડા ચૌહાણ, માાનસિંહ ચૌહાણ, દિપકસિંહ ચૌહાણ, નારાયણસિંહ ચૌહાણ, પપ્‍પુભાઈ બિરોલ, પ્રેમજીભાઈ સનેડીયા, ઘનશ્‍યામભાઈ ચૌહાણ, વિશાલભાઈ સારસ, રાકેશભાઈ મકવાણા, મહેન્‍દ્રસિંહ બાવરી, નોરતભાઈ ભાટી અને મદનલાલ સોલંકી જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(2:54 PM IST)